SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના ચપળ વત્રાને ધારણ કરતી (અને એથી કરીને તો) મૂર્તિમતી ગંગા જેવી, અન્ય અક્ષરો વડે (યુક્ત) દોષરહિત તેમજ નૂતન ઉક્તિઓથી હૃદયંગમ એવાં પ તથા ગદ્ય વડે અનુક્રમે બંને બાજુએ રહેલા શિવ અને કેશવ દ્વારા અત્યંત સ્તુતિ કરાયેલી, મેરારિની નાભિરૂપ કમળના મધ્ય ભાગમાં આસક્ત થયેલા દેહવાળા ચૈતુર્મુખના શ્રતરૂપ મુંજના કુંજના સમાન સામ (વેદ)નું બરાબર ભ્રમરની જેમ શ્રવણ કરતી, કંઠમાં રહેલા સર્ષના કુંકારથી (કુંફાડાના નાદથી) મિશ્રિત એવા સુંઢના સુકારથી ચિત્રિત ચિત્કારવાળા, અતિશય મનોહર રીતે ફરનારાં તેમજ સુન્દર સુંઢવાળા એવાં ગણપતિના મૃત્યેને નિહાળતી, વીણાના ધ્વનિથી આકર્ષાયેલા હરિણના અનુરોધથી આવેલાં ચન્દ્રની જેમ મસ્તક ઉપર છત્રને ધારણ કરનારા “દેવર્ષિનાં સમૃદ્ધ ગીતને વિચાર કરતી, પોતપિતાના ચિત્તને વર્લભ એવા અર્ચના લાભના અભિનિવેશથી સાહસ કરાયેલા એવા તેમજ તીરની ભૂમિને વિષે કલ્પિત શ્રેણિવાળા એવા દેવો અને દાનવો વડે “ક્ષીર સમુદ્રના કિનારાની જેમ સેવાયેલી, શરદ્દ (તું)ની કુહૂ( ની રાત્રિને વિષે રસ્પષ્ટ દેખતાં) નક્ષત્રોના સમૂહના જેવી ગૌરવર્ણી તથા પ્રણામ કરેલા જનને અર્પણ કરવા માટે કવિતારૂપી લતાનાં સુન્દર બીજોની જાણે માળા હોય તેવી સ્ફટિક (રત્ન)ની અક્ષમાલાને એક હાથમાં ધારણ કરતી, નમ્ર પરંતુ દુઃખી જનની દરિદ્રતારૂપ કન્દને અદ્વિતીયપણે વિનાશ કરવા માટે બીજા હાથમાં બળાત્કારપૂર્વક બંદીવાન બનાવેલી લક્ષ્મીના નિવાસરૂપ કમળને ધારણ કરતી, વિરવર કમળને વિષે સમકાળે પડતા બ્રમરોના વિધદનથી નમનાર (જન)ને પ્રત્યેક વાર જાણે નિવેદન કરતી હોય તેમ રણકાર કરતી વીણાને અપર હાથમાં ધારણ કરતી, પ્રણે વિદ્યાઓ તથા સમગ્ર કળાઓના વિલાસ તેમજ સમરત સિદ્ધાન્તના રહસ્યની મૂર્તિરૂપ વાણી-લતાના કન્દ સમાન પુસ્તકને અન્ય હરત-કમલમાં ધારણ કરતી તેમજ વિશ્વને પાવન કરનારી એવી શ્રીશારદા દેવી આ સારસ્વતનું ધ્યાન ધરતાં એક મુહૂર્ત પતની નિદ્રાને પ્રાપ્ત થયેલા એવા મારી પાસે સ્વપ્નાંતરમાં આવીને આદરપૂર્વક એમ વદી.”—૫૮–૭૦ ૧ એક પદ્યના અન્તમાં જે અક્ષર હોય તેનાથી અન્ય પદ્યનો પ્રારંભ કરવો; વળી તેના અન્તમાં આવેલા અક્ષરથી અનેરા પદ્યની શરૂઆત કરવી ઈત્યાદિ. આ પ્રમાણે પદ્યના પાદાન્તાક્ષરથી શરૂ થતાં અર્થત કાચી યમકથી અલંકૃત પદ્ય માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકાની મારી સંસ્કૃત ભૂમિકા (પૃ. ૧૧-૧૨). ૨ મનહર. ૩ મહાદેવ. ૪ વિષ્ણુ. ૫ મુર રાક્ષસના શત્રુ, વિષ્ણુ. ૬ ડુંટી. ૭ બ્રહ્મા, ૮ એક જાતનું ધાસ. આના સંબંધમાં ભાવપ્રકાશમાં કહ્યું છે કે – “મુદ્રમં તુ મધુર, તુવરં ફિશરિર તથા છે. दाहतृष्णा विसपात्र-मूत्रबस्त्यक्षिरोगजित् । दोषत्रयहरं वृष्यं, मेखलासूपयुज्यते ॥" ૯ ગળું. ૧૦ ખાતર. ૧૧ નારદ. ૧૨ ચન્દ્રની કળી જેમાં નાશ પામી છે એવી પ્રતિપદું (પડવા)થી યુક્ત અમાવાસ્યા (અમાસ). ૧૩ ખીલેલા. ૧૪ અથડાવું તે. ૧૫ આન્વીક્ષિકી (તાર્કિક), દંડનીતિ અને વાર્તા એ ત્રણે વિદ્યાઓ. ૧૬ બે ઘડી અથવા ૪૮ મિનિટ. ૧૭ એમ એટલે— " हे वत्स ! सारस्वतकल्पक्लप्तै-रेतैरलं ध्यानविधानयत्नैः । आबाल्यतः सम्भृतयाऽतिमात्रं, भक्त्यैव ते तोषमुपागताऽस्मि ॥ १ ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy