SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ કાવ્ય-મીમાંસા, ગયા, પરંતુ તેમની માતાએ કિલ્લા ઉપર ચડીને શત્રુઓ તરફ વાંકી દૃષ્ટિએ જોયું એટલે તેઓ ક્ષોભ પામી ગયા અને તેમને શરણે આવી તેમને પગે લાગ્યા. ધર્મચક્રની નેમિરૂપ હોય તે નેમિ કહેવાય એ ઉપરથી બાવીસમા તીર્થંકરના નામનો સામાન્ય અર્થ સમજી શકાય છે. અત્ર વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ રવમમાં અરિષ્ટ રસનું ચક્ર આકાશમાં ઉછળતું દીઠું. | સર્વ ભાવને જે જાએ તે પાર્થ કહેવાય એ ત્રેવીસમા તીર્થંકરના નામને સામાન્ય અર્થે છે. તેની વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી એક દિવસ રાત્રે અંધારામાં તેમની માતાએ પોતાની પાસે થઈને જતો સર્પ જે. સર્ષના માર્ગમાં પતિને હાથ છે એ જતાં તેણે તેનો હાથ ઊંચકી લીધે. આથી જાગીને તેણે કહ્યું કે હે દેવી! મારો હાથ તમે કેમ ઊંચો કર્યો ત્યારે રાણીએ જવાબ આપ્યો કે અહિંઆ થઈને સર્પ જતો હતો. રાજાએ દી મંગાવી તપાસ કરી તો તે વાત સાચી નીકળી. આથી રાજાએ વિચાર્યું કે આ ગભનો પ્રભાવ છે. જ્ઞાનાદિક ગુણે કરીને વૃદ્ધિ પામે તે વર્ધમાન કહેવાય એ ચોવીસમા તીર્થકરના નામને સામાન્ય અર્થ છે. વિશેષતા એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી તેમને માતપિતાની અદ્ધિની વૃદ્ધિ થઈ. આ પ્રમાણેને ચોવીસે તીર્થકરોનાં નામને સામાન્ય તેમજ વિશેષ અર્થ છે. તેમાં ઉપસંહારરૂપે વિશેષ અર્થ ઉપર પ્રકાશ પાડનારી આવશ્યકસૂત્રની નીચે મુજબની ૧૦૮૦ થી ૧૦૯૧ સુધીની ગાથાઓ અત્ર આપવી અનાવશ્યક નહિ ગણાય. " उरूसु उसभलंछण उसभं सुमिणमि तेण उसभजिणो । अक्खेसु जेण अजिआ जणणी अजिओ जिणो तम्हा ॥ अभिसंभूआ सासत्ति संभवो तेण वुच्चई भयवं । अभिणंदई अभिक्खं सक्को अभिणंदणो जेण ॥ जणणी सव्वत्थ विणिच्छएसु सुमइत्ति तेण सुमइजिणो। पउमसयणमि जणणीइ डोहलो तेण पउमाभो ॥ गब्भगए जं जणणी जाय सुपासा तओ सुपासजिणो । जणणीऍ चंदपियणमि डोहलो तेण चंदाभो । सव्वविहीसु अ कुसला गब्भगए तेण होइ सुविहिजिणो । पिउणो दाहोवसमो गभगए सीयलो तेणं ॥ महरिहसिज्जारुहणंमि डोहलो तेण होई सिजंसो। पूएइ वासवो जं अभिक्खणं तेण वसुपुजो॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy