SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીચતુર્વિશતિજિનાનન્ટરસ્તુત [૯ શ્રીસુવિધિ બ્લેકાર્થ સુતારા દેવીની સ્તુતિ' હે દેવી! જેણે પિતાની) નિર્મલ વાણીના વૈભવ વડે ઉત્તમ અમૃતને (પણ) પરાભવ પમાડે છે એવી (અર્થાત્ જેનું વચન અમૃત કરતા પણ અધિક છે એવી), વળી જેને મુખરૂપી સુચન્દ્ર રૂડી રીતે ઉદય પામે છે એવી (અર્થાત્ જેનું વદન શર૬ તુમાંના આધિન શુકલ પૂર્ણિમાના ચન્દ્રને પણ લીલામાત્રમાં જીતી લે છે એવી), તથા વળી (ભકત અને યોગ્ય ( વસ્તુ) અર્પણ કરવામાં ( કલ્પવૃક્ષના સમાન) સમર્થ એવી, તેમજ સત્યવતી તથા હર્ષિત એવી તું સુતારકા (દેવી) મનુષ્યને ઉપદ્રવ કરનારી એવી અસારભૂત સેનાને નાશ કર.”—૩૬ સ્પષ્ટીકરણ સુતારકા (સુતારા) દેવી સુતારક' કહે કે “સુતારા” કહો તે બને એકજ છે, કેમકે આ તે નવમા તીર્થંકર શ્રીસુવિધિનાથની શાસન-દેવી છે. એને ગૌર વર્ણ છે અને એને વૃષભનું વાહન છે. વિશેષમાં એને ચાર હાથ છે. તેના જમણે બે હાથમાં વરદ અને અક્ષ–સૂત્ર છે, જ્યારે ડાબા બે હાથમાં કળશ અને અંકુશ છે. આ વાતની પુષ્ટિમાં કહેવાનું કે "वृषभगतिरथोघञ्चारुबाहाचतुष्का शशधरकिरणाभा दक्षिणे हस्तयुग्मे । घरदरसजमाले बिभ्रती चैव वामे खुणिकलशमनोज्ञा स्तात् 'सुतारा' महईयै "-मालिनी –આચાર પત્રાંક ૧૭૬. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004890
Book TitleChaturvinshati Jinanand Stuti
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherAgamoday Samiti
Publication Year1929
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy