SearchBrowseAboutContactDonate
Page Preview
Page 999
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર [ જામ क्लेशज्वरस्वरूपत्वे सति संयमस्वरूपभेदित्वं शल्यस्य लक्षणम् । (૪૪૦) અર્થાત જેનું સ્વરૂપ લેશરૂપ જવર (તાવ)ને જન્મ આપનારું હોય અને જે સંયમને નાશ કરનાર હોય તે શલ્ય' કહેવાય છે. આ શલ્યના (૧) માયાશલ્ય, (૨) નિદાન–શલ્ય અને (૩) મિથ્યાદશન-શલ્ય એમ ત્રણ પ્રકારે છે, દંભ, ડોળ કે છેતરવાની વૃત્તિ તે “માયા–શલ્ય” છે.' ભેગની લાલસા એ “નિદાન-શલ્ય” છે. આનું લક્ષણ દર્શાવતાં ગ્રન્થકાર કર્થ છે કે चक्रवर्तिकेशवादीनां सौभाग्यादिगुणसम्पदं विलोक्य भूरितपआचरितपरिखेदितमानसोऽध्यवस्यति 'ममापि अमुष्य तपसः प्रभावादेवंविधा भोगा भवन्तु' इति चिन्तनलक्षणनिदानकरणरूपत्वं, मौक्तिकसुखप्रतिबन्धपूर्वकलांसारिकसुखविषयकचिन्तनरूपत्वं वा निदानशल्यस्य અક્ષમ્ (૪૪) અર્થાત ચક્રવર્તી, વાસુદેવ પ્રમુખની સૌભાગ્યાદિ ગુણસંપત્તિ જોઈને, બહુ તપશ્ચર્યા કરવાથી ખિન્ન મનવાળો થયેલે તપસ્વી એ અધ્યવસાય કરે કે મારા આ તપને જે કંઈ પણ પ્રભાવ હેય તે તેથી ભવાંતરમાં આવા ભેગો મને મળે તે તે અધ્યવસાયરૂપ ચિંતન “નિદાન-શલ્ય” છે. અથવા મુક્તિના સુખને આડે આવનાર એવા સાંસારિક સુખ સંબંધી વિચાર (આકાંક્ષા) તે “નિદાન-શલ્ય છે. વિષયાદિની વાસનાને વશ થઈ. ધમક્રિયાના ફળ તરીકે પૌગલિક પદાર્થની માગણી કરવી તે “નિદાન” યાને “નિયાણું' કહેવાય છે. આ નિદાન શુભ અનુષ્ઠાનને-વતને કલંક્તિ કરે છે, વારતે પીગલિક સુખની ઈચ્છા અને આશારૂપ નિદાનને જૈન દર્શનમાં નિષેધ છે. આ વાતને જયવીયરાય ચાને પ્રાર્થના-સૂત્રની નિમ્ન–લિખિત ગાથા સમર્થિત કરે છે " वारिजइ जइवि नियाणबंधणं वीयराय ! तुह समए। तहवि मम हुज सेवा भवे भवे तुम्ह चलणाणं ॥२॥" અર્થાત્ છે વીતરાગ ! જેકે તારા સિદ્ધાન્તમાં-શાસનમાં નિયાણું બાંધવાને મનાઈ હુકમ છે-નિદાનને નિષેધ છે તે પણ હું તે નિયાણું બધું છું કે મને તારાં ચરણની સેવા ભવભવ હો. ૧ આ પ્રસિદ્ધ હેવાથી એનું લક્ષણ ગ્રંથકારે નિર્દોર્યું નથી. ૨ છાયા बार्यते यद्यपि निदामबन्धनं बीतराग ! तब समये तथापि मम भवतु सेवा भवे भवेष चरणयोः॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy