SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૩% હૈ નમઃ | આમુખ. શ્રીમદ્દ માનતુંગસૂરિએ ચમત્કારિક શ્રીભક્તામરસ્તેત્ર રચ્યું છે. આ સ્તોત્ર શ્વેતામ્બર અને દિગમ્બર બન્ને સમ્પ્રદાયને અતિ માન્ય હોવાથી એના ઉપર જેટલી ટીકાઓ ઉપલબ્ધ થાય છે, તેટલી બીજા સ્તોત્રો ઉપર જોવામાં આવતી નથી. વળી એની પાદપૂર્તિરૂપ કા જેટલાં દગોચર થાય છે તેટલાં બીજાં સ્તોત્રોનાં સમસ્યારૂપ કાવ્યો નજરે પડતાં નથી. આ ઉપરાંત આ કાવ્યની વિશેષ ખુબી તે એ છે કે આના દરેક લોકને લગતાં જુદાં જુદાં યન્ત્રો અને મન્ચો પણ જોવામાં આવે છે. જેનેના મોટા ભાગનું મન્તવ્ય એવું છે કે “ભક્તામરના અંતિમ સિવાયનાં ચરણ ઉપર પણ સમસ્યારૂપ કાવ્ય રચાયેલાં છે. પરંતુ અમારી પૂરતી તપાસમાં અમને આવાં કાવ્ય પ્રાપ્ત થયાં નથી, તેમજ પ્રથમ વિભાગ બહાર પડ્યા પછીથી અત્યાર સુધીમાં અને કોઈ તરફથી એ સમ્બન્ધમાં કાંઈ વિશેષ જાણવાનું મળ્યું નથી. તથાપિ કઈ તરફથી એવાં કાવ્યની પ્રતિઓ અને મળશે તો તે પ્રસિદ્ધ કરવા પ્રયત્ન સેવીશું. પ્રત્યેક પધના અંતિમ ચરણની સમસ્યારૂપ આઠ કાળે અત્યાર સુધી પ્રાપ્ત થયાં છે, જેમાંથી અમે બે પ્રથમ વિભાગમાં પ્રસિદ્ધ કર્યા છે અને બીજાં ત્રણને આ દ્વિતીય વિભાગમાં પ્રસિદ્ધ કરવા ભાગ્યશાલી થયા છિયે, જ્યારે બાકીનાં તૃતીય વિભાગમાં પ્રસિદ્ધ કરવાને પ્રબન્ધ આદરવામાં આવ્યો છે. આ દ્વિતીય વિભાગમાં સરસ્વતીભક્તામર, શાન્તિભક્તામર અને પાર્શ્વભક્તામર એમ ત્રણ કૃતિઓ અમે આપી છે. તે પૈકી પ્રથમ કૃતિ શ્રીયશવિજયજી જૈન પાઠશાલા (મહેસાણા) તરફથી છપાઈ હતી, જેને ઉપગ કરવાની એ સંસ્થાના કાર્યવાહક શેઠ વેણીચંદ સૂરચંદે અમને રજા આપી હતી, તે બદલ અમે સંસ્થાના અણી છિયે. આ સિવાય એક હતપ્રતિ સતત વિહારી શાન્તમૂર્તિ મુનિ મહારાજ હંસવિજયજી તરફથી મળી હતી, જે બદલ અમે તેઓશ્રીના પણ આભારી છિયે. શાન્તિ અને પાર્શ્વભક્તામર પ્રસિદ્ધ કરતાં અને પરમ આહાદ પ્રાપ્ત થાય છે, કારણ કે એ કાવ્યને જનસમાજ સમક્ષ મૂકવાની પ્રથમ તક અમેનેજ પ્રાપ્ત થઈ છે. શાન્તિભક્તામરની અમને નીચે મુજબ ત્રણ પ્રતો મળી હતી જે બદલ તે સરથાઓના કાર્યવાહકેને અમે અબ ઉપકાર માનિયે છિયે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy