SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપઘાત. પુત્ર સુયશાને નન્દન આમ પિતાના પિતાશ્રીએ કહેલાં શીખામણનાં કડવાં વચનથી કોપાયમાન થઈ રીસાઇને ત્યાં આવી ચડ્યો. ત્યાં તેને બપભદ્રિજીએ બેલા અને પછી તે આ મુનિજીની પાસે પ્રશરિતક કાવ્યો વાંચવા લાગ્યા. આમ કુમાર કાવ્યરસિક હોવાથી તેને મુનિજીની સાથે મિત્રતા થઈ. ત્યાર પછી તે બંને જણા સિદ્ધસેનસૂરિજીની પાસે ઉપાશ્રયમાં આવ્યા. એટલે આમ કુમારને સૂરિજીએ તેને વૃત્તાંત પૂછે. તેમાં તેને પિતાનું નામ કહેવાનો પ્રસંગ આવતાં તે ઉત્તમ પુરૂષ હોવાને લીધે તેણે મુખથી પિતાના નામનો ઉચ્ચાર ન કરતાં ખડી વડે પિતાનું નામ લખી જણાવ્યું. આથી શ્રીસિદ્ધસેન સૂરિ તેમના ઉપર પ્રસન્ન થયા અને તેને પણ શાસ્ત્રનો અભ્યાસ કરાવવા લાગ્યા અને ૭ર કલાઓ પણ શીખવી. આવી રીતે સમય વ્યતીત થતો હતો તેવામાં એક દિવસ એવો પ્રસંગ બન્યું કે આમ કુમાર પોતાના અહી બપ્પભટિને કહેવા લાગે કે મને જ્યારે રાજય મળશે ત્યારે તે હું તમને આપીશ. કેટલોક કાળ વીત્યા બાદ તેના પિતાશ્રી માંદા પડ્યા એટલે રાજયાભિષેકને માટે આમ કુમારને બોલાવી લાવવા તેણે પ્રધાનોને મોકલ્યા. પ્રધાનોએ તેને તેના પિતાની હકીકત કહી સંભળાવી એટલે તદનુસાર સૂરિજીની રજા લઈને આમ પિતાના પિતા પાસે આવી પહોંચ્યા. ત્યાં તેનો રાજયાભિષેક કરવામાં આવ્યું. થોડા દિવસ પછી તેના પિતાને સ્વર્ગવાસ થશે તેની આમે ઉત્તર–ક્રિયા કરી. પિતાને રાજય મળ્યું હોવાથી તેણે પિતાના મિત્ર બપભદિને તે રાજય-ગ્રહણ કરવા માટે તેડાવ્યા અને તેમના આગમન પછી તેમને સિંહાસન ઉપર આરૂઢ થવા વિજ્ઞપ્તિ કરી. આના ઉત્તર તરીકે તેમણે કહ્યું કે મને હજી સૂરિ–પદ મળ્યું નથી એટલે મારો સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી. આ વાત સાંભળીને તે નૃપતિએ શ્રીસિદ્ધસેનસૂરિની પાસે મેહેરક ગામમાં બપભદિને પ્રધાન સહિત મોકલ્યા અને તેમને સૂરિ–પદ આપી પાછા મોકલવા વિનતિ કરી. તે વિનતિને સ્વીકાર થવાથી બપ્પભદ્રિ સૂરિપદથી અલંકૃત થયા. આ બનાવ વિ. સં. ૮૧૧ માં વૈશાખ માસમાં કૃષ્ણ પક્ષમાં અષ્ટમીને દિને બન્યો, એટલે કે ઘણી નાની ઉમરમાં બપ્પભટિ આચાર્ય થયા. આ સમયે તેમના ગુરૂએ તેમને શીખામણ આપી કે તારો ઘણો રાજસકાર થનાર છે અને બ્રહ્મચર્ય પાળવામાં યૌવન તેમજ રાજ-પૂજા એ બે અનર્થકારી છે, વાતે તારે ખૂબ સંભાળીને વર્તવું. આ સાંભળીને શ્રીમાન બપ્પભટિએ એવો નિયમ લીધે કે જીવન પર્યંત હું ભક્ત લેકના ભક્ત (આહાર ) ને અને સર્વ ‘વિકૃતિને આજથી ૧ પ્રબન્ધ–કેષમાં બમ્પટ્ટિને સૂરિ-પ૬ વિ. સં. ૮૫૧માં એપાયાનો ઉલ્લેખ છે. જુઓ શત્રુંજયતીર્થોદ્ધાર-પ્રબંધ (પૃ૦ ૪૨). ૨ (૧) દૂધ, (૨) દહીં, (૩) ઘી, (૪) તેલ, (૫) ગોળ, અને (૬) કડાવિગય (તાવડામાં તળાઈને ઉપર આવે તેવા પકવાન) એ ઉપર્યુક્ત છ વિકૃતિ (વિગઈ) છે. માંસ મદિરા, માખણ અને મધ એ ચાર ભાવિકૃતિઓ છે અને તેનો ત્યાગ તે શ્રાવક પણ કરેજ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004891
Book TitleChaturvinshatika
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2006
Total Pages348
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy