SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રસ્તાવના पमे ! पद्मोपविष्टे ! प्रणतजनमनोमोदसम्पादयित्री(त्रि!)। શો દ્વા?)નુસૂટે! દુરિનમિતે ! વિ. સારસારે! I ? ” શ્રીનિવલ્લભસરિત ૨૫ પદ્યનો સરસ્વતીસ્તવ પણ કોઈ સ્થળે પ્રસિદ્ધ થયેલ હોય તે તે મારા જોવા જાણવામાં નથી, કિન્તુ ગ્રન્થ-ગારવના ભયથી તે સંપૂર્ણ અત્ર નહિ આપતાં તેનું માત્ર પ્રથમ પ નીચે મુજબ રજુ કરું છું – "सरभसलसद्भक्तिप्रवीभवस्त्रिदशाङ्गना मुकुटविसरन्नानारत्नच्छविच्छरितक्रमाम् । कविशतनुतां स्तोष्ये भक्त्या किलास्मि सरस्वती ત્રિભુવનવનને મોકલુટારાષ્ટ્ર છે ? " હવે અન્ય કૃતિઓને વિચાર કરવા પૂર્વ પ્રથમ સારસ્વત-દીપક તરફ દષ્ટિપાત કરી લઈએ. અને આદ્ય શ્લોક નીચે મુજબ છે – " सौन्दर्योदारकौन्दद्युतिधरवपुषं कौण्डलश्रीसनाथा___ मंहःसन्दोहमोहावतमसतरणिं हस्तविन्यस्तमुद्राम् । त्रैलोक्यानेककामप्रवितरणमरुद्वीरुधामैन्द्रचाप व्यापिभ्रूपल्लवान्ताममतिरपि नमस्कृत्य देवीं स्तवीमि ॥१॥" આ કાવ્યમાં સાત સારરવત મન્ચને ગુપ્ત રીતે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સ્તોત્રની વૃત્તિમાં એક રથળે શ્રીજિનપ્રભસૂરિનું નામ નજરે પડે છે એ ઉપરથી આ જૈન મુનીશ્વરની કૃતિ હોવાનું ભાસે છે. આ સટીક સ્તોત્રની પ્રતિનો પૂર્વાધ મને મળે ત્યાર પછી ઉત્તરાર્ધના દર્શન કરવાને મને સોગ પ્રાપ્ત ન થવાથી હું કવિરાજના સુગ્રહીત નામને નિર્દેશ કરી શક્તો નથી તેમજ આ સ્તોત્ર જૈન કૃતિ છે કે નહિ તે સબંધી પણ સંદેહાત્મક ઉલ્લેખ કરે છે. નિશ્ચયાત્મક જૈન કૃતિઓને નિર્દેશકરતી વેળાએ વાદિકુંજરકેસરી પ્રમુખ બિરૂદેથી વિભૂષિત તથા તિલકમંજરી (બ્લો.૩૨)માં સૂચવ્યા મુજબ “તારાગણના કર્તા શ્રીબપ્પભદ્રિ સૂરિરાજ મારા મરણ-પથમાં પ્રથમ આવે છે. એમણે રચેલા સ્તોત્ર સંબંધીને વિચાર મેં ચતવિંશતિકાના ઉપધાત (પૃ. ૨૧ )માં કર્યો છે. એમની કૃતિ તરીકે ઓળખાતું આ રતત્ર અનુવાદ સહિત મેં ત્યાં (પૃ. ૧૮૧-૧૮૫) આલેખ્યું છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરે પણ સરસ્વતી-તંત્ર રચ્યું છે એમ શ્રવણપથમાં આવ્યું છે, જ્યારે શ્રીજિનપ્રભસૂરિક્ત સરસ્વતી સ્તોત્ર તે મારા નયનપથમાં પણ આવેલું છે. આ સ્તોત્ર પ્રકરણરત્નાકરના દ્વિતીય વિભાગ (પૃ. ૨૫૪)માં છપાયેલુ છે. હાલમાં મને શ્રીવિજયેન્દ્રસૂરિની હસ્તલિખિત પ્રતિમાંથી સહસ્ત્રાવધાની શ્રી મુનિસુન્દર સુરિવર્ધકૃત નીચે મુજબનું અત્યાર સુધી અપ્રસિદ્ધ સ્તોત્ર મળી આવ્યું છે – ૧ આ સ્તોત્ર તેમજ તેને A. Avalon કૃત અંગ્રેજી અનુવાદ Hymn to the Goddess નામના પુસ્તકમાં છપાયાને ફક્ત ઉલ્લેખ મારા જોવામાં આવ્યો છે. ૨ એમને ઉદ્દેશીને શ્રીજિનપ્રભસૂરિકૃત વિવિધતીર્થકલ્પ (મથુરાકલ્પ)માં એવો ઉલ્લેખ છે કે – "तेण आमरायसेविअकमकमलेण सिरिबप्पहरिणा अहमहुराए ठाविअं अवसयछवीसे विकमसंवच्छरे सिरबिंबं" એમના વિશેષ જીવન-વૃત્તાન્ત માટે તે જુઓ ચતુર્વિશતિકાને ઉદ્દઘાત (પૃ. ૪-૪). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy