SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1000
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ૯લામ ' આહંત દર્શન દીપિકા. ૯૨૧ અત્રે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે જિનેશ્વરના ચરણ-સેવાની માગણીરૂપ નિયાણું, જિનશાસનમાં જેને નિષેધ કર્યો છે તેવું નથી. એટલે આથી જિનાજ્ઞાને ભંગ થતું નથી, બલકે તેનું પાલન થાય છે, કેમકે આ માગણ શાસ્ત્રસંમત છે અને તેનું કારણ એ છે કે એમાં પૌગલિક: વાંછનાને અભાવ છે. કહેવાની મતલબ એ છે કે સ્થળ દષ્ટિએ યાને નિદાનના અર્થના વિવેકથી વિહીન જનની અપેક્ષાએ આ નિયાણું છે, બાકી સૂકમ દષ્ટિએ વિચારતાં-વરતુનું વાસ્તવિક સ્વરૂપ વિચારનારની વિવક્ષાએ એ નિયાણું નથી જ. મિથ્યાદર્શન-શયનું લક્ષણ– તરવાઘfશ્રદ્ધાનપરવં મિથ્યા નાથસ્થ ઋક્ષણમ્ (ર) અર્થાત્ યથાર્થ પદાર્થને વિષે શ્રદ્ધાને અભાવ તે “મિચ્ચાદશનરૂપ શય” છે. એટલે સત્ય ઉપર શ્રદ્ધા ન ચોંટવી કે અસત્યને છેટે આગ્રહ રાખે તે “મિથ્યાત્વ-શલ્ય” છે. આ ત્રણ માયાદિ વિષયક શો માનસિક દેષરૂપ છે. જેમ જીણ જવર શરીરની પાયમાલી કરે છે તેમ આ શો પણ આત્માની ખુવારી કરે છે. એ શો અત્યુત્તમ અનુષ્ઠાને અને વ્રતની ધૂળધાણી કરી નાખે છે, આત્માને વ્રતના યથાર્થ ફળથી વંચિત રાખે છે અને મન તથા શરીરને પ્રતિક્ષણ કેરી ખાઈ આત્માને સ્વસ્થ રહેવા દેતાં જ નથી કે જેથી તે વ્રતના પાલનમાં એકાગ્ર ચિતે પ્રવર્તી શકે. વાસ્તે વ્રતના અભિલાષીએ આ શલ્યને આત્મભૂમિમાંથી ઉખે બહાર ફેંકી દેવાં જોઈએ તેને બહિષ્કાર કરે જોઈએ તેમ કર્યા વિના આત્મ-ક્ષેત્ર નિષ્કટક નહિ જ બને. વતના બે – વ્રત લેવા ઈચ્છનારી વ્યક્તિમાં ભેદ છે, કેમકે પ્રત્યેકમાં એકસરખી ગ્યતા હોતી નથી. કે વધારે વ્રત અંગીકાર કરી શકે તે કઈક ઓછાં; કઈ ઘરબારને ત્યાગ કરી સંન્યાસ ગ્રહણ કરી શકે તે કોઈ ગૃહસ્થજીવનના ધર્મ અનુસાર વ્યતીત કરી શકે. આ પ્રમાણે વતીઓની ચોગ્યતાના તારતમ્યને અનુલક્ષીને તેના અગારી અને અનગાર એવા બે ભેદ જૈન દર્શનમાં દર્શાવવામાં આવ્યા છે. તેમાં અગારને અથ* ઘર” થાય છે. ઉપલક્ષણથી એનો અર્થ “ આરંભ' કરી શકાય છે. આ ઉપરથી જેને ઘર સાથે સંબંધ હોય અથવા જેની પ્રવૃત્તિઓ આરંભમય હોય તે ‘ અગારી” છે. જેને ઘર કે આરંભ સાથે સંબંધ ન હોય તે “અનગાર” છે. અનગર એટલે ત્યાગી સાધુ, સાચા સંન્યાસી. જે કે અગારી અને અનગાર એ બે શબ્દને સીધો અર્થ ઘરમાં રહેવું કે ન રહેવું એટલો જ છે, પરંતુ એથી એ સમજવાનું છે કે પરિગ્રહનું સેવન એ અગારીનું લક્ષણ છે, જ્યારે એને ત્યાગ એ અનગારનું લક્ષણ છે. આથી એમ કહી શકાય કે અરણ્યમાં વસતો ચગી જે વિષય ૧ સરખા તત્ત્વાર્થ ( અ. ૭ )નું નિમ્નલિખિત સૂત્ર – છે માર્શનાર્થ | ૨૪ | ” 116 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy