SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના આ કાવ્યમાં તેના કર્તાએ અવતરણરૂપે કઈ ક ર નથી, એથી કરીને આ અંશમાં તે નેમિ-ભક્તામરને મળતું આવે છે, પરંતુ આમાં વીર-ભકતામરની જેમ અંતમાં પ્રશસ્તિરૂપ પૃથક લોક રચાયેલો હોવાથી તે નેમિ-ભતામર તેમજ સરસ્વતી-ભક્તામરથી તદશે જૂદું પડે છે. આ કાવ્યમાં શ્રીશાન્તિનાથની સ્તુતિ કરવામાં આવી છે, એટલે વિષયની પ્રધાનતાની દષ્ટિએ તે ઉપર્યુક્ત કાવ્યથી ભિન્ન છે, પરંતુ શ્રીશાન્તિનાથ પણ લોકપ્રિય તીર્થકરે પૈકી એક છે એ દષ્ટિએ વિચાર કરતાં તે તેની પૂર્વોક્ત કાવ્યની સાથે સમાનતા નિહાળી શકાય છે. પરંતુ આ સંબંધમાં એટલું તો ઉમેરવું પડશે કે વીર ભામરમાં શ્રી મહાવીર પ્રભુના જીવનને લગતા મુખ્ય પ્રસંગને જેટલે અંશે ઉલ્લેખ છે, તેટલે અંશે શ્રીશાન્તિનાથના જીવન ઉપર પ્રકાશ પાડનારા પ્રસંગે આ શાન્તિ-ભકતામરમાં દષ્ટિગોચર થતા નથી. આ કાવ્ય દ્વારા તે એમના સબંધમાં એટલું જાણી શકાય છે કે તેઓ ઈશ્વાકુ કુળના હતા તેમજ તેમને ૬૪૦૦૦ પત્નીઓ હતી. વળી તેઓ એકજ ભવમાં ચક્રવર્તી તેમજ તીર્થકર એ બે પદે પ્રાપ્ત કરવા ભાગ્યશાળી થયા હતા. લોકાન્તિક દેવોની વિજ્ઞપ્તિ અનુસાર તેમણે દીક્ષા લીધી તે પૂર્વે તેમણે સાંવત્સરિક દાન દીધું હતું એ હકીક્ત તેમજ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા પછી તેમણે ગંભીર સ્વર પૂર્વક, તેમજ પાંત્રીસ વાણીના ગુણએ કરીને યુક્ત એવી સાતે નયને અવલંબીને દેશના આપી ભવ્ય જીવોના અજ્ઞાનને નાશ કર્યો હતો તે વાત તેમજ અનેક જીવો ઉપર ઉપકાર કરવા માટે તેમણે અન્યાન્ય સ્થળે કરેલો વિહાર, દેશના સમયે દેવકૃત વિભૂતિઓને સદ્ભાવ અને આયુષ્ય પૂર્ણ થતાં તેમનું મુક્તિ-ગમન એ વાત પણ આ કાવ્યમાં નજરે પડે છે, પરંતુ એ તે પ્રત્યેક તીર્થકરના જીવન સાથે સંબંધ ધરાવનારી હકીક્ત છે. આ સેળમા તીર્થંકરના જીવનવૃત્તાન્ત ઉપર પ્રકાશ પાડનારા જે નીચે મુજબ છે – કર્તા ભાષા રચનાકાળ લેક સંખ્યા (૧) શાન્તિનાથ-ચરિત્ર દેવચ પ્રાકૃત ૧૧૬૦ ૧૨૧૦૦ અમુદ્રિત (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરિના ગુરૂ) (૨) છ માણિક્યચન્દ્ર માણિકપરા ૫૫૭૪ શ્રીહેમચન્દ્રસૂરિ સંરકૃત ( કલિકાલસર્વજ્ઞ) (૪) , અજિતપ્રભ , ૧૩૧૭ ૪૨૮ મુદ્રિત (૫) ) મેંનિદેવ ૧૩૨૨ ૪૮પપ અમદ્રિત ૧ આ સંખ્યાદિ જૈન ગ્રંથાવલીના આધારે મેં આપેલ છે. ૨ જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલા ત્રિષષ્ટિશલાકાપુરૂષચરિત્રને આ એક ભાગ છે અર્થાત્ આ એ મહાકાવ્યનું પાંચમું પર્વ છે. ૩ આ ગ્રન્થ જૈનધર્મપ્રસારક સભા તરફથી પ્રસિદ્ધ થયેલ છે. ૪ જેસલમેરના ભંડારના ગ્રન્થના સચિપત્ર (પૃ. ૪૯માં) સં૦ ૧૪૩૯ ના સાલપૂર્વક શ્રીમુનિદેવસૂરિને શાતિનાથ-ચરિત્રના કર્તા તરીકે ઉલ્લેખ છે. તેઓ આ છે કે બીજા ? ૫૫૭૪ દ્રિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy