________________
વૈરાગ્યરસમંજરી
[ ચતુર્થ જેમ તેની વિના સેનાને માટે મુગટ પણ સુવર્ણત્વને પામતે નથી, તેમ ગુરુ(ના સમાગમથી) રહિત એ ભવ્ય કહેલા ગુણોના સમુદાયને પામતે નથી.
गोविन्द इव वन्दन्ते-ऽनलसा ये जना हि ते।
नारकादिक्षयं कुत्वा, भवेयुः स्वर्गमोक्षगाः ॥ ५७॥ પ્રભુની સાવધ સેવાનું ફળ–
–“ગોવિંદ ( કૃષ્ણ વાસુદેવ)ની જેમ અપ્રમાદીપણે જે જને પ્રભુને પ્રણામ કરે છે, તેઓ ખરેખર નારકાદિ (ગતિના મર્મને નાશ કરી વર્ગે (અને અને મોક્ષે જાય છે."_પ૭ શ્રીકૃષ્ણનું નેમિનાથને વન્દન–
“મથુરા નગરીમાં શૂર નામના રાજાને શેરિ અને સુવીર નામના બે પુત્ર હતા. શરિને અંધકવૃષ્ણુિ પ્રમુખ અને સુવીરને ભેજવૃષ્ણિ પ્રમુખ પુત્ર થયા. અંધકવૃષ્ણિને સુભદ્રા નામની પત્નીથી (૧) સમુદ્રવિજય, (૨) અક્ષેભ્ય, (૩) તિમિત, (૪) સાગર, (૫) હિમવાનું, (૬) અચળ, (૭) ધરણ, (૮) પૂરણ, (૯) અભિચંદ્ર અને (૧૦) વસુદેવ એ નામના દશ પુત્ર થયા. આ દશ “દશાહના નામથી પ્રસિદ્ધિ પામ્યા. સમુદ્રવિજયની શિવા નામની પત્નીએ નેમિનાથને (કે જેમને અરિષ્ટનેમિના નામથી પણ ઓળખવામાં આવે છે તેમને) જન્મ આપ્યું. એમને જેને બાવીસમા તીર્થંકર તરીકે માને છે. વસુદેવને દેવકીથી સાત પુત્ર થયા. તે પૈકી છેલ્લા પુત્ર કૃષ્ણના નામથી વિખ્યાત છે. આ કૃષ્ણનું બીજું નામ ગેવિન્દ પણ છે.
મુક્તિ-મહિલાની દૂતીરૂપ દીક્ષા ગ્રહણ કરી, કેવળજ્ઞાનને પ્રાપ્ત કરી અને તીર્થ પ્રવર્તાવી પિતાના તીર્થંકર-નામ-કર્મને ચરિતાર્થ કરનાર શ્રી નેમિનાથને તેમજ તેમના સમગ્ર શ્રમણ-મણડળને શ્રીકૃષ્ણ એક વેળા દ્વાદશાવર્ત વંદના કરી. પછી શ્રીકૃષ્ણ પ્રભુને કહ્યું કે મુનિઓને વન્દન કરવાથી આજે મને એટલે બધા થાક લાગે છે કે જેટલે ૩૬૦ યુદ્ધ કરતાં પણ મને લાગ્યું નથી. સર્વ ઉત્તર આપે કે હે વાસુદેવ! તમે આજે પુષ્કળ પુણ્ય, ક્ષાયિક સમ્યક્ત્વ અને તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યો છે. વિશેષમાં તમે સાતમી નરકને એગ્ય એવા કર્મપુદ્ગલેને ખપાવીને ત્રીજી નરકને એગ્ય આયુષ્ય-કર્મ બાંધ્યું છે કે જેને તમે આ ભવના અન્તમાં નિકાચિત કરશે. આ સાંભળીને શ્રીકણે જવાબ આપે. કે હે નાથ ! એમ હોય તે ફરીથી હું મુનિવરેને વન્દન કરું કે જેથી નરકના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org