SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના અર્થાતુ-અશ્વસેન એ શ્રી પાર્શ્વનાથના પિતાનું નામ છે, જ્યારે વામા એ તેમની માતાનું નામ છે. વળી ધરણેન્દ્ર તેમને સેવક છે. પૂર્વ ભવમાં કમઠ તાપસની અજ્ઞાન તપશ્ચર્યાના ભોગી બનેલા આ ભેગી (સર્પ)નું તેમણે સ્વહરતે અગ્નિથી રક્ષણ કર્યું હતું. આ ઉપરાંત કમઠ તાપસ મરીને વ્યંતર તરીકે ઉત્પન્ન થયે ત્યારે તેણે ત્રેવીસમા તીર્થંકરને ઘેર જલવૃષ્ટિ દ્વારા ભયંકર ઉપસર્ગ કર્યો હતો. વિશેષમાં જીરાપલ્લી, ફલ ઈત્યાદિ નગરોમાં શ્રી પાર્શ્વ પ્રભુની પ્રખ્યાતિ થયેલી છે. એમ અન્તિમ પદ્ય ઉપરથી સ્પષ્ટ સમજાય છે. છતાં તર્ગત પ્રમુખ શબ્દથી શું સમજવું જોઈએ તે જાણવું બાકી રહે છે. અલબત આ વિષયની જિજ્ઞાસુ પિતાની ઈચ્છા તપ્ત કરવા માટે પરિશિષ્ટગત મુનિરાજ શ્રીશાન્તિકુશલરચિત પાર્શ્વનાથસ્તવન જોઈ શકે છે, છતાં પણ ત્યાં સૂચવેલાં ૧૦૮ નામની સતુલના કરવામાં તેમને સહાયભૂત થઈ પડે તેટલા માટે શ્રીઉત્તમવિજયકૃત પાશ્વદેવનમમાલારૂપે રસ-સામગ્રી પીરસવા લલચાઉં છું" (કડખાની દેશી) પાસ જિનરાજ સુણી આજ સંખેસરા, પરમ પરમેસરા વિશ્વ વ્યા; ભીડ ભાંગી જરા દવાની જઈ, થિર થઇ શંખપુરી નામ થા –પાસ. ૧ સાર કરિ સારિ મને હારિ મહારાજ તું, માન મુઝ વીનતી મન માચી; અવર દેવા તણી આસ કુણ કામની, સ્વામીની સેવના એક સાચી.–પાસ૨ તૂહી અરિહન્ત ભગવન્ત ભવ તારણે, વારણ વિષમ ભય દુઃખ વાટે; તૂહી સુખ કારણે સારણે કાજ સહુ, તૂહી મહારણે સાચા માટે–પાસ૦ ૩ અંતરીક (૧) અમીઝરા (૨) પાસ પંચાસરા (3) ભોયરા (૪) પાસ ભાભા (૫) ભટેવા (૬); વિજ્યચિન્તામણિ (૭) સેમચિન્તામણિ (૮)રવામી સિમા (શ્રીપાસા) તણું કરે ચરણ સેવા – પાસ૪ કલવધિ (૯) પાસ મનમેહના (૧૦) મગસિયા (૧૧) તારસલ્લા (૧૨) નમું નાંહિ તેટા; સક(શ્રી)બલેચા (૧૩) પ્રભુ આસગુલ (૧૪) અયિા (૧૫) ખંભણ (૧૬) થંભણ (૧૭) પાસ મોટા–પાસ ૫ ૧ આ મુનિરાજ શ્રીગૌતમવિજયના પ્રશિષ્ય થાય છે, જ્યારે ખુશાલવજયજીના તે તેઓ શિષ્ય થાય છે. તેમણે આ પુરૂષાદાની પાશ્વદેવનામમાલા સં૦ ૧૮૮૧ ના ફાગણ વદ બીજને દિવસે રચી છે. - ર આ નામમાલામાં શ્રી પાર્શ્વનાથનાં ૧૦૮ નામોનો નિર્દેશ કરવામાં આવ્યા છે. જૈનગ્રન્થાવલી (પૃ. ૨૮૬)માં ભારતી ૧૦૮ નામ તવન” એવો ઉલ્લેખ છે એ ઉપરથી તેમજ આ પ્રરતાવનાના પૃ. ૩૫-૩૬ ઉપરથી પણ સમજી શકાય છે કે સરસ્વતીનાં પણ ૧૦૮ નામે છે. અજૈન સાહિત્યમાં મહાદેવનાં ૧૦૮, વિષ્ણુનાં ૧૦૦ નામે, ગણપતિનાં ૧૦૮, રામનાં ૧૦૮ અને કૃષ્ણનાં પણ ૧૦૮ નામે છે એ વાતની ખૂહસ્તોત્રમુક્તાહારનાં ૩જા, ૫૧ મા, ૮૧ મા, ૧૩૪ માં અને ૧૪૯ મા સ્તોત્ર સાક્ષી પૂરે છે. ૩ અતિશય તીવ્ર જિજ્ઞાસુને તે “શ્રીયશોવિજય જૈન ગ્રન્થમાલા' (ભાવનગર) તરફથી પ્રસિદ્ધ થયેલા પ્રાચીન તીર્થમાળા-સંગ્રહના પ્રથમ ભાગમાં આપેલ મહોપાધ્યાય શ્રીમેઘવિજયગણિકૃત પાર્શ્વનાથનામમાલા (પૃ. ૧૪૯–૧૫૩), ૫. કલ્યાણસાગરરચિત પાર્શ્વનાથ ચૈત્ય પરિપાટી તેમજ પં. રત્ન પાલવિરચિત પાર્શ્વનાથસંખ્યાસ્તવન (પૃ૦ ૧૬૯-૧૦૦) જેવા ભલામણ કરું છું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy