________________
૧૫૨ વૈરાગ્યરસમંજરી
[ચતુર્થ ઘડી ધન્ય છે કે દીક્ષા લેવામાં વિઘ્નરૂપ એવી તમેએ મને આ કાર્યમાં અનુ કુળતા કરી આપી. બસ હવે હું અવશ્ય દીક્ષા લઈશ. આ સાંભળી પત્નીઓ ગભરાઈ ગઈ અને બેલી ઊઠી કે હે નાથ ! પ્રસન્ન થાઓ. અમે તે મશ્કરીમાં આમ કહ્યું હતું અને આપ તે તેને સાચું માની બેઠા છે. પરંતુ ધન્ય પિતાને નિશ્ચય ન ફેર એટલે એની આઠે પત્નીઓએ પણ પ્રવજ્યા ગ્રહણ કરવા પતિની પરવાનગી માગી અને મેળવી. આ અરસામાં શ્રી મહાવીર સ્વામીનું વૈભારગિરિ ઉપર સમવસરણ થયું. ધન્યને તેની ધર્મમિત્ર દ્વારા ખબર મળતાં તે તરત જ પિતાની પત્નીઓ સહિત ત્યાં ગયો અને આ બધાએ પ્રભુ પાસે દીક્ષા લીધી. શાલિભદ્રને આ વાતની જાણ થઈ એટલે તે પણ ત્યાં આવી પહોંચે અને પ્રભુ પાસે તેણે પણ દીક્ષા ગ્રહણ કરી. આ તેમજ ધન્ય મુનિવર બને અનુક્રમે બહુશ્રુત થયા અને એવી તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા કે માંસ અને લેહી વગરના દેહવાળા તેઓ ચામડાની ધમણ જેવા દેખાવા લાગ્યા.
એક દિવસ આ બંને મુનિવરે વીર પ્રભુની સાથે પિતાની જન્મભૂમિ “રાજગૃહમાં આવ્યા. માસખમણના પારણને માટે ગોચરી જવા વાસ્તે એ બંનેએ પ્રભુની આજ્ઞા માંગી આ પ્રસંગે પ્રભુએ શાલિભદ્રને કહ્યું કે આજે તમારું પારણું તમારી માતાને હાથે થશે. હું એમ ઈચ્છું છું એમ કહી શાલિભદ્ર ધન્યની સાથે નગરમાં ગયા. બંને મુનિરાજ ભદ્રાના ગૃહદ્વાર પાસે આવી ઊભા રહ્યા, પરંતુ ઉગ્ર તપશ્ચર્યાથી તેમનાં શરીર એવાં કૃશ થઈ ગયાં હતાં કે કોઈએ તેમને ઓળખ્યા નહિ. વિશેષમાં ભદ્રા શેઠાણી તે વીર પ્રભુ, પિતાના પુત્ર અને જમાઈને વાંદવા જવા માટે તૈયારી કરવામાં ગ્રંથાયેલી હતી એટલે તેની પણ નજર તેમના ઉપર ન પડી. ક્ષણવાર ભી આ મુનિવરે પાછા ફર્યા. નગરના દરવાજામાંથી તેઓ બહાર નીકળવાની તૈયારીમાં હતા એ અરસામાં શાલિભદ્રની પૂર્વ ભવની માતા બન્યા દહીં ઘી વેચવાને આવતી સામી મળી. શાલિભદ્રને જોતાં જ તેના સ્તનમાંથી દૂધ ઝરવા માંડયું. પછી બંને મુનિરન્નેને વંદન કરી તેણે ભકિતપૂર્વક તેમને દહીં વહરાવ્યું. આ લઈને શાલિભદ્ર પ્રભુ પાસે આવી કહેવા લાગ્યા કે આપના કહેવા પ્રમાણે બન્યું નહિ. પ્રભુએ ખુલાસે કર્યો કે જેની પાસેથી તમને દહીં મળ્યું તે તમારી પૂર્વની જનની હતી. પછી દહીં વડે પારણું કરી આ બંને મુનિવરે પ્રભુની આજ્ઞા લઈ “વૈભારગિરિ ઉપર અનશન કરવા માટે ગયા. શિલાતલ ઉપર પ્રતિલેખન કરીને તે બંને મુનિશ્વરોએ પાદપપગમન નામનું અનશન અંગીકાર કર્યું.
આ તરફ ભદ્રા શેઠાણી તેમજ શ્રેણિક નૃપતિ શ્રીવીરની પાસે આવ્યા. પ્રભુને પ્રણામ કરી ભદ્રાએ પિતાના પુત્ર અને જમાઈ કેમ દેખાતા નથી તેમજ
૧ જુઓ આ ગુચ્છકના 1પ9મા પદ્યનું સ્પષ્ટીકરણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org