________________
વૈરાગ્યસમંજરી
[ ચતુર્થ “ નાપાન કાનાન, પુરતું
શુક્રોડપ ft નીયા, રવીને ક્ષત્રિાથમિક –અતુલ અર્થાત્ જેમણે પહેલાં દાન દીધાં છે તેઓ ફરીથી પણ તેમ કરવા સમર્થ છે, કેમકે નદીના સૂકાઈ ગયેલા માગને પણ જળના અર્થ એ ખેદે છે.
સ્ત્રીનાં આવાં વચને સાંભળી એ બ્રાહ્મણ પ્રભુ પાસે આવ્યો અને તેમને વિનવવા લાગે કે હે દયાના સાગર !હે જગદાધાર ! વિપકારી એવા આપે સમગ્ર બ્રહ્માંડના દારિદ્રને જડમૂળથી નાશ કર્યો, પરંતુ તે વખતે ત્યાં હું અભાગી હાજર હતું નહિ. વિશેષમાં અન્ય સ્થળેથી પણ મને કંઈ મળ્યું નથી એટલે નિપુણ્ય, નિરાશ્રય અને નિર્ધન એ હું આજે આપને શરણે આવ્યો છું. મારા જેવાનું દારિઘ દૂર કરવું એ આપ જેવાને માટે તદન સહેલી વાત છે, કેમકે કહ્યું પણ છે કે
" सम्पूरिताशेपमहीतलस्य ___ पयोधरस्याद्भुतशक्तिभाजः । किं तुम्बपात्रापरिपूरणाय
મત પ્રવાસ જળsfપ સૂનમ ? ''– ઉપજાતિ અર્થાત્ અખિલ મહીતલને જેણે ભરી દીધું છે એવા અને અદ્ભુત શક્તિથી યુક્ત એવા મેઘને તુંબડી ભરવાને માટે જરા પણ પ્રયાસ ખરેખર કરે પડે?
આ પ્રમાણે યાચના કરતા બ્રાહ્મણના ઉપર દયા આવવાથી પ્રભુએ દીક્ષાસમયે ઇન્દ્ર જે દેવદૂષ્ય વસ્ત્ર પિતાના ખભા ઉપર મૂક્યું હતું તેમાંથી અડધું આપ્યું. પ્રભુને તે વસ્ત્ર નિરર્થક જ હતું તેમ છતાં આખું ન આપતાં અડઘાનું દાન દીધું, તે સંબંધમાં જુદા જુદા મુનિવરેએ જુદા જુદા અભિપ્રાય દર્શાવ્યા છે, જેમકે કેટલાકનું માનવું એમ છે કે અડધાનું દાન તે પ્રભુની સંતતિ વસ્ત્ર-પાત્રને વિષે મૂચ્છવાળી થશે એમ સૂચન કરે છે, જ્યારે કેટલાક
૧ પ્રભુએ દીક્ષા લીધા પછી તેર મહિના સુધી વસ્ત્ર રાખ્યું તે સવસ્ત્રક ધર્મના પરપણુ માટે સમજવું તેમજ પ્રથમ પારણું બૃહસ્થના પાત્રમાં કર્યું તે સપાત્ર ધર્મની પ્રરૂપણા માટે જાણવું એમ સુબાધિકાકારનું કહેવું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org