________________
૬૮
ચવશતિકા.
[૧૦ શ્રી શીતલકેપ-કદર્થના
ધર્મરૂપી વૃક્ષને બાળી નાંખવામાં દાવાનલની ગરજ સારનાર, નીતિરૂપી લતાને ઉખેડી નાખવામાં કુંજરસમાન, કીર્તિરૂપી ચન્દ્ર-કલાને પરાસ્ત કરવામાં રાહુની બરોબરી કરનાર, સ્વાર્થરૂપી મેઘને વિખેરી નાંખવામાં વાયુના જેવો અને આપત્તિરૂપી તૃષ્ણને વધારવામાં તાપસમાન એવા કોપને કોણ ચાહે વારૂ?' છતાં પણ એ પણ વળી આ સંસારની વિચિત્રતા છે કે કારણ વિના પણ કોપ કરનારા અસ્તિત્વ ધરાવે છે. કહ્યું પણ છે કે –
"तं नत्थि घरं तं नत्थि राउल देउलं पि तं नथि ।
जत्थ अकारणकुविआ दो तिन्नि खला न दीसंति ॥" અર્થ-એવું કોઈ ઘર નથી, તેમજ એવું કોઈ રાજકુલ કે દેવકુલ નથી, કે જ્યાં કારણ વિના કોપ કરનારા બે ત્રણ દુર્જને દષ્ટિગોચર નહિ થાય. ' અરે આવા દુર્જનોની વાત તો બાજુ ઉપર રહી, પરંતુ હોઠને કંપાવનાર, નેત્રને લાલચળ બનાવનાર અને મુખ-કમલને પ્રસ્વેદ (પસીના)થી આÁ કરનારા એવા કોપ-જવરના સપાટામાં સજજને પણ સપડાઈ જાય છે. વધુ વિચાર કરતાં એ પણ વાત ધ્યાન–બહાર નહિ રહે કે ઉગ્ર તપસ્યા કરનારા મુનિવરોની પણ કોપ દુર્દશા કરે છે. આ સંબંધમાં નીચેનો શ્લોક વિચારવા જેવો છે. તેમાં કહ્યું છે કે
- “ દુવિઘ, તેલ પારિવા
જોધ પુનઃ ના, પૂર્વ દોડતં તા' અર્થા–એક દિવસ તાવ આવવાથી તે છ મહિનાનું શરીરનું તેજ નાશ પામે છે, જ્યારે કોય તો એક ક્ષણમાત્રમાં પૂર્વકોટિ વર્ષો વડે ઉપાર્જન કરેલી તપસ્યાને વિનાશ કરે છે. ' અરે, આટલેથી પણ કોઇ સંતૃપ્ત થતો હોય, તો ઠીક છે. પરંતુ તે તો વળી આનાથી પણ એક પગલું આગળ વધે છે અને કોઈ કોઈ વાર મહાતપસ્વી મુનિઓને નરકના અતિથિ બનાવે છે. આ વાતની પુષ્ટિમાં કહેવાનું કે–
“તમિર્ખશમુ- તપુ ગુના
करटोत्करटौ कोपात्, प्रयातौ नरकावनीम् ॥" ૧ સરખાવો શ્રી સોમપ્રભસૂરિકૃત નિગ્ન-લિખિત પદ્ય –
“ यो धर्म दहति दुम दव इवोन्मध्नाति नीति लता
दन्तीवेन्दुकलां विधुन्तुद इव क्लिश्नाति कीति नृणाम् । स्वार्थ वायुरिवाम्बुदं विघटयत्युल्लासयत्यापदं તૃri ઘર્ન ટુવીનિતઃ તજવઃ રોઃ થ? ”-શાર્દુલ
–સિદૂર-મકર, પઘાંક ૪૮. ૨ સંસ્કૃત-છાયા—
तमास्ति गृहं तन्नास्ति राजकुल देवकुलमपि तन्नास्ति ।
यत्राकारणकुपिता द्वित्राः खला न दृश्यन्ते । ૩ “પૂર્વ' એ સંખ્યા-વિશેષ છે. ૧ પૂર્વ ૭૦૫૬૦,૦૦૦,૦૦૦,૦૦૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org