SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બપભકિસૂરિજીનું જીવન-વૃત્તાન, ત્યાગ કરું છું. ત્યાર પછી ગુરૂની આજ્ઞાનુસાર વિહાર કરી તેઓ આમ રાજા પાસે આવી પહોંચ્યા. રાજાએ તેમને ઘણે સત્કાર કર્યો અને તેમને સિંહાસન ઉપર બેસાડી પ્રાર્થના કરી કે આ મારું રાજય આપ રવીકારો. ત્યારે સૂરિજીએ કહ્યું કે દેહને વિષે પણ નિરપૃહ એવા સાધુને રાજયથી શું? આ સાંભળીને આમ રાજા આશ્ચર્યાબિત થશે. પછીથી તેણે સૂરિજીના ઉપદેશાનુસાર ૧૦૧ હાથ ઊંચે જૈન પ્રાસાદ કરાવ્યો અને તેમાં અઢાર ભાર સુવર્ણની મહાવીર પ્રભુની મૂર્તિ પધરાવી. આની પ્રતિષ્ઠા બપ્પભદિને હાથે થઈ. આ મંદિરને મૂલ મષ્ઠ૫ ૨૩ હાથ ઊંચો બનાવવામાં આવ્યું અને તે તૈયાર કરવામાં સવા લાખ સેનૈયા (સુવર્ણ ટંક)ને ખર્ચ થ. રાજાના હાથી ઉપર આરૂઢ થઈ છત્ર અને ચામરથી અલંકૃત બની રાજસભામાં આવતા એવા બપ્પભદિસરિજીને રાજ સિંહાસન ઉપર બેસતા જોઇને કેટલાક બ્રાહ્મણે નારાજ થતા હતા. એક દિવસ તેમણે રાજાને વિનતિ કરી કે આ શુદ્ર શ્વેતામ્બર આ સિંહાસનને લાયક નથી. વાસ્તે આ સિંહાસનથી નીચું એક બીજું સિંહાસને બનાવો કે જેના ઉપર એ બેસે. રાજાએ બીજે દિવસે એ પ્રમાણે કર્યું. આ જોઈને સૂરિજીએ અભિમાન કરવો યુકત નથી, એમ તેને નિસ-લિખિત પઘ દ્વારા સમજણ પાડી. 'मर्दय मानमतङ्गजदर्प, विनयशरीरविनाशनसर्पम् ।। क्षीणो दर्पाद् दशवदनोऽपि, यस्य न तुल्यो भुवने कोऽपि ॥१॥" –માત્રામક. અર્થાત વિનયરૂપ દેહને વિનાશ કરવામાં રાપરૂપ એવા અભિમાનરૂપી હાથીના મદનું તું મર્દન કર. વિશ્વમાં જેની સમાન કોઈ હતું નહિ એ દશમુખ (રાવણ) પણ અભિમાન (કરવા)થી નાશ પામી ગયે. આ સાંભળીને તે લજજા પામી ને અને તેમની ક્ષમા યાચી. એ વાત તો આપણે ઉપર જોઇ ગયા છીએ કે આમ રાજને શ્રીબપ્પભદિસૂરિની સાથે ઘણો ગાઢ સ્નેહ બંધાયે હતો. આથી કરીને તેઓ બંને વચ્ચે ઘણી ઘણી જાતની વાત ચિત થતી હતી. એકદા એ પ્રસંગ બને કે આમ રાજાએ પોતાની પતીને જ્ઞાન મુખવાળી જોઈ, તેથી તેણે તે વિષે રસુરિજીને નીચે મુજબની સમસ્યા પૂછી – ૧ સરખાવો– " भक्त भरूस्य लोकस्य, विकृतीश्चाखिला अपि । માગરમ નવ મોડદ-મનું નિયમપ્રદz ” ––બપભક્ટિ-પ્રબંધ, લો. ૧૧૩. ૨ સરખાવો શ્રીપભટ્રિ-પ્રબંધન નિમ્નલિખિત ૧૪ર લોક – "एवमभ्यर्हितो राज्ञा, गच्छन् सच्छनचामरः । राजकुञ्जरमारूढो, मुख्यसिंहासनासनः ॥" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy