________________
सरस्वती भक्तामरम्
[ સરવતી
જ્યારે યાચક નિરાશ થઈને જાય છે, તેા પછી હે પ્રાણ ! તમે પણ ચાલવા માંડે, કેમકે પાછળથી પણ તમારે જવાનું છે અને વળી ફરીથી આવેા સાથે પણ ક્યાંથી મળશે !—૩
વળી દુકાળમાં ભિક્ષા મળતી નથી તેમજ ગરીબને કાઇ ધીરતું નથી. વળી પૃથ્વીનાં શ્રેષ્ઠ એવા ( આપણા જેવા બ્રાહ્મણા )ની પાસે દાસપણું પણ કાણુ કરાવે ? ત્રાસ આપ્યા વિના સૂર્ય અસ્ત પામે છે, તે હે ગૃહિણી ! આપણે ક્યાં જઇએ અને શું કરીએ ? આ જીવન-વિધિ ગહન
છે.—૪
૨૨
ભૂખથી પીડાતા મુસાફર મારૂં ધર પૂછતા પૂછતે। કાઇક સ્થળેથી આવ્યા છે, તા હૈ ગૃહિણી ! એ ક્ષુધાતુર ખાઇ શકે એવું કંઇ ધરમાં છે ? ત્યારે તેના પ્રત્યુત્તરમાં તેની સ્ત્રીએ વચન દ્વારા ‘છે’ એમ કહીને નેત્રમાંથી પડતાં (બાર બાર જેવડાં) મેટાં આંસુના બિન્દુએ વડે વગર ખાલેજ ‘ નથી ' એમ સૂચવ્યું —પ
આથી અત્યંત ખિન્ન થયેલા માધ પણ્ડિતના પ્રાણ પરલેાક પ્રયાણ કરી ગયા.
સવારના રાજાને તે વાતની ખબર પડતાં તેને ઘણા શાક થયેા. વિશેષમાં ‘ શ્રીમાલ' નગરમાં માધની જ્ઞાતિમાં નિંકા હૈાવા છતાં તેમણે તેની ઉપેક્ષા કરી, તેથી તેણે તે નગરનું ‘ ભીલમાલ' એવું નામ પાડયું.
'શ્રીહર્ષ-પ્રબન્ધ
પૂર્વે દેશમાં ‘કાશી ’ પુરીને વિષે ગાવિન્દચન્દ્ર નામે રાજા રાજ્ય કરતા હતા. તેને જયન્તયન્દ્ર નામના એક પુત્ર હતા. આને રાજ્ય સાંપીને તે રાજાએ ચાગ-માર્ગે પલાક સાધ્યા. જયન્તચન્દ્ર પાસે અનેક વિદ્વાના હતા. તેમાં એક હીર નામે બ્રાહ્મણ હતા. આ બ્રાહ્મણને શ્રીહર્ષ નામના પુત્ર હતા.
શ્રીહર્ષ બાળક હતા તેવામાં એક દિવસે એક પણ્ડિતે રાજસભામાં તેના પિતાના પરાજય કરી તેને માન કરી નાખ્યા. આથી લજ્જા પામી મનમાં વૈર ધારણ કરતા હાર દિવસ ગુજારવા લાગ્યા. મૃત્યુ-સમયે તેણે પેાતાના પુત્ર શ્રીહર્ષને કહ્યું કે હે વત્સ ! અમુક પણ્ડિતે રાજ-સભામાં મારા માત-ભંગ કર્યેા છે; વાસ્તે જો તું મારા સાચા પુત્ર હાય, તેા તે અપમાનનું વેર લેજે. શ્રીહર્ષે તેમ કરવા હુા પાડી એટલે તેના પિતા સુખેથી મરણ પામ્યા.
કાલાન્તરે શ્રીહર્ષે કુટુંબના ભાર ચાગ્ય જનાને સોંપ્યા અને તે પેાતે વિદેશમાં વિદ્યા પ્રાપ્ત કરવા ગયા. વિદેશમાં રહીને તેણે તર્ક, અલંકાર, ગીત, ગણિત, જ્યાતિષુ, મન્ત્ર, વ્યાકરણ ઇત્યાદિ વિવિધ વિષયનું જ્ઞાન મેળવ્યું. વિશેષમાં તેણે પેાતાના ગુરૂએ આપેલા ‘ચિન્તામણિ’ મન્ત્રની એક વર્ષ પર્યંત ખંતથી સાધના કરી. એથી ત્રિપુરા ( સરસ્વતી ) દેવી પ્રત્યક્ષ થઇ અને તેણે શ્રીહર્ષને અમેાધાદેશ ( નિષ્ફળ નઢુિં જાય એવી આજ્ઞા ) ઇત્યાદિ વરદાનો આપ્યાં.
આથી ગર્વિષ્ટ બનેલા શ્રીહર્ષે સર્વેની સાથે વાદ કરવા લાગ્યા, પરંતુ તેની ભાષા લેાકના સમજવામાં આવતી હતી નહિ તેથી તેને ખેઢ થયે. તેથી તેણે સરસ્વતીની સ્તુતિ કરી એટલે શ્રારાજશેખરસૂરિષ્કૃત ચતુર્વિશતિ-પ્રબન્ધના આધાર લઈને આ પ્રબન્ધ તૈયાર કરવામાં આવ્યા છે,
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org