________________
ઉપોદઘાત,
આ કલહના નિર્ણયની હકીકત એ છે કે પ્રભુના ગામમાં બે વણિક-સ્ત્રીઓ વસતી હતી. તેમાં નાનીને પુત્ર હતો, જયારે મોટી વધ્યા (વાંઝણ) હતી. પરંતુ પુત્રનું પાલન તો બંને સ્ત્રીઓ કરતી હતી. એવામાં તેમનો પતિ મરી ગયે એટલે ધનની લાલચે મોટી કહેવા લાગી કે આ પુત્ર તો મારો છે, વાસ્તે બધું ધન મને મળવું જોઇએ. વળી નાનીને તે આ પુત્ર હોવાથી તે પણ તેમ કહેવા લાગી. એ પ્રમાણે આ બે સ્ત્રીઓ વચ્ચે ટટ થયે, તેથી તેઓ વઢતી વઢતી રાજદરબારમાં ગઈ. તે વખતે ગર્ભના મહિમાથી રાણીને ચુકાદો આપવાની શુભ મતિ ઉત્પન્ન થઈ. તેથી તેણે તે બંનેને કહ્યું કે તમે બંને ધનને અડધે અડધ વહેંચી લે તેમજ પુત્રના પણ બે ભાગ કરી એક એક લઈ લે. આ સાંભળતાં જ નાની સ્ત્રી બોલી ઊઠી કે મારે ધન જોઇતું નથી. વળી પુત્રના કંઇ બે ભાગ થાય નહિ, વાસ્ત એ પુત્ર આ ટી સ્ત્રીનો હોય તો પણ તે માટે જ છે. તે સાંભળીને રાણીએ ચુકાદો આપે કે આ છોકરો નાની સ્ત્રીને છે, કેમકે પુત્રનું મરણ થવાને પ્રસંગ આવી પહોંચતાં પણ મોટી ચૂપ રહી. વાસ્તે આ છોકરે તેમજ તમામ ધન અને હવાલે કરવું અને મોટીને ઘરમાંથી કાઢી મૂકવી.
પદ્મના જેવી પ્રભા છે જેની તે પદ્મપ્રભ એવો પદ્મપ્રભને સામાન્ય અર્થ દરેક તીર્થંકર પરત્વે ઘટી શકે છે, વાસ્તે તેનો વિશેષ અર્થ જોઈ લઈએ. ભગવાન ગર્ભમાં આવ્યા બાદ તેમની માતાને પવની શય્યામાં સુવાનો દેહદ ઉત્પન્ન થયે (આ દેહદ દેવોએ પૂર્ણ કર્યોતેથી તેમજ આ છઠ્ઠા તીર્થંકર પદ્મવર્ણી હેવાથી તેમને પદ્મપ્રભ કહેવામાં આવે છે.
સાતમા તીર્થંકરનું નામ સુપાર્શ્વ છે. આને ઔધિક (સામાન્ય) અર્થ તો એ છે કે જેની બન્ને બાજુએ સુન્દર હોય તે સુપા” કહેવાય. એમની માતાના બન્ને પડખાં રેગ–પ્રતિ હતાં, પરંતુ ભગવાન ગર્ભમાં આવ્યા ત્યારે તેમના પ્રભાવથી તે સાર થઈ ગયાં એથી કરીને આ પ્રભુને સુપાર્શ્વ કહેવામાં આવે છે.
ચન્દ્રના જેવી ( સૌમ્ય) પ્રલે છે જેની તે ચન્દ્રપ્રભ એ આઠમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. ભગવાન્ ગર્ભમાં આવતાં તેમની માતાને ચન્દ્રનું પાન કરવાને દેહદ ઉત્પન્ન થે, તેથી તેમજ તેમનો વર્ણ ચન્દ્રના જેવો હોવાથી તેમના સંબંધમાં આ નામ વિશેષતઃ ચરિતાર્થ થાય છે.
સુન્દર છે વિધિ (કૌશલ્ય, જેનું તે સુવિધિ” કહેવાય એ વ્યાખ્યા તો સમરત જિનવરોના સંબંધમાં ઘટી શકે છે. પરંતુ આ નવમા તીર્થંકરના નામની વિશેષતા તો એ છે કે તેઓ ગર્ભમાં આવતાં તેમની માતા દરેક કાર્યને વિષે વિશેષ કુશળ બની.
જે દતદાર તેમજ દુશ્મન પ્રતિ શીતલ ગૃહ જેવા હોય તે “શીતલ” કહેવાય એ દશમા તીર્થંકરના નામને સામાન્ય અર્થ છે. અત્ર વિશેષતા તો એ છે કે એમના પિતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org