________________
ગુછ ]
સાનુવાદ
૧૫૫
ગુણે ખીલવવામાં મદદગાર છે. વિશેષમાં સાંસારિક વાસનારૂપ કાદવમાં નિમગ્ન થયેલા અને ઉદ્ધાર કરવાની, તેમને ત્યાગ-માર્ગ ચઢાવવાની તાકાત તે જ્ઞાન-દાનમાં છે. વાસ્તે તે સર્વોત્તમ ગણાય તે સયુક્તિક છે. વિશેષમાં–
વીછૂપાસમ , રસાયનમનીષધ ..
ગનાક્ષઐશ્વર્ય, જ્ઞાનમાકુનીપિક –અનુવ અર્થાત્ જ્ઞાન એ અમૃતને પણ ટક્કર મારે છે, કેમકે એ કંઈ સુધાની જેમ સમુદ્રમાંથી ઉત્પન્ન થતું નથી. એની સાથે રસાયન પણ હરીફાઈ કરી શકે તેમ નથી, કેમકે રસાયન તે ઓષધજન્ય છે અને આ તે વગર ઔષધનું રસાયન છે. આનું ઐશ્વર્ય ઓર જ છે, કેમકે એ કોઈની અપેક્ષા રાખતું નથી.
तद्ज्ञानस्य प्रचारः स्यात्, पुस्तकानां प्रचारतः।
ततो द्रव्यव्ययेनापि, कर्तव्यः स मनीषिणा ॥ १२१ ॥ જ્ઞાન-પ્રચાર માટે પુસ્તકનું પ્રકાશન–
પ્લે –“ જ્ઞાનને ફેલાવો પુરતોના પ્રચારથી થાય છે, વારતે બુદ્ધિશાળીએ પૈસા ખરચીને પણ તેને પ્રચાર કરવો જોઈએ.”—૧૨૧
दातव्यमभयं दानं, निर्भयपददायकम् ।
सर्वलाभान् परित्यज्य, जीवो जीवनमिच्छति ॥ १२२ ॥ અભયદાનની આવશ્યકતા--
શ્લે --“ નિર્ભય પદને આપનારું અભયદાન દેવું જોઈએ કેમકે (બીજા) બધા લાભને છોડીને જવ જીવન ઇચ્છે છે.”—૧રર અભયદાનના પ્રકારે–
સ્પષ્ટી–આ પદ્ય અભયદાનના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડે છે. વિચાર કરીશું તે જણાશે કે અભયદાનના દ્રવ્ય-અભયદાન અને ભાવ-અભયદાન એવા જે શાસ્ત્રોમાં બે પ્રકારો પાડવામાં આવે છે તે પૈકી આ પ્રથમ પ્રકારની વ્યાખ્યા છે, કેમકે એના બાહ્ય પ્રાણની રક્ષા કરવી તે દ્રવ્ય–અભયદાન છે, જ્યારે સમ્યકત્વપૂર્વક આત્માનનું જીવને દાન દેવું તે “ભાવ-અભયદાન” છે. ગૃહસ્થ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org