________________
ચતુર્વિશતિકા.
[ ૧૧ શ્રીશ્રેયાંસશકાય છે કે દેવ-દેવીના સંબંધમાં જે ચાર હાથે ઈત્યાદિનો ઉલ્લેખ કરવામાં આવે છે, તે તેનું ઉત્તર વૈક્રિય રૂપ છે. પરંતુ એ નિવેદન કરવું અસ્થાને નહિ ગણાય કે (૧) તેમનો દેહ આપણું માફક ઔદારિક નથી, પરંતુ વૈકિય છે (૨) તેમનો જન્મ આપણી જેમ ગર્ભજ નથી, કિન્તુ તે ઔપપાતિક છે; (૩) તેમને આહાર આપણી માફક કાવલિક નથી, પણ તેઓ મને ભક્ષી હોવાથી તે લોમજ છે; (૪) તેમની ભાષા સંસ્કૃત છે એમ લોકો માને છે, પણ ખરી રીતે તે ભાષા અર્ધમાગધી (અઢાર દેશી ભાષામિશ્રિત ) છે (આ ભાષામાં બોલવાથી અહિંના બાલ, વૃદ્ધ, સ્ત્રી વગેરે સમજી શકે ); (૫) તેઓ નિર્નિમેષ છે અર્થાત્ તેમની આંખે આપણી માફક પલકારા મારતી નથી; (૬) તેઓ જ્યારે આ મર્ચ લોકમાં આવે છે, ત્યારે તેઓ પ્રાયઃ ઉત્તર રૂ૫ ગ્રહણ કરે છે અને જમીનથી કંઈક ઊંચા-અદ્ધર રહે છે; (૭) તેમનું દર્શન અમોઘ છે; અને (૮) તેમનું વર્ણન પગથી શરૂ કરવામાં આવે છે, જ્યારે માનવનું મસ્તકથી કરવામાં આવે છે. પદ્ય-ચમત્કાર–
આ પદ્ય છઠ્ઠા પદ્યની જેમ પાદાંતસમચતુરક્ષરપુનરાવૃત્તિ નામના શબ્દાલંકારથી શોભી રહ્યું છે, કેમકે તેના પ્રત્યેક ચરણમાં છેવટના ચાર અક્ષરની સમાનતા જોવામાં આવે છે.
જિ
૧ દેવતાઓ અમૃતનું ભોજન કરે છે એ કથન લૌકિક છે, પરંતુ તે શાસ્ત્રોક્ત નથી; છતાં પણ તેઓ શુભ પુદગલો ગ્રહણ કરતા હોવાથી તે પુદગલોને અમૃત ગણવામાં આવે તો તે હરકત જેવું નથી.
૨ સૂર્ય અને ચન્દ્ર મૂળ મહાવીર પ્રભુને વન્દન કરવા આવ્યા હતા, એ વાતનું સૂચન કરવાને માટે અત્ર “પ્રાયઃ' શબ્દનો પ્રયોગ કર્યો છે.
૩ સરખાવો–“માનવા તો ઘv, પુનઃ” "વિમાનમાં બેસીને (આ ઉમેરીને વાંચવું)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org