________________
પ્રસ્તાવના
બીજા અને ત્રીજા પરિશિષ્ય સંબંધી તેમજ છઠ્ઠા તથા સાતમા પરત્વે તે કર્તાના નામને પણ નિર્દેશ થઈ શકે તેમ નથી.
ચેથી પરિશિષ્ટના કર્તા દાનવિજય હેવાનું જણાય છે (જુઓ નવમું પદ્ય), પરંતુ તેમનો વિશેષ પરિચય કરાવનાર સાધન ન મળવાથી તેમના જીવન ઉપર પ્રકાશ પાડવા હું અસમર્થ છું. અલબત આ નામના અન્ય મુનિવરો છે, પરંતુ ફક્ત નામની ઐક્યતાથી શું સિદ્ધ થઈ શકે ?
પાંચમા પરિશિષ્ટગત શ્રીશારદા-સ્તોત્ર શ્રીવિજયકીર્તિના વિનય શ્રીમલયકીર્તિની કૃતિ છે. એમના જીવન ઉપર કેઈ સાધન પ્રકાશ પાડી શકે તેમ હોય તેનાથી હું અજ્ઞાત છું એટલે હું એમના સંબંધમાં શે વિશેષ નિર્દેશ કરી શકતો નથી. જોકે બારવ્રત વિચારના અંતમાં– કલશમાં વિજયકીતિનું નામ જોવાય છે, (પરંતુ એટલાજ ઉપરથી શે નિર્ણય થઈ શકે ?) કેમકે ત્યાં કહ્યું છે કે –
સંવત્ સતરે ચેતીર્સ (૧૭૩૪) સમUરે સુભ મહુરત સુભ વાર
સદગુરૂને વચને કરિ આદર્યા રે ધરમઈ યે યે કાર હિવ શિ (?) કલસ–ઈય ભાવસેતી સુણીય સુણુય ગુરૂ મુખિ આણિ સુધી આસતા
જે ટાલિ દૂષણ એહ ભૂષણ ધરે તનું સુખ સાસતા; વાચનાચારિજ વિજયકીરતિ સીસ પદ્મનિધાન એ. તસુ પાસિ પૂરી શ્રાવિકાયઈ ધર્યો વ્રત પરધાન એ
સંવત્ ૧૭૩૪ વર્ષે મિસિર સુદિ ૩.” અંતિમ પરિશિષ્ટના કર્તા પરત્વે તે છેક આવી નિરાશાજનક પરિરિથતિ નથી એટલું સાનન્દ કહી શકાય છે. કેમકે આ શ્રી પાર્શ્વનાથ- સ્તવનના કર્તા મુનિરાજ શ્રીશાન્તિકુશળ તપાગચ્છીય છે. તેમણે આ સ્તવનમાં તપગચ્છતિલક શ્રીવિજયસેનસૂરીશ્વરના ચરણ-કમલને તેમજ પોતાના ગુરૂવર્ય શ્રી વિનયકુશલને પ્રણામ કર્યો છે. વિ. સં. ૧૬૬૭ માં આ સ્તવને રચાયેલું છે.
મુનિરાજ શ્રી ચતુરવિજયે હરત-લિખિત પ્રતિ ઉપરથી આ ઉતારી મોકલ્યું ત્યારે મારા કે તેમના એ ધ્યાનમાં હતું નહિ કે આ “શ્રીયશોવિજ્ય ન ગ્રન્થમાલા' (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલા પ્રાચીન-તીર્થમાલા-સંગ્રહમાં મુદ્રિત થયેલું છે. આનું બીજી વારનું પ્રૂફ તપાસતાં એ તરફ મારું લક્ષ્ય ગયું તેથી મેં મુદ્રિત પુરતકમાં જે પાઠભિન્નતા હતી તેને ટિપ્પણ દ્વારા નિર્દેશ કર્યો છે. ગામોનાં નામે વિષે વિશેષ માહિતી નહિ હોવાથી આ રતવનમાં ખલના રહી ગઈ હશે તે બદલ હું ભૂગલાની ક્ષમા ચાહું છું અને તેઓ યોગ્ય સૂચનાઓ કરવા કૃપા કરશે એમ તેમને વિનવું છું.
“સરસ્વતિ સરસ વચન રસ માગું, તેરે પાયે લાગુંથી શરૂ થતી સનતકુમાર સઝાય પણ શ્રીશાન્તિકુશળની કૃતિ છે, કેમકે એની અન્તિમ કડીઓમાં એવો ઉલ્લેખ છે કે
૧ આને તવન તરીકે ઓળખાવવામાં આવેલ છે, પરતું ખરી રીતે જોતાં તે એમાં શ્રી પાર્શ્વનાથનાં નામેનોજ મોટે ભાગે નિર્દેશ કરવામાં આવ્યું છે, જ્યારે તેમની સ્તુતિ તે ઘણી જ થોડી કડીઓમાં અન્તમાં કરવામાં આવી છે. ( ૨ “જૈન ગુર્જર કવિઓ” (પૃ૦ ૪૭૨)માં તે “સરસતિ સામિણિ પાએ લાગું” એવી પાઠ-ભિન્નતા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org