________________
બપ્પભદિસૂરિજીનું જીવનવૃત્તાન્ત કર્યો. તેઓ પ્રતિદિન એક હજાર ક્લેક કંઠે કરવા લાગ્યા. આવી તેમની તીવ્ર બુદ્ધિ જોઇને સૂરિજી બહુ પ્રસન્ન થયા.
કેટલાક સમય વીત્યા બાદ તેમની સાથે સૂરિજી વિહાર કરતા કરતા દ્રમ્બાઉધી નગરે પધાર્યા અને સુરપાલના માતા-પિતા પાસે આ તેમના પુત્રની માંગણી કરી. આ તેમને એકને એક પુત્ર હોવાથી પ્રથમ તો તેમણે ના પાડી; પરંતુ સૂરિજીએ તેમને સમજાવ્યા કે આ પુત્ર દ્વારા જૈનશાસનને ઘણો પ્રભાવ વધશે અને તેમ થતાં તમારી કીર્તિ પણ અમર થશે, આ સાંભળીને તેઓએ હા પાડી, પરંતુ એટલી સૂચના કરી કે અમારા પુત્રને દીક્ષા આપે ત્યારે તેનું નામ બપ્પ–ભદિ રાખશે. સૂરિજી વિહાર કરતાં પાછા મેરક ગામમાં આવ્યા અને ત્યાં તેમણે સૂરપાલને વિ. સં. ૮૦૭ માં વૈશાખ શુક્લ તૃતીયાને દિને દીક્ષા આપી. તેમને લેકે ભદ્રકીર્તિના નામથી ઓળખવા લાગ્યા, પરંતુ તેમનું બપ્પભક્ટિ નામ પ્રસિદ્ધિમાં આવ્યું. સંઘની પ્રાર્થનાથી સૂરિજી ચતુમોસ ત્યાં રહ્યા. - બપ્પભદ્ધિની યોગ્યતા જોઈને એક દિવસે સૂરિજીએ તેમને સરસ્વતી દેવીને મંત્ર આપે. તેમણે આને યથાવિધિ જાપ જ, તેથી રાત્રિએ ગંગા નદીમાં નિર્વસ્ત્ર રનાન કરતી દેવી તેમની સમીપ આવીને ઊભી રહી. એને જોઈને તેમણે મુખ ફેરવી નાખ્યું. એટલે સરસ્વતીએ કહ્યું કે તે મુખ કેમ ફેરવી નાંખ્યું ? તારા જાપથી આકર્ષાઈને હું તને વરદાન આપવા આવી છું, વાસ્તે તું વર માંગ. એના પ્રત્યુત્તરમાં બપ્પભટ્ટજીએ કહ્યું કે હે માતા! તારું વિસદૃશ રૂપ હોવાથી તારી સામે હું કેવી રીતે જોઉં, તું વસ્ત્ર–રહિત છે તે તરફ નજર કર. સરસ્વતીએ પિતાને નિર્વસ્ત્ર જોઇને કહ્યું કે તારા મત્ર-જાપથી મને આકર્ષણ થતાં હું બીજી બધી વાત ભૂલી જઈ એકદમ તારી સમીપ આવી છું; તું વરદાન માંગવામાં પણ નિઃસ્પૃહ છે એ જાણું વધારે તુષ્ટ થઈ છું. વાતે તારી ઇચ્છા થાય ત્યારે તું મને બોલાવજે, હું આવીશ એમ કહી તે ચાલી ગઈ.
ગૌડવધ' નામના પ્રાકૃત કાવ્યના કર્તા કવિ વાકપતિના સમકાલીન થી બપ્પભદિસૂરિજીના જીવનને ‘કાન્યકુન્જના અધિપતિ આમ રાજાના અને તેમના સમસામાયિક પા” વંશીય ગૌડપતિ પ્રસિદ્ધ ધર્મ રાજાના જીવન સાથે વિશેષ સંબંધ લેવાથી હવે તે દિશામાં પ્રયાણ કરવામાં આવે છે.
એક વખત મુનિરાજ શ્રીબમ્પટિ ગામ બહાર ગયા હતા તેવામાં વરસાદ પડ્યો એટલે તેઓ દેવકુલ (દહેરા)માં ગયા; થોડીક વારમાં ગોપગિરિના પૃથ્વી પતિ શેવર્માને
૧ ઉપદેશ-રવાકરમાં પણ આ પ્રમાણે ઉલ્લેખ છે. ૨ સરખાવો
“લારા , મર્સિરિસિ પુતY तत्पित्रोः प्रतिपन्भेन, पूर्वाख्या तु प्रसिद्धभूः॥"
-બપભદિ-બંધ, લો૦ ૨૯–૩૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org