SearchBrowseAboutContactDonate
Page Preview
Page 984
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલ્લાસ આહંત દર્શન દીપિકા. કે દુધ્ધન ન સેવવું. પ્રથમથી જ સમજાતું હોય કે તેને સુધારવાના પ્રયાસનું ફળ મોટા મીઠાં જેવું જ આવનાર છે તે તેને સુધારવાને વિચાર જ માંડી વાળી તેના તરફ તટસ્થતા કેળવવી; કેમકે જગના તમામ જીવેને સુધારવાને આપણે ઈજારો લીધે નથી, એટલું જ નહિ પણ તેમ કરવા આપણે તે શું, ખુદ તીર્થકરે પણ સમર્થ નથી. અભવ્યને ભવ્ય બનાવે એ જેમ અશકય કાર્ય છે તેમ તેવા કાર્યમાં સફલતા ન જ મળે, પરંતુ તેથી કંઈ તેવી ભાવના ભાવનાર વ્યક્તિની ભાવનાનું સાફલ્ય નષ્ટ થતું નથી એ ધ્યાનમાં રાખવું. આથી સમજાય છે કે વિચારભેદ કે સાંપ્રદાયિક માન્યતા પરત્વે અઘટિત કદાગ્રહ જઈને પણ આપણે ઉશ્કેરાઈ ન જવું. આપણી ફરજ છે તેવા ઉન્માગીને પણ મિત્ર-ભાવથી દલીલે પૂર્વક સમજાવવાનો પ્રયાસ કરવા પૂરતી જ છે; નહિ કે તેની ઝાટકણી કાઢવી કે તેની નિન્દા કરવી. આ માધ્યગ્ય ભાવનાને વિષય અગ્ય–અવિનીત પાત્ર જ છે એ કહેવાની હવે જરૂર રહેતી નથી. મૈત્રી વગેરે ભાવનાઓને પ્રભાવ--- આ ચાર ભાવનાઓથી રંગાયેલ એક રંક જે આત્મિક આનંદની ઝાંખી કરી શકે તે મોટા શહેનશાહને કે છ ખંડના માલીક ચકવર્તીને પણ દુર્લભ છે એવું આનું માહાભ્ય છે. વિશેષમાં આ ભાવનાઓ ધર્મધ્યાનને પુષ્ટ કરવામાં રસાયનની ગરજ સારે છે. આ સંબંધમાં યોગશાસ્ત્રના ચોથા પ્રકાશમાં કહ્યું પણ છે કે “ મૈત્રીનાથ-નાઘવ્યનિ જિનચેતા धर्मध्यानमुपस्कर्तु, तद्धि तस्य रसायनम् ॥ ११७॥" આ પ્રકાશના ૧૨૨મા પદ્યમાં તે ત્યાં સુધી સૂચવાયું છે કે આ ભાવનાઓ વડે આત્માને ભાવિત કરનાર મહામતિ વિશુદ્ધ ધ્યાનની ત્રુટેલી સંતતિનું આ દ્વારા અનુસંધાન કરી શકે છેતેને સજીવન બનાવી શકે છે. મૈત્રી વગેરે ચાર ભાવના સંબંધી બહુશ્રુતેનું વક્તવ્ય મૈત્રી વગેરે ચારે ભાવનાઓને પ્રાથમિક ઉલ્લેખ જૈન સાહિત્યમાં તત્વાર્થ (અ. ૭, સૂ. ૬)માં નજરે પડે છે. એનાથી પ્રાચીન કેઈ ગ્રંથમાં એ વિષે ઉલ્લેખ મારા જોવામાં આવ્યું નથી. ત્યારબાદ યાકિનીમહારાસૂનું શ્રીહરિભદ્રસૂરિવરે ધર્મબિન્દુ (અ. ૩)ના ૫૩ મા પત્રમાં એની નેંધ લીધી છે. ત્યાં કહ્યું છે કે૧ સરખાવો શ્રીભતૃહરિકૃત નીતિશતકનું નિમ્નલિખિત પદ્ય – " अज्ञः सुखमाराध्यः, सुखतरमाराध्यते विशेषज्ञः । જ્ઞાષ્ટ્રવિર્ષ, waist નાં જ રાતિ રૂ. ” ૨“ અરમાને માવજfમ-મર નામિrif I त्रुटितामपि संधत्ते, विशुद्धध्यानसन्ततिम् ॥ १२२ ॥ " ૩ “મરીઝમોમાનિ થgrifષણિરામાજિs " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy