________________
ગુછક ]
સાનુવાદ
૧૬૩
ની માન્યતા એ છે કે પ્રથમ પતે બ્રાહ્મણ કુળમાં અવતરેલા તેના સંસ્કારનું આ પરિણામ છે.'
આ બ્રાહ્મણ તો એ વસ્ત્ર લઈને તેના છેડા વણાવવા માટે વણકરને ત્યાં ગયે. ત્યાં બધે વૃત્તાન્ત સાંભળતાં તેણે બ્રાહ્મણને કહ્યું કે તું ભગવાનની પાછળ પાછળ જા; મમતા વિનાના અને કૃપાનિધાન વીર બાકીનું અડધું વસ્ત્ર પણ તને આપશે. પછી તું તે લઈને આવજે એટલે એ બે કટકાને હું એવી રીતે સાંધી આપીશ કે તેના લાખ દીનાર ઉપજશે અને આપણે બે જણા તે અડધા અડધા વહેચી લઈશું.
વણકરની પ્રેરણાથી આ વિપ્ર તે પ્રભુને શોધવા સંચર્યો. પ્રભુને મેળાપ થતાં લજજાથી તે કંઈ બોલી શક્યો નહિ, પરંતુ એક વર્ષ પર્યત તે તેની પાછળ પાછળ ભો. ત્યાર બાદ દક્ષિણવાચાલ પુરની પાસે “વાલુકા નદીને કાંઠે કાંટામાં દેવદૂષ્ય વસ્ત્ર ઊડીને ભરાયું એટલે પ્રભુએ તે તરફ દષ્ટિ કરી. આ પ્રસંગ પરત્વે પણ જુદા જુદા અભિપ્રાય છે. કોઈનું માનવું એમ છે કે મમત્વથી પ્રભુએ જોયું; શુદ્ધ કે અશુદ્ધ સ્થળમાં વસ્ત્ર પડ્યું છે એ જાણવા માટે પ્રભુએ નજર કરી એમ કેટલાક માને છે; એકાએક એમની દષ્ટિ ગઈ એમ પણ માન્યતા છે, અમારી સંતતિને વસ્ત્ર-પાત્રની સુલભતા રહેશે કે દુર્લભતા તે વિચારથી પ્રભુએ દષ્ટિપાત કર્યો એવી પણ કેટલાકની માન્યતા છે. ઉપાધ્યાય શ્રીવિનયવિજયે સુબેબ્રિકામાં એમ સૂચવ્યું છે કે વૃદ્ધોનું માનવું એ છેકે કાંટામાં વસ્ત્ર ભરાવાથી પિતાનું શાસન કંટકની બહુલતાવાળું થશે એમ જાણીને નિલેભતાને લઈને પ્રભુએ તે લેવા વિચાર પણ ન કર્યો. બ્રાહ્મણ તો અર્ધ વસ્ત્ર મળતાં ખુશી ખુશી થઈ ગયા અને વણકર પાસે જઈ તેનું ચગ્ય મૂલ્ય મેળવી આનંદ પામ્યો.
कुपात्रऽपि सुपात्रात् तु, दयां कुर्याद विशेषतः । दशन्तं दन्दशूकं किं, बोधयामास न प्रभुः ? ॥ १२९ ॥
૧-૨ સરખાવો આવશ્યકની શ્રીહરિભદ્રરિકૃત વૃત્તિનાં ૧૮૭ મા અને ૧૯૫મા પત્ર. ૩ સરખાવો ઉપદેશતરંગિણી (પૃ. ૧૦ )ગત નિમ્નલિખિત પધા“#girfari vસુધઃ કુન્ વિશેષતઃ | કરવા વાજતે , વીર: પ્રવષથ યથા ”—અનુ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org