________________
આસ્રવ-અધિકાર.
[ તૃતીય
તૃષ્ણના વમળમાં તણાતે હેય તે ભલે બાહ્ય દષ્ટિએ તે “અનગાર ” ગણાય, પરંતુ આંતરિક દષ્ટિએ તે તેને “મુખમે રામ, બગલમે છુરી, ભગત ભયે પણ દાનત બુરી” એ કટિમાં મૂકી શકાય. એવી રીતે સંસારના ચેકની વચ્ચે રહેવા છતાં જે નિઃસ્પૃહતા કેળવાયેલી હોય તે તે
વ્યક્તિ બાહા દષ્ટિએ ભેગી ગણાય, પરંતુ આંતરિક દૃષ્ટિએ તો તે અનગાર જ છે. દાખલા તરીકે વિચારે માતાપિતાના સ્વર્ગગમનથી માંડીને તે નિષ્ક્રમણ સુધીને શ્રી મહાવીરસ્વામીને ગ્રહવાસ,
અત્રે એ જરૂર ઉમેરીશું કે સાધુતાની પ્રાપ્તિ માટે ગૃહત્યાગ એ રાજમાર્ગ છે. તીર્થકરે, બુદ્ધો અને જગતના બીજા પણ મહાનુભાવોએ આ માર્ગે જ પ્રયાણ કર્યું છે. મહર્ષિ બુદ્ધે પુત્રવત્સલ શુદ્ધોદન પિતાને, પિતાની પ્રાણપ્રિય પત્ની યશોધરાને, વહાલા પુત્ર રોહિતને અને સુંદર રાજમહેલને ત્યાગ કર્યો હતે એ વાત સુપ્રસિદ્ધ છે. વિશેષમાં ઘરને મેહ છોડ્યા વિના પૌગલિક સ્વરાજ્ય મળવું મુશ્કેલ છે તે સાચી સાધુતારૂપ આત્મિક સ્વરાજ્ય ઘરને મોહ રાખે મળે ખરું? અગારીનું લક્ષણ–
सम्यग्दर्शनसम्पन्नत्वे सति अणुव्रतगुणवतशिक्षावतानां मध्येऽन्यतमेन केनचित् सर्वेण वा युक्तत्वं, सम्यग्दर्शनसम्पन्नत्वे सति स्थूलप्राणातिपातविरतिरूपत्वं, प्रतिपन्नसम्यक्त्वाणुव्रतत्वे सति यतिभ्यः सकाशात् साधुश्रावकाणां सामाचारीश्रवणशीलत्वं वाऽगारिणो અક્ષણમ્ (ર૪રૂ ) અર્થાત જેણે સમ્યગ્દર્શન પ્રાપ્ત કર્યું હોય અને જે પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકનાં બાર વતે પૈકી ગમે તે એકથી, બેથી, ત્રણથી કે છેક બધાંથી યુક્ત હોય તે “અગારી” કહેવાય છે. અથવા જેની પાસે સમ્યગ્દર્શાનરૂપ સંપત્તિ હોય અને જે સ્થળ હિંસા (વગેરે)થી મુક્ત હોય તે “અગારી” છે. અથવા જે સમ્યક્ત્વધારી હય, અણુવ્રતે પાળતો હેય અને વળી મુનિઓ પાસેથી સાધુ અને શ્રાવકના આચારે કયા કયા છે તેનું શ્રવણ કરતે હોય તે “અગારી” છે.
અગારીને સામાન્ય અર્થ “ગૃહસ્થ ” થાય છે, પરંતુ અત્ર તેને વિશેષ અર્થ સમજ. વાને છે. એટલે કે અત્ર અગારી વતીને નિર્દેશ છે અર્થાત્ અગારીથી સંન્યાસ ન ગ્રહણ કરેલ કઈ પણ વ્યક્તિ ન સમજતાં જેણે ભવ-નિર્વેદ, માર્ગાનુસારિતા અને સમ્યકત્વ પ્રાપ્ત કરવા ઉપરાંત અહિંસાદિ વ્રતે પૈકી એકાદેકનું પણ ગ્રહણ કર્યું હોય તેને અવ નિર્દેશ છે. આ વ્યક્તિ પુરુષ જ હેવી જોઈએ એમ પણ નથી, કેમકે અત્ર “ અગારી” શબ્દ પાંચમા ગુણસ્થાને વતતી કેઈ પણ વ્યક્તિને લાગુ પડે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org