________________
ગુચ્છક]
સાનું પદ
૧૫૩
તેઓ મારે ત્યાં ભિક્ષાર્થે કેમ ન આવ્યા એ પ્રશ્ન કર્યો. એને જવાબ આપતાં પ્રભુએ કહ્યું કે તેઓ તમારે ત્યાં આવ્યા હતા, પરંતુ તમારું ચિત્ત અહીં આવવામાં પરોવાયેલું હોવાથી તેની તમને ખબર ન પડી. હમણા જ તેઓ “વૈભારગિરિ ઉપર અનશનાર્થે ગયા છે. આ સાંભળીને તરત જ ભદ્રા અને શ્રેણિક “વૈભારગિરિ તરફ ચાલી નીકળ્યાં. ત્યાં પાષાણની પ્રતિમા ન હોય તેમ સ્થિર ઊભેલા બે મુનિવરો ઉપર તેમની નજર પડી. ભદ્રા તો તેમનાં કષ્ટોને જોઈને છાતી ફાટ રુદન કરવા લાગી અને બોલતી ગઈ કે હે વત્સ! તમે મારે ઘેર આવ્યા તે પણ હું અભાગણી તમારા દર્શન-વંદનને લાભ ન પામી, તેથી અપ્રસન્ન થાઓ નહિ. મારા પ્રતિ એક વાર તે દષ્ટિપાત કર. હે પુત્ર! તમે તે આ શરીરને ત્યાગ કરી મારા આ મને રથને ભાંગવા તત્પર બન્યા છે. હે મુનિએ ! હું કંઈ આપને વિન કરવા આવી નથી, પરંતુ મારાથી આ દુઃખ જોયું જતું નથી. આ સાંભળીને શ્રેણિકે શેઠાણીને આશ્વાસન આપતાં કહ્યું કે હે શેઠાણી ! તમારે તો ઉલટું મગરૂર થવું જોઈએ કે આવા વીર-પુત્રની તમે માતા થાઓ છે. વિશેષમાં જેમણે વીર પ્રભુને આશ્રય લીધે હેય તેમનામાં હીન સત્ત્વતા સંભવે જ નહિ, વાતે તમે હર્ષને સ્થાને ખેદ ન કરો. આ પ્રમાણે ભદ્રાને સમજાવી અને મુનિવરને ભક્તિપૂર્વક વંદન કરી રાજા શેઠાણી સાથે સ્વસ્થાનકે ગયો. અત્ર ધન્ય અને શાલિભદ્રકાળ કર ‘સર્વાર્થસિદ્ધ વિમાનમાં તેત્રીસ સાગરોપમના આયુષ્યવાળા એકાવતારી દેવ થયા. ત્યાંથી ચવીને તેને મોક્ષે જશે. આ પ્રસંગે મહાનુભાવ શાલિભદ્રની આપણે જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે એટલે ઉપદેશતરાંગણકારના શબ્દમાં એટલું જ કહીશું કે—
“નુત્તર રામનુત્તર . __ऽप्यनुत्तरं मानमनुत्तरं यशः । श्रीशालि भद्रस्य गुणा अनुत्तरा
નુત્તર ગુત્તર ઘમ I _ઇન્દ્રવંશા (૪)
परोपकार एवास्ति, स्वोपकारो मतो बुधैः । परोपकारहीनस्य, नीचस्थ जीवनेन किम् ? ॥ ११८ ॥
૧ આ એક બહુ મોટો કાળ દર્શાવનારો શબ્દ છે. અસંખ્ય વને એમાં અંતર્ભાવ થઈ જાય છે. એની વિશિષ્ટ માહિતી માટે જુઓ આહુતદર્શનદીપિકા (પૃ. ૭૮-૮૨).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org