SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તામર ] श्रीलक्ष्मीविमलविरचितम् ૮૧ એમ જેને લોકાન્તિક દેવેન્દ્રોએ વાણી દ્વારા કહ્યું તે શક્રને પૂજ્ય એવાં ચરણ-કમલવાળા, વિમળ પ્રતાપવાળા, વળી સમરત શઠ અને શત્રુરૂપ એવા ક્ષેધરના સમૂહને જેણે નાશ કર્યો છે એવા, તેમજ (શાતિનાથ, કુન્થનાથ અને અરનાથ) એ ત્રણ તીર્થંકરરૂપ ઉત્તમ ચંદવર્તીઓમાં (ચક્રવર્તી તેમજ તીર્થંકર તરીકે) પ્રથમ એવા “જિનેશ્વર શ્રીશાન્તિ(નાથ)ને હું પણ સ્તવીશ.”—૧૨ સ્પષ્ટીકરણ કાન્તિક દેવ જૈન શાસ્ત્રોમાં દેવોના ભવનપતિ, વ્યત્તર, તિષ્ક અને વૈમાનિક એમ જે ચાર પ્રકાશ પાડવામાં આવ્યા છે તે પૈકી વૈમાનિક દેવોના અવાન્તર ભેદમાં કાતિક દેવોને સમાવેશ થાય છે. આ દેના સ્થાનને “બ્રહ્મલોકતરીકે ઓળખાવવામાં આવે છે. આને આકાર સંપૂર્ણ ચન્દ્ર જેવો ગોળ છે. સમસ્ત કાન્તિક દેવો સમ્યગ-દષ્ટિ છે. આ દેવોને સધર્મ પ્રતિ બહુમાન હોવાથી તેમજ તેમનું ચિત્ત સંસાર-દુઃખથી પીડિત છો તરફ દયાર્દ્ર હોવાથી તેઓને તીર્થંકરના જન્માદિકને વિષે વિશેષ આનંદ થાય છે. વળી તેમના ક૯પ (આચાર ) મુજબ તેઓ દીક્ષા લેવાને તત્પર બનેલા તીર્થંકરની પાસે જઈ પ્રસન્ન ચિત્તે તેમની સ્તુતિ કરી જગન્ના કલ્યાણાર્થે તીર્થ પ્રવર્તાવવા તેમને વિજ્ઞપ્તિ કરે છે. ત્યાર બાદ તીર્થંકર વાર્ષિક દાન દેવાનો આરંભ કરે છે અને અંતમાં દીક્ષા લે છે. લોકાન્તિક દેવોના (૧) સારસ્વત, (૨) આદિત્ય, (૩) વણિ, (૪) અરૂણ, (૫) ગદય, (૬) તુષિત, (૭) અવ્યાબાધ, (૮) મરૂત્ અને (૯) અરિષ્ટ એમ નવ પ્રકારો છે. આ દેવ પૈકી પ્રથમના આઠ પ્રકારના દેવો કૃષ્ણરાજના અંતરામાં ઇશાન કેણથી માંડીને પ્રત્યેક દિશામાં અનુક્રમે રહે છે. અર્થાત્ ઈશાન કોણમાં સારસ્વત, પૂર્વ દિશામાં આદિત્ય, અગ્નિકોણમાં વદ્ધિ, દક્ષિણ દિશામાં અરૂણ, મૈત્ય કોણમાં ગતિય, પશ્ચિમ દિશામાં તુષિત, વાયવ્ય કોણમાં અવ્યાબાધ અને ઉત્તર દિશામાં મરૂત રહે છે, જ્યારે નવમા પ્રકારના અરિષ્ટ દેવો મધ્યમાં રિષ્ટ વિમાનમાં વસે છે. સર્વ કાન્તિદેવ એકાવતારી છે અર્થાતુતેઓ બધાચવીને મનુષ્ય તરીકે ઉત્પન્ન થઈમેલે જનારા છે એ પ્રમાણે દિગમ્બરે તેમજ કેટલાક શ્વેતામ્બર પણ માને છે, જ્યારે કેટલાક શ્વેતામ્બર ૧-૨-૩ આ સોળમા સત્તરમા અને અઢારમા તીર્થ કરની સ્થલ રૂપરેખા સ્તુતિ-ચતુર્વિશતિકાના અનુક્રમે ૧૮૯ માં, ૧૯૮ માં અને ૨૦૬ માં પૃષ્ઠમાં આલેખવામાં આવી છે. ૪ તીર્થકરને લગતી ટુંક હકીકત માટે જુઓ સ્તુતિ-ચતુર્વિશતિકા (પૃ. ૧૫, ૨૪, ૩૦-૩૩). ૫ ચક્રવર્તીના સંબંધમાં માહિતી માટે જુઓ સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ. ૨૯-ર૧૭). ૬ જિનેશ્વર એટલે શું તે સ્તુતિ ચતુર્વિશતિકા (પૃ૧૪, ૮૨) ઉપરથી જોઈ શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004889
Book TitleKavya Sangraha Part 2
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy