SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ ૧ શ્રીરૈનાન–પુસ્તકાલય–ગોપીપુરા, સુરત. ૨ શ્રીડહેલાના ઉપાશ્રયને ભંડાર–અમદાવાદ, ૩ શેઠ સુબાજી રવચંદ જ્યચંદ જૈન વિદ્યાશાલા–અમદાવાદ પાર્થભક્તામરની હસ્તપ્રતિ શ્રીવિજયવલ્લભસૂરિના શિષ્યરત્ન મુનિરાજ વિચક્ષણવિજયજીએ અનુવાદકને આપી હતી, જે બદલ તેઓશ્રીને પણ અમે ઉપકાર માનિયે છિયે. વળી? મહાનુભાવોની હસ્ત-પ્રતિના આધારે પરિશિષ્ટગત કા અમે પ્રસિદ્ધ કરી શક્યા છિએ તેમને પણ આ સ્થળે અમે આભાર માનિયે છિયે. આ અમૂલ્ય ગ્રન્થનું સંશોધનાદિક કાર્ય સુરતવારતવ્ય, પરમ જૈનધર્માવલમ્મી, તેમજ શ્રીમદ્ વિજયાનન્દસૂરીશ્વર (આત્મારામજી મહારાજ) અને તેમના સન્તાનીય મુનિરાજ શ્રીહર્ષવિજયને ગુરૂ તરીકે પૂજનારા અને તેઓશ્રીને પાદસેવનથી જૈનધર્મના તીવ્ર અનુરાગી બનેલા વર્ગરથ રા. રસિકદાસ વરદાસ કાપડિયાના જયેષ્ઠ પુત્ર પ્રોફેસર હીરાલાલ એમ. એ. દ્વારા કરાવવામાં આવ્યું છે. એઓએ ર્તાઓનાં જીવન વિગેરેના સંબંધમાં વિવેચન કરેલું હોવાથી અમારે તે સંબંધમાં કંઈ ઉમેરવાનું બાકી રહેતું નથી. સંસ્કૃતના અલ્પ અભ્યાસીઓને સુગમતા થઈ પડે તેટલા માટે અન્વય અને શબ્દાર્થ તેમજ જિનસિદ્ધાંતોથી અપરિચિત વર્ગ જૈન પારિભાષિક શબ્દો વિગેરે સરલતાથી સમજી શકે તેટલા માટે સ્પષ્ટીકરણ બનતી કાળજીપૂર્વક તૈયાર કરાવ્યાં છે. અમારા પ્રયાસની સફળતા પાઠક-વર્ગની પસંદગી ઉપર તેમજ આ ગ્રન્થના લેવાતા લાભ ઉપર રહેલી હોવાથી આ સંબંધે વિશેષ નિવેદન કરવાનું બાકી રહેતું નથી. પરંતુ જો આ પદ્ધતિ વિશેષ ઉપયોગી માલમ પડશે તે ભવિષ્યમાં આવી પદ્ધતિથી બીજા ગ્રન્થ બહાર પાડવા અમારી પ્રબળ ઈચ્છા છે. આગમેદ્ધારક વ્યાખ્યાપ્રજ્ઞ જૈનાચાર્ય શ્રીમદ્ આનન્દસાગરસૂરિ આ આગોદય સમિતિના ઉત્પત્તિ સમયથી જ અપૂર્વ સાહાચ્ય આપતા રહ્યા છે, તે મુજબ આ ગ્રન્થ પણ પ્રસિદ્ધ કરવામાં તેમણે જે સાહાચ્ય આપી છે તે બદલ તેઓશ્રીને અમે જેટલો ઉપકાર માનિયે તેટલો ઓછોજ છે. સંશોધનકાર્યમાં મદદ કરવા માટે અનુગાચાર્ય શ્રીક્ષાંતિવિજય તેમજ દક્ષિણવિહારી મુનિવર્ય શ્રીઅમરવિજયના શિષ્યરત્ન મુનિરાજ ચતુરવિજયજીના અમે આભારી છિયે. - પ્રથમ વિભાગની જેમ આ વિભાગનું પણ વળી શુદ્ધિ-પત્ર તૈયાર કરી આપ્યા બદલ અમે જતિકશાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રી વિજયદાનસૂરિના પણ ગણું છિયે. પ્રથમ વિભાગને માટે મળેલા અભિપ્રાય આ વિભાગના અન્તમાં જોડવામાં આવ્યા છે, જ્યારે આ વિભાગ સંબંધી મળેલા અભિપ્રાય પ્રારમ્ભમાં આપવામાં આવેલ છે તે તરફ પાઠકગણનું ધ્યાન ખેંચવાની અમે રજા લઇએ છિયે. વિક્રમ સંવત ૧૯૮૩ ફાગણ સુદ ૭ ગુરૂવાર જીવણચંદ સાકરચંદ જવેરી તા. ૧૦-૩-૧૯૨૭, જવેરી બજાર-મુંબાઈ માનદ સેક્રેટરી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy