SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭ वीरभक्तामरम् ] વીરભક્તામર લેકાર્થ સૂર્ય કરતાં પણ પ્રભુનો અધિક મહિમા– * “(હે જગદીશ !) પોતાની વાણીરૂપી કિરણોને વિરતાર કરનારો, અજ્ઞાનરૂપી અંધકારને વિનાશ કરનાર, સન્માર્ગને પ્રદર્શિક એવો તુંજ આ જગતને વિષે સૂર્ય છે, તે (વાત) કેચ છે. (પરંતુ, તું (તે) દિનને નાશ કરનાર હોવાને લીધે, હું એમ તર્ક ઊઠાવું છું કે હે મુનીશ્વર ! તું લોકને વિષે સૂર્ય કરતાં પણ અધિક મહિમાવાળો છે.”—૧૭ સ્પષ્ટીકરણ પ્રભુની સૂર્યની સાથે સરખામણું – પ્રભુના જ્ઞાનને અપૂર્વ પ્રકાશ જોઈને કોઈક લોકિક પદાર્થના પ્રકાશ સાથે બને તો તેની તુલના કરવા પ્રથમ તો કવિરાજે પ્રભુને દીપકની ઉપમા આપી; પરંતુ જ્યારે તે તેને વારતવિક લાગી નહિ, ત્યારે તે તેમને સૂર્યની સાથે સરખાવવા લલચાયા છે. આ લોકની પ્રાથમિક ચરણમાં તો સૂર્ય તેમજ પ્રભુની સામ્યતા કંઈક અંશે સચવાઈ પણ રહે છે, કેમકે જેમ પ્રભુ વાણુને વિરતાર કરે છે, તેમ સૂર્ય પણ દશે દિશામાં પિતાનાં કિરણેને પ્રચાર કરે છેવળી જેમ પ્રભુ અજ્ઞાનનો નાશ કરે છે, તેમ સૂર્ય અંધકારનો વિનાશ કરે છે, તેમજ વળી પ્રભુ જેમ સદુપદેશ આપી સન્માર્ગનું ભાન કરાવે છે, તેમ સૂર્ય પણ રાત્રિએ ભૂલા પડેલાને રસ્તે બતાવે છે. પરંતુ અંતિમ ચરણમાં તો પ્રભુને સૂર્યની ઉપમા આપવી પણ વ્યર્થ છે એમ સિદ્ધ કરવામાં આવે છે. આનું કારણ એ છે કે જ્યારે વર્ષ ઋતુમાં ગગન મેઘ વડે પૂર્ણ આચ્છાદિત થયેલું હેય, અર્થાતુ અતિશય કાળું વાદળું ચડી આવ્યું હોય અને હાથે હાથ પણ સુઝે નહિ એવું ઘોર અંધારું થઈ રહ્યું હોય તે વખતે સૂર્ય પ્રકાશ પડતો નથી, એટલે કે આવી વખતે સૂર્ય હાર ખાઈ જાય છે. પરંતુ કેવલજ્ઞાની પ્રભુને પ્રકાશ તો કોઈ પણ કાળે છે તે જ નથી. વિશેષમાં શ્રીમાનતુંગસૂરિના કથન મુજબ સૂર્યને તે રાહુ ગળી પણ જાય છે, તેનું ગ્રહણ પણ થાય છે, અરે તેને અરત પણ થાય છે તેમજ તેને પ્રકાશ પણ એકી સાથે ત્રણે ભુવનને પ્રકાશિત કરવા અસમર્થ છે; જ્યારે પ્રભુ તે પાપરૂપી રાહુ વડે પરાભવ પામતા નથી, વળી કદાપિ તેને અસ્ત થતા નથી, તેમજ ત્રણે કાળને અને ત્રણે ભુવનના સમસ્ત પદાર્થ ઉપર સમકાલે પ્રકાશ પાડવા તે સર્વથા સમર્થ છે. વ્યતિરેક અલંકાર– આ શ્લોક “વ્યતિરેક અલંકારથી વિભૂષિત છે. આ અલંકારનું લક્ષણ શ્રી હેમચન્દ્રસૂરિએ “કાવ્યાનુશાસનના છઠ્ઠા અધ્યાયમાં નીચે મુજબ આપ્યું છે – “ उत्कर्षापकर्षहेत्वोः साम्यस्य चोक्तावनुक्तौ चोपमेयस्याधिक्यं व्यतिरेका" अथ चन्द्रादपि त्वद्यशोऽधिकमित्याह प्रह्लादकृत् कुवलयस्य कलानिधानं पूर्णश्रियं च विदधच्च यशस्त्वदीयम् । *. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004888
Book TitleKavya Sangraha Part 1
Original Sutra AuthorN/A
AuthorHiralal R Kapadia
PublisherJinshasan Aradhana Trust
Publication Year2004
Total Pages224
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy