________________
પ્રસ્તાવના
કરતાં એવાં રૂપ ત્યાં માલુમ પડે છે, પરંતુ એ વાત પણ અત્ર લાગુ પડતી નથી. આથી કરીને “સ” એ ઉપસર્ગને દ સાથે સંબંધ છે એમ ન માનીએ–તેને પૃથક ગણીએ તેજ આ પ્રેગની શુદ્ધતા સંબંધી શંકા દૂર થઈ શકશે એમ લાગે છે. શ્રીવિનયેલાભગણિને વૃત્તાન્ત
શ્રીવિનયલાભગણિ પાઠક (ઉપાધ્યાય) શ્રીવિનયપ્રમોદના વિનેય (શિષ્ય) થાય છે અને તેમણે આ શ્રીભક્તામર સ્તોત્રની સમસ્યાબંધ રચના કરી છે એટલી હકીકત પ્રશસ્તિ ઉપરથી જાણું શકાય છે. આ ઉપરાંત તેમના જીવન ઉપર પ્રકાશ પાડનારૂં કોઈ પણ સાધન મારા જોવામાં કે જાણવામાં આવ્યું નથી.
અંતમાં પાઠક મહાશય આ પાવૈભકતામરના રચનારા શ્રીવિનયલાભગણિના નામગત વિનયને વિશિષ્ટ લાભ મેળવવા ભાગ્યશાળી બને એટલું ઈચ્છત તથા આ ગ્રન્થમાં જે કોઈ ગુટિઓ રહી ગઈ હોય તે બદલ સાક્ષર-સમુદાયની ક્ષમા યાચતો તેમજ તેમની તરફથી તદગ્ય સૂચનાઓની આશા રાખતો હું આ પ્રરતાવના પૂર્ણ કર્યું તે પૂર્વે પરિશિષ્ટ સંબંધી થોડે ઘણે વિચાર કરવા પ્રવૃત્ત થાઉં છું.
પ્રથમ પરિશિષ્ટમાંના ભારતી-વર્ણનની સમીક્ષા કરતાં તેના કર્તાની પ્રતિભા પ્રકટ થાય છે, પરંતુ ખેદની વાત એ છે કે આ રોગના ર૭માં પધમાં જે રત્નવર્ધનનું નામ નજરે પડે છે, તે મુનિવર સંબંધી નિર્ણય કરવા માટે તેમના ગુરૂવર્ય, તેમના શિષ્યરત્ન કે તેમના સમય સંબંધી કોઈ ઉલ્લેખ મારે જાણવામાં નથી. આથી આ કવિરાજ ક્યારે થયા, આ સિવાય તેમની અન્ય કોઈ કૃતિ છે કે નહિ ઇત્યાદિ જિજ્ઞાસા અતૃપ્તજ રહે છે.
૧ “પુત્વા િછણિ' (૭-૧-૨૮) એ અષ્ટાધ્યાચના વૈદિક પ્રક્રિયાના સૂત્રના યુગમા પાચિત્તા એ ઉદાહરણમાં આવું રૂપ દષ્ટિગોચર થાય છે.
૨ આ ગ્રન્થનું શુદ્ધિપત્ર આપવામાં આવ્યું છે, છતાં “જરતઃ હવનં સવાર માં મતિઃ ” એ મુજબ કઈ કઈ ભૂલ દષ્ટિપથમાં નહિ પણ આવી હોય. શ્રીભક્તામરસ્તાત્રની પાદપૂર્તિરૂપ પ્રથમ વિભાગમાં બે ત્રણ અશદ્ધિઓને નિર્દેશ કરવો રહી ગયો છે, તે તે સંબંધમાં અત્રે ઉલ્લેખ કરવા અસ્થાને નહિ ગણાય.
(અ) ઉપદધાતના સાતમા પૃષ્ઠમાં લગભગ અગતમાં વળી આ સંબંધમાં......પણ આ વાતની સાક્ષી પૂરે છે” એ પંક્તિ ભૂલથી દાખલ થઈ ગઈ છે, વાતે તે કાઢી નાંખવી. એને બદલે “સહસાવધાનશ્રીમુનિસુન્દરસૂરિકૃતિ ગુર્વાવલીના “ નિન થી શરૂ થતા ૨૭૫માં પધના ચતુર્થ ચરણગત “સણISળુભદ્વિમિઃ ”માં સામાસિક પદમાં પણ સધિ નહિ કરવાનું ઉદાહરણ વિચારી લેવું” એવો સુધારે કર. હજી સુધી આ ભૂલ તરફ તે કેઈએ મારું ધ્યાન ખેંચ્યું નથી, જયારે નિમ્નલિખિત બીજી બે ભૂલે તરફ મારું લક્ષ્ય પં. લાલચને પોતે લખી મોકલેલ અભિપ્રાય દ્વારા ખેંચ્યું છે. આ બદલ હું તેમને આભારી છું.
(આ) ૧૮૧ મા પૃષ્ઠમાં વાગભટાલંકારના કર્તા તરીકે મુનિવામ:' લખ્યું છે તેમાં મુનિ' શબ્દ ન જોઈએ.
(ઈ) ૧૮૨ મા પૃષ્ઠમાં પ્રભાવક ચરિત્રના કર્તા તરીકે શ્રીરામદૂઃિ ” એ જે ઉલ્લેખ નિર્ણપસાગરમાં છપાયેલ ગ્રન્થના મુખપૃષ્ઠ ઉપરથી કરવામાં આવ્યો છે તે અશુદ્ધ છે. શ્રીચન્દ્રપ્રભસૂરિને બદલે તેમના શિષ્ય-રત્ન શ્રીપ્રભાચન્દ્રસૂરિનું નામ જોઈએ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org