SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ઉલ્લેખમાંના “વિમલવિબુધ' તરફ ધ્યાન આપતાં અને લાલજીગણિને વિધા-ગુરૂ ગણતાં આ કીર્તાિવિમલ પણ પ્રસ્તુત હોય એમ ભાસે છે. લમીવિમલ વિમલ નામના એક અન્ય મુનિરાજ પણ થઈ ગયા છે પરંતુ તેઓ કટપર (?) ગચ્છીય શ્રીધર્મવિમલ મુનીશ્વરના શિષ્ય થાય છે, જ્યારે શ્રીરાજવિમલના તેઓ ગુરૂ થાય છે અને શ્રીસધવિમલના તેઓ દાદાગુરૂ થાય છે. આ હકીકત પાર્યરતવન (ઉવસગ્ગહરસ્તોત્ર), શાન્તિકરસ્તવન (સંતિકરસ્તાત્ર), ભયહરરતવન (નમિઊણરતન), અજિતશાન્તિસ્તવન, ભક્તામરસ્તોત્ર ૦ વૃદ્ધા બહતુ)શાન્તિ એ છે તેની સં. ૧૭૮૬માં લખાયેલી અને રૉયલ એશિયાટિક સાયટિ (મુંબાઈ)ની પ્રતિ ઉપરથી જાણી શકાય છે. શ્રી પાર્શ્વભક્તામરનું પર્યાલોચન શ્રી પાશ્વ-ભક્તામર એ પં. વિનયેલાભગણિજીની કૃતિ છે. એમાં એકંદર ૪૫ લેકે છે. તે પૈકી પ્રથમના ૪૪ રલેકે ભક્તામર-સ્તોત્રના ચતુર્થ ચરણની સમસ્યારૂપ છે, જ્યારે અંતિમ રિલોક પ્રશરિતરૂપ છે. આ સમગ્ર કાવ્ય જૈનેના ત્રેવીસમાં તીર્થકર શ્રી પાર્શ્વનાથની સ્તુતિરૂપ છે એ વાતની આધ તેમજ અન્તિમ લોક સાક્ષી પૂરે છે; પરંતુ આ દ્વારા શ્રી પાર્શ્વનાથના જીવન-વૃત્તાન્ત ઉપર કંઈ પણ પ્રકાશ પાડવામાં આવ્યું નથી, ઘણાખરા કે તે ગમે તે જિનેશ્વરની સ્તુતિરૂપ ગણી શકાય તેવા છે. આથી કરીને જેટલે અંશે શાન્તિ-ભક્તામર એ નામ સાર્થક છે, તેટલે અંશે પણ આ કાવ્યનું નામ સાન્તર્યું નથી. છતાં પણ શ્રી પાર્શ્વનાથના ચરિત્ર ઉપર પ્રકાશ પાડનારા ગ્રન્થને ઉલ્લેખ કરવો અનાવશ્યક નહિ ગણાય, કેમકે આધુનિક પાશ્ચાત્ય વિદ્વાન શ્રીપાર્શ્વનાથને જૈન ધર્મના મૂળ સ્થાપક તરીકે સ્વીકારે છે, જ્યારે શ્રી મહાવીરસ્વામીને તે આ ધર્મના સુધારક-પ્રરૂપક તરીકે માને છે. આ ગ્રેવીસમા તીર્થંકરના જીવનવૃત્તાન્તની રૂપરેખા નીચેના ગ્રન્થોમાં આલેખાયેલી છે. ન્ય કર્તા રચના-સમય લોક-સંખ્યા (૧) પાર્શ્વનાથ ચરિત્ર પદ્મસુન્દર સંસ્કૃત ૧૧૩૯ १०२४ (૨) દેવભદ્ર પ્રાકૃત ૧૧૬૫ (૩) છે ગાથા ૨૫૬૪ (૪) માણિક્યચન્દ્ર , ૧૨૭૭ ૫૨૭૮ (૫) w ભાવદેવ સંસ્કૃત ૧૪૧૨ ६४०० સર્વાનન્દ તાડપત્રી ૩૪૫ ભાષા ૧ એમનું રચેલ પાર્શ્વનાથ ચરિત્ર શ્રીયશવિજય પ્રસ્થમાલા તરફથી ઈ. સ. ૧૯૧૨માં છપાઈ બહાર પડેલું છે. આના આધારે મી. ગ્લૅમરીડ (Bloomfield) નામના પાશ્ચાત્ય વિદ્વાને પાર્શ્વનાથના જીવનની રૂપરેખાં અંગ્રેજી ભાષામાં આલેખી છે. આ ગ્રન્થનું નામ The life and stories of the Jaina saviour Pargvnatha છે અને તે ઈ. સ. ૧૯૧૯ માં પ્રસિદ્ધ થયેલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy