________________
જક્તામર]
श्रीधर्मसिंहसूरिविरचितम्
માધ-પ્રબન્ધ. ઉજજયિની' નગરીમાં ભેજ રાજા રાજ્ય કરતો હતો. તેણે માઘ પડિતની વિદ્વત્તાની તેમજ તેની દાન-શક્તિની પ્રશંસા થતી ઘણી વાર સાંભળી, તેથી તે તેને જોવાને આતુર બની ગયે. આથી તેણે શ્રીમાલ' નગરમાં વસતા માઘ પરિડતને તેડી લાવવા રાજસેવકોને
કલ્યા. તેમની સાથે કવીશ્વર માઘ આવતાં રાજાએ તેને સત્કાર કર્યો. વિશેષમાં તેણે તેને યથેષ્ટ ભેજન જમાડીને પિતાની પાસે પોતાના જેવા પલંગમાં સુવાડ અને શિયાળ, હેવાથી તેને ઓઢવાને માટે યોગ્ય કંબલ પણ આપી તેમજ તેની સાથે વાર્તા-વિનોદ પણ કર્યો.
આ પ્રમાણે કવીશ્વર અને રાજાના દિવસો સુખે નિર્ગમન થતા હતા તેવામાં એક દિવસે સવારના માંગલિક વાજીબના શબ્દ સાંભળીને જાગેલા જ રાજા પાસે માઘ પરિડતે પિતાને ઘેર જવાની રજા માંગી. આથી રાજા વિરમય પામી ગયો અને તેણે તેને પૂછ્યું કે શું આપની ભજન, શયા, આચ્છાદન ઈત્યાદિ રૂપ સેવામાં કંઈ ખામી આવી ગઈ છે કે આપ જવા ઇચ્છો છો ? આના ઉત્તરમાં માઘે જણાવ્યું કે હું ટાઢ સહન કરી શકતા નથી. આથી રાજાએ ન છૂટકે રજા આપી એટલે તે પિતાને દેશ જવા નીકળ્યો. રાજા તેને સામે વળાવવા ગયો. છૂટા પડતાં માધે રાજાને વિનતિ કરી કે આપ એક વાર મારે ઘેર પધારવા કૃપા કરશે. આ વાત રાજાએ કબૂલ કરી.
ત્યાર બાદ ડેક દિવસે ભેજ રાજા માઘની સંપત્તિ જોવાને માટે “શ્રીમાલ' નગર તરફ જવા નીકળે. ત્યાં રાજા આવી પહોંચતાં માધે તેનું ગ્ય સન્માન કર્યું. રાજા પિતાના સૈન્ય સહિત માઘ પડિતની ઘડી બાંધવાની જગ્યાના એક ખૂણામાં સમાઈ જાય તેમ હતું તો પણ આ પણ્ડિતે ભેજ રાજાને પિતાના મહેલમાંજ ઉતરે આવે.
આ મહેલની સમગ્ર ભૂમિ સુવર્ણમય હતી અને તેમાં દેવસ્થાનની ભૂમિ તે મણિ, મરક્ત હીરા વિગેરે કિમતી ઝવેરાતથી જડેલી હતી. આથી સ્નાન કર્યા બાદ ત્યાંથી જતી વેળાએ તે ભૂમિને સેવાળયુક્ત જળવાળી સમજીને રાજાએ પોતાનું વસ્ત્ર ઊંચું લેવા માંડયું. તે વખતે સેવકોએ ખરી વાત કહીને તેની બ્રાન્તિ દૂર કરી. વળી ભેજના સમયે પોતાને માટે આવેલા સુવર્ણના થાળમાં પોતાના દેશમાં નહિ ઉત્પન્ન થતા એવા તેમજ અન્ય ઋતુમાં ઉત્પન્ન થતા એવા અનેક પદાર્થો જોઈને રાજા સ્તબ્ધ બની ગયે. ભેજન કર્યા બાદ માધે રાજાને સ્વાદિષ્ટ ફળે તેમજ જાત જાતને મે ખાવા આપ્યાં. રાત્રિ પડતાં માઘ ભોજ રાજાને ચન્દ્રશાલામાં લઈ ગયા. ત્યાં અનેક પ્રકારના પૂર્વે નહિ જોયેલા પ્રત્યે તેમજ તેહવાર વસ્તુઓ ઉપર રાજાની દૃષ્ટિ પડી. આ બધું જોઈને રાજાને આશ્ચર્યને પાર રહ્યો નહિ. વળી શિયાળામાં પણ રાજાને ઉનાળાની બ્રાનિત થઈ આવી, તેથી તેણે વેત વસ્ત્ર ધારણ કર્યા અને ચંદનનો લેપ કર્યો. એમ કરી પંખાના મંદ મંદ વાયુને અનુભવ કરતે રાજા નિદ્રાધીન થઈ ગયો. આખી રાત્રિ ક્યાં પસાર થઈ ગઈ તેની તેને જરાએ ખબર પડી નહિ. પ્રાતઃકાળ થતાં શંખ-નાદથી જાગૃત બનેલા રાજાને માધ ક્ષણે ક્ષણે સુખ શાન્તિની ખબર પૂછવા લાગે.
૧ પ્રબંધચિન્તામણિને આધાર લઈને મે આ પ્રબન્ધ અવ આપે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org