________________
ભક્તામર] श्रीविनयलाभगणिगुम्फितम्
૧૪૧ ઠીય, (૭) માર્કંડેય, (૮) આગ્નેય, (૯) ભવિષ્ય, (૧૦) બ્રહ્મવૈવર્ત, (૧૧) લૈંગ, (૧૨) વારાહ, (૧૩) રકાન્ટ, (૧૪) વામન, (૧૫) કૌર્મ, (૧૬) માસ્ય, (૧૭) ગાર્ડ અને (૧૮) બ્રહ્માણ્ડ એ એઢાર પુરાણે પૈકી દંશ પુરાણોમાં પણ આવતું હોવાથી મહાદેવની મુખ્યતા સકારણ છે એમ સમજી શકાય છે. વળી મહાદેવે બ્રહ્માની પણ તેના પંચમ મુખને વિનાશ કરીને ખબર લીધી છે તથા કામદેવ જેવાને પણ ભરમીભૂત કર્યો છે એ વાતને ધ્યાનમાં લેતાં તેમની મુખ્યતા સ્પષ્ટ થાય છે. પ્રલય-વિચાર–
શ્રીવેદવ્યાસે રચેલા ભાગવત પુરાણના બારમા રકંધના ચોથા અધ્યાયમાં (૧) નૈમિત્તિક, (૨) પ્રાકૃતિક, (૩) આત્યન્તિક અને (૪) નિત્ય એમ ચાર પ્રકારના પ્રલયનું વર્ણન આપવામાં આવ્યું છે. પ્રસ્તુતમાં આપણે પ્રાકૃતિક પ્રલયનું સ્થલ સ્વરૂપ વિચારીશું. જ્યારે બ્રહ્માના બે પરાર્ધ વર્ષ વ્યતીત થઈ જાય છે, ત્યારે મહતું તત્ત્વ, અહંકાર અને પાંચ તન્માત્રાઓ લય પામે છે. આથી કરીને આ પ્રલય “પ્રાકૃતિક' કહેવાય છે. આ પ્રલય દરમ્યાન સમગ્ર બ્રહ્માસ્ક પણ લય પામે છે. આ પ્રલય થતી વેળા સો વર્ષ સુધી પૃથ્વી ઉપર વરસાદ વરસતો નથી તેથી અને અભાવ થવાથી ક્ષુધાત પ્રજા એક બીજાને ખાવા ધાય છે અને ધીરે ધીરે નાશ પામે છે. તે પછી પ્રલય સમયનો સૂર્ય પોતાનાં ભયંકર કિરણે વડે સમુદ્રના, દેહના અને પૃથ્વીના સમરત રસને પી જાય છે. ત્યાર પછી સંકર્ષણના વદનમાંથી ઉત્પન્ન થયેલો પ્રલય કાળનો અગ્નિ પવનથી પ્રોત્સાહિત થઈ પૃથ્વીના ઉજજડ થઈ ગયેલા પાતાલાદિક વિભાગોને ભરમીભૂત કરે છે. આ વખતે અગ્નિ તથા સૂર્યની શિખાએથી ઉપર, નીચે અને ચારે બાજુ બળતું બ્રહ્માણ્ડ બળેલા છાણાના જેવું ભાસે છે. ત્યાર પછી મહાપ્રચંડ પવન એક સો વર્ષથી કંઈક અધિક સમય સુધી ફુકાય છે અને આકાશ ધૂળથી આચ્છાદિત બને છે. તે પછી વિવિધ વર્ણવાળાં અનેક મેઘમંડળો મટી ગર્જનાપૂર્વક જળની વૃષ્ટિ કરે છે. તેથી બ્રહ્માણ્યરૂપી ગુફામાં રહેલું જગતુ જળમય બની જાય છે. (આમ થતાં પાણી પૃથ્વીના ગંધ ગુણને ગળી જાય છે એટલે પૃથ્વીને નાશ થાય છે. તે પછી પાણીને રસગુણને તેજ, તેજના રૂપ ગુણને વાયુ, વાયુના સ્પર્શ ગુણને આકાશ અને આકાશના શબ્દ ગુણને તામસ અહંકાર ગળી જાય છે. આ પ્રમાણે જળાદિકને નાશ થાય છે. તે પછી ઇન્દ્રિયો અને તેની વૃત્તિને રાજસ અહંકાર ગળી જાય છે અને ઈન્દ્રિયના દેવતાઓને સાત્ત્વિક અહંકાર સ્વાહા
૧ ભાગવતના ૧૨ મા કમ્પમાં આ નામો આપેલા છે તેમજ ત્યાં તેની શ્લોક સંખ્યાને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
૨ સરખા
" अष्टादशपुराणेषु, दशभिर्गीयते शिवः । ચતુર્ભિાવન ત્રહ્મા, દ્વાખ્યો તેવી તથા કિ . ”
-સ્કાન્દપુરાણ, કેદારખડ, પ્રથમ અધ્યાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org