________________
ઉપઘાત. માતાએ આકાશમાં જેનો અંત ન આવે એવડા મોટા અને ભમતું જોયું તથા અનેક રોની માળા જોઈ. વળી તેણે અનંત ગાંઠના દેરા કરી બાંયા અને એમ કરીને લેકિને તાવ કર્યો. આ બધે ગર્ભને પ્રભાવ જોતાં અનન્ત' નામને વિશેષ અર્થ જોઈ શકાય છે. * દુર્ગતિમાં પડતા જીને જે ધારણ કરે—બચાવે તે ધર્મ કહેવાય એ પંદરમાં તીર્થકરના નામનો સામાન્ય અર્થ છે. આ પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યાર પછી તેમની માતા દાનાદિક ધાર્મિક ક્રિયામાં વિશેષ ભાગ લેવા લાગી એ વાતને ધ્યાનમાં લેતાં ધર્મનાથનું નામ ચરિતાર્થ થાય છે.
જે શાન્તિસ્વરૂપી હોય અથવા જે શાન્તિદાયક હોય તે શાન્તિ કહેવાય એ સોળમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમના પ્રભાવથી તેના નગમાંથી મરકીને ઉપદ્રવ શાન્ત થયે એ એના નામની વિશેષતા છે.
- પૃથ્વી ઉપર જે રહે તે મુજુ એ સત્તરમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. એને વિશેષ અર્થ એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાએ સ્વમમાં રતન તૂપ પૃથ્વીને વિષે દીઠે તથા વળી ગર્જના પ્રભાવથી તેના પિતાના શત્રુઓ જુના જેવા નાના બની ગયા. આ ઉપરાંત દેશમાં કુન્દુ જેવા નાના જીવની પણ જ્યણા (યતના) થવા લાગી. આથી પ્રભુના નામની વિશેષતા જોઈ શકાય છે.
જે સર્વોત્તમ મહાસત્ત્વવાળા કુળમાં ઉત્પન્ન થઈ તેની અભિવૃદ્ધિ કરે તે અર કહેવાય એ અઢારમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. પ્રભુ ગર્ભમાં આવતાં તેમની માતાએ સ્વમમાં રતોનો મને હક તેમજ વિશાળ અર (આરો) જે તે ઉપરથી પ્રભુના નામની વિશેષતા સૂચવાય છે.
પરીષહ તેમજ રાગ-દ્વેષરૂપી મને જીતનાર તે મલ્લિ કહેવાય એ ઉપરથી ઓગણસમા તીર્થંકરના નામનો સામાન્ય અર્થ સમજી શકાય છે. પ્રભુ ગર્ભમાં આવ્યા ત્યારે તેમની માતાને છએ તુનાં પુષ્પોની માળાની શય્યામાં સુવાનો દેહદ થયે. દેવોએ તેમને આ મરથ પૂર્ણ કર્યો. આ પ્રકારનો ગર્ભને પ્રભાવ જાણીને તેમનું “મદ્વિ” એવું નામ પાડવામાં આવ્યું છે તેની વિશેષતા છે.
જગતની ત્રિકાલ અવસ્થાનું મનન કરે તે મુનિ' અને જેનાં તે સુન્દર હેય તે સુવ્રત' કહેવાય એ બે ઉપરથી વીસમા તીર્થંકરના મુનિસુવ્રત નામનો સામાન્ય અર્થે સૂચિત થાય છે. અત્ર વિશેષતા એ છે કે તેમની માતા તેઓ ગર્ભમાં આવ્યા ત્યાર પછી વિશેષતા વ્રતનું પાલન કરવા લાગ્યા.
પરીષહ તેમજ ઉપસિગને નમાવી દેનારા નમિ કહેવાય એથી એકવીસમા તીર્થ કરને સામાન્ય અર્થ જોઈ શકાય છે. વિશેષતા તો એ છે કે પ્રભુ ગર્ભમાં આવ્યા પછી તેમના પિતાના વૈરી રાજાઓએ તેમના નગરને ઘેરો ઘાલે. આ વખતે તેમના પિતા ભયભીત બની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org