________________
et
આસવ-અધિકાર.
મૈં તૃતીય
અર્થાત્ વાસનાથી થયેલા બધ તે ‘બધ’ છે, જ્યારે વાસનાના વિનાશ તે ‘માક્ષ’ છે. તુ વાસનાના ત્યાગ કર અને એ ત્યાગમાં સાધનરૂપ જે મેક્ષની અભિલાષા છે તેને પશુ ત્યજી દે. પ્રથમ વિષય-વાસનાના ત્યાગ કર અને ત્યાર બાદ માનસ વાસના ત્યજ. આ પ્રમાણે આ મલિન વાસનાના ત્યાગ કરી મૈગ્યાદિ ભાવના નામની નિમ`ળ વાસનાએને તું ગ્રહણ કર. વળી એ નિમળ ભાવનાઓને પશુ અંતરમાંથી ત્યાગ કરી અને બહારથી તે। એ ભાવના પૂર્ણાંક વ્યવહાર કાયમ રાખી આસક્તિ રહિત બની રૂચિન્માત્રવાસનાવાળા થા. વિશેષમાં એટલેથી જ ન અટકતાં એને પણ અંતરમાંથી ત્યજી દઈને એક પગલું આગળ વધ, એમ વધતાં પરમાત્મારૂપી જે અવશેષ–પર વસ્તુ છે તે આવી ઊભી રહેશે અને એની સમતામાં સ્થિર થઇ જવું એ પરમ અવસ્થા છે. એ દશા પ્રાપ્ત થતાં એ દશા માટેનું સાધન નિરંક થવાથી તેના ત્યાગ કર. તેમ કરવા માટે ખાસ પ્રચાસની જરૂર નથી, કેમકે પરમ દશા પ્રાપ્ત થતાં તે આપોઆપ ખરી પડશે
આ ઉપદેશ ઉપરથી સાધન-ક્રમ નીચે મુજબ તારવી શકાય છેઃ—
( ૧ ) બાહ્ય મિલન વાસનાને ત્યાગ; ( ૨ ) આન્તરિક મલિન વાસનાના ત્યાગ, ( ૩ ) નિળ વાસનારૂપ મૈત્ર્યાદિનું ગ્રહણુ; ( ૪ ) સદ્વિચાર અને વિવેકરૂપ જ્ઞાનદશામાં એને લય; અને ( ૫ ) વિવેક-જ્ઞાનના પરમાત્મના સાક્ષાત્કારમાં એટલે ‘ સમ ’ અને શેષ ( પર ) પદ્માના વિજ્ઞાનમાં લય ચાને સ્થિર સમાધિ
આ પાંચ ભૂમિકાઓ પૈકી પ્રસ્તુતમાં આપણે મધ્ય યાને ત્રીજી ભૂમિકા સાથે સંબંધ છે. આની એક બાજુએ માહ્ય અને આંતરિક વૈરાગ્ય છે, જયારે બીજી બાજુએ અપર અને પર જ્ઞાન રહેલાં છે. આ પ્રમાણે મૈગ્યાદિ ભાવનાનું ગ્રહણ એ સતુ નાભિસ્થાન છે અને દેહલી–દીપક-ચાય પ્રમાણે એ અને તરફ પ્રકાશ પાડે છે. એક તરફ્ આ ત્રીજી ભૂમિકા વૈરાગ્યને રમણીય, રાચક અને સાક બનાવે છે, જ્યારે બીજી તરફ એ પરમાત્માના અપરાક્ષ જ્ઞાનને સુલભ અને સમુચિત કરી આપે છે.
મૈગ્યાદિ ભાવનાઓ અને યાગદશન~~
શ્રીપતંજલિ મહર્ષિએ આ મૈત્રી વગેરે ભાવનાનું સ્વરૂપ અને પ્રયાન યોગદર્શનના પ્રથમ પાદના નિમ્નિલિખિત ૩૩ મા સૂત્ર દ્વારા રજુ કર્યું છે?——
"
૧-૨ લેાક કે શરીરની વાસના તે ‘ વિષય-વાસના ' છે, જ્યારે દંભ, દ` વગેરે આસુરી સંપત્તિ તે · માનસ—વાસના ' છે. અથવા તેા શબ્દાદિ વિષયેાના ભાગકાલમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે • વિષય–વાસના ’ છે, જ્યારે એ વિષયે પ્રતિ કામનાના કાલમાં ઉદ્ભવતા સ’સ્કાર તે ‘ માનસ-વાસના ’ છે. વિષય-વાસના સ્થૂલ અને બાહ્ય છે, જ્યારે માનસ-વાસના સૂક્ષ્મ અને આંતરિક છે.
૩ “ ચિન્માત્રવાસના એટલે મન-બુદ્ધિ ચૈતન્યના વિચાર, વિવેક ઇત્યાદિ જ્ઞાનાત્મક વ્યાપાર, જે વડે અમુક કા ઉચિત છે, અમુક નથી એવી વિવેક દૃષ્ટિ પ્રાપ્ત થાય છે, તથા મૈગ્યાદિ ભાવનાન આચાર અન્ય પ્રેરણા, અન્ધ આવેશ ( blind impulses ) મટી જ્ઞાનસ્વરૂપ ( rational insight ) બને છે, ”– પ્રો. માનદેશકર ખાપુભાઇ ધ્રુવકૃત · આપશે. ધમ
( પૃ. ૨૧૪ ).
૪ ઉંબરા ઉપર મૂકેલા દીવાની પેઠે.
Jain Education International
For Private & Personal Use Only
9
www.jainelibrary.org