SearchBrowseAboutContactDonate
Page Preview
Page 989
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર [ તૃતીય પ્રમાણે જે રાગ દ્વેષથી ચિત્ત મલિન બને છે એ બંનેને રથાને અનુક્રમે મિત્રી અને કરુણાનું સ્થાપન કરવાથી નિર્મળતા અને આનંદ મળે છે. જે મનુષ્ય પુણ્યશાળી છે પ્રતિ મુદિતા ભાવના રાખે અથત એમના તરફ પ્રીતિ રાખે, એમનાં કૃત્યોથી પ્રસન્ન થાય અને એ કૃત્યેની અનુમોદના કરે તે એ મુદિતા ભાવનાને લઈને પિતે પુણ્ય કાર્યમાં પ્રવર્તે. એવી રીતે જે એ પાપી પ્રતિ ઉપેક્ષા ભાવના રાખે અર્થાત્ એવા જીવ તરફ ઉદાસીન રહે અને તેનાં કાર્ય તરફ અરુચિ ધારણ કરે છે એ જાતે પાપથી નિવૃત્તિ પામે અને આ રીતે પુણ્યમાં ખામી ન આવવાથી અને પાપથી નિવૃત્તિ મળતી હોવાથી પચાતાપનું કારણ રહેતું નથી અને આ પ્રમાણે પશ્ચાત્તાપના અભાવને લીધે ચિત્ત પ્રસન્ન રહે છે. મેગ્યાદિ ભાવના અને શૈદ્ધ દર્શન– મૈત્રી વગેરે ચાર ભાવનાઓને બૌદ્ધ દર્શનમાં “બ્રહ્મવિહારનામ આપવામાં આવ્યું છે અને ત્યાં એનું મહત્વ પુષ્કળ ગવાયું છે. શ્રી બુદ્ધષકૃત વિમુદ્ધિ-મગના નવમા પરિ છેદનું નામ જ “બ્રહ્મવિહાર-નિદેશ” રાખવામાં આવ્યું છે. Pali Text Society નામની સંસ્થા તરફથી પ્રસિદ્ધ થયેલી આવૃત્તિમાં પહેલી મેત્તા” ભાવના પરત્વે વિસ્તૃત વિવેચન છે, જ્યારે બાકીની કરુણુ, મુદિતા અને ઉપેખા એ ત્રણ ભાવનાનું ત્યાં સંક્ષિપ્ત વર્ણન છે. પ્રથમ મૈત્રી ભાવના કેળવાય તે જ ત્યાર બાદ કરુણા માટે સ્થાન રહે; એમ ઉત્તરોત્તર ભાવનાઓ માટે સમજવાનું છે. આલંકારિક શોમાં કહીએ તે આ ચારે ભાવનાઓ એ ઉચ્ચતમ ધ્યાન માટેનાં ચાર પગથિયાં છે. એનું સ્વરૂપ બહુધા જૈન દર્શનગત ચાર ભાવનાઓને મળતું આવે છે. ગ્રંથગૌરવના ભયથી એને અત્ર નિદેશ કરતું નથી. અહિંસાદિ મહાવતના સ્થિરીકરણ માટે આપણે ઉપર મુજબ જે ભાવનાઓ વિચારી કાયા તે ઉપરાંત જગતના અને દેહના સ્વભાવરૂપ બે ભાવનાઓ પણ આવશ્યક છે. એટલે કે અહિંસાદિ ટકી રહે તે માટે સંવેગ અને વૈરાગ્યની આવશ્યકતા છે. એના વિના અહિંસાદિ તેને સંભવ જ નથી. સંવેગનું બીજ જગતને સ્વભાવ છે અર્થાત્ જગતને સ્વભાવ વિચારતાં સંગ ઉદ્દભવે છે. એવી રીતે શરીરના સ્વભાવનું નિરીક્ષણ કરવાથી વૈરાગ્યને પ્રાદુર્ભાવ થાય છે. અથત હું રાજા છું, શેઠ છું, મારે અનેક સારા સારા ભેગવવા લાયક પદાર્થો છે, હું ઉચ્ચ અવસ્થાએ પહોંચી ચૂક્યો છું, હું પરાક્રમી છું, હું સુખી છું, હું ધનિક છું, હું કુલીન છું અને મારા સમાન બીજું કોણ છે ? સરખાવો આ વિવિધ પ્રકારના ગર્યો સાથે જૈન દષ્ટિ પૂર્વકના અભિમાનના આઠ પ્રકારો. ૧ જુઓ ૫. ૨૯૫-૩૧૪. ૨ અનુક્રમે જુઓ પૃ. ૩૧૪-૩૧૫, ૩૧૬ અને ૧૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy