________________
૨૨
વીરભક્તામર
[ શ્રીધર્મવર્ષનાત
ઇન્દુભૂતિ-વિચાર—
મગધ દેશમાંની રાજગૃહી નગરીના સ્વામી શ્રીશ્રેણિકના ‘ ગાર્વર ’ ( ગુજ્વર ) ગામમાં વસુભુતિ નામના વિપ્ર વસતા હતા. તેને પૃથ્વી નામની સ્ત્રીથી ઇન્દ્રભૂતિ, અગ્નિભૂતિ અને વાયુભૂતિ એ નામનાં ત્રણ પુત્ર-રત્ને ઉત્પન્ન થયાં હતાં. એ બ્રાહ્મણનું ગાતમ ગોત્ર હાવાને લીધે ઇન્દ્રભૂતિના એ નામથી વ્યવહાર કરવામાં આવે છે; અર્થાત્ તેને ગાતમ( ગાતમ )વામી તરીકે ઓળખાવવામાં આવે છે. આ ગૈતમ સ્વામી અર્થાત્ ઇન્દ્રભૂતિ ચૌદ' વિધાના પારગામી અન્યા હતા, તેમણે ચાર વેદેાનું સારી રીતે અધ્યયન કર્યું હતું અને તે પેાતાને સર્વજ્ઞ ’ તરીકે ઓળખાવતા હતા.
6
એક વખત પાવાપુરીની સમીપમાં મહુસેન વનમાં રહેતા સામિલ નામના વિપ્રને ત્યાં અગ્નિભૂતિ પ્રમુખ દશૅ બ્રાહ્મણેા સહિત ઇન્દ્રભૂતિ યજ્ઞને માટે ગયા. ત્યાં તેઓ યજ્ઞ કરતા હતા, એવામાં તેમણે આકાશમાં ઉદ્દાત જોયે અને તદનંતર દેવાને મર્ત્ય-લાક ઉપર ઉતરી આવતા જોયા. આથી તેમણે એમ માન્યું કે આ મારા યજ્ઞનેા પ્રભાવ છે અને દેવા મને અભિનંદન આપવાને આવે છે. પરંતુ જ્યારે તે દેવા ત્યાં નહિ આવતાં પાવાપુરીમાં દેવાએ રચેલા વીર પ્રભુના સમવસરણ તરફ ગયા, ત્યારે તેમને આશ્ચર્યના પાર ન રહ્યા (આથી સાખીત થાય છે કે તે સર્વજ્ઞ હતા નહિ, કેમકે આશ્ચર્ય એ અજ્ઞાનજનક ચેષ્ટા છે ). વિરોષમાં લોકાને મુખેથી અત્ર સમીપમાં વીર ભગવાન્ સમવસર્યાં છે અને તે સર્વજ્ઞ છે એમ સાંભળતાં તે તેમને અતિશય સામયે ગર્વ ઉત્પન્ન થયા. તેઓ વિચારવા લાગ્યા કે ખરેખર અત્ર કાઇ ધુતારા આન્યા લાગે છે અને તેને ઇન્દ્રજાળ પાથરી હાય એમ સંભવે છે. આમ વિચારી પ્રભુનું માન મેાડવાને તેએ તૈયાર થયા અને તેમણે સમવસરણ તરફ પ્રયાણ કર્યું. પરંતુ સમવસરણની સમીપ આવતાં, તેમજ દેવ-કૃત ઋદ્ધિનું અવલાકન કરતાં અને વિશેષતઃ વીર પ્રભુના મુખારવિંદ તરફ નજર પડતાં તે તે ઠંડાગાર થઇ ગયા. એટલામાં અધુરામાં પૂરૂં વીર ભગવાને તેમને તેમના નામથી ખેલાવ્યા. અને વગર પૂછે તેમના મનેાગત સંદેહનું નિરાકરણ પણ કર્યું.' આથી કરીને ઇન્દ્રભૂતિને સમસ્ત ગર્વ ગળી ગયે। અને તેમણે પ્રભુના ચરણ-કમલમાં પ્રણામ કરી પેાતાને તેમના સેવક તેરી કે વીકારવા વિનતિ કરી. આ વિનતિને સ્વીકારીને પ્રભુએ તેમને દીક્ષા આપી એટલુંજ નહિ, પરંતુ પ્રથમ ગણધર બનાવ્યા. અરે એટલેથી પણ જાણે પેાતાનું અનુપમ ઉપકારિત્વ સિદ્દ થતું ન હેાય, તેમ
૧ ચૌદ-વિદ્યાઓ— “ વળી વૈશ્રવારો, મીમાંસાડડન્નીક્ષિત્રી તથા । ધર્મશાસ્ત્ર પુરાનું ચ, વિદ્યા સાશ્રતુ ॥ ”
અર્થાત્ છ અંગા, ચાર વેદા, મીમાંસા, તર્ક, ધર્મશાસ્ત્ર અને પુરાણ એ ચૌદ વિદ્યાએ છે.
૨ ૠ-વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વ-વેદ એ ચાર વેદ છે.
3
અગ્નિભૂતિ, વાયુભૂતિ, વ્યક્ત, સુધર્મા, મણ્ડિક, મૌર્યપુત્ર, અકસ્પિત, અચલભ્રાતા, મેતાર્ય અને પ્રભાસ એ ઉપર્યુંક્ત દશ બ્રાહ્મણા છે.
૪ આ વાત વિશેષાવશ્યકમાંના ‘ગણુધરવાદ'ના નામથી ઓળખાતા પ્રકરણ ઉપરથી જોઇ શકાશે, જોકે એની સ્યૂલ રૂપરેખા તો શ્રીરૂપચન્દ્રકવિકૃત ગૌતમીય મહાકાવ્યમાં પણ આલેખવામાં આવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org