SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ આસવ-અધિકાર. [તૃતીય વાતે આ ભાવના એ વ્રતના સંરક્ષણ માટે-એની સ્થિરતા માટે આવશ્યક છે. એને વિષય માત્ર દુઃખી જ છે, કેમકે અનુગ્રહ કે સહાયતાની અપેક્ષા અનાથ, દુઃખી કે દીનને જ રહે છે. આથી એ સૂચિત થાય છે કે આપણાથી ગુણમાં, જ્ઞાનમાં, સદ્દવર્તનમાં કે અન્ય કેઈ ઉચ્ચ કેટિની અભીષ્ટ અને આદરણીય વૃત્તિમાં કે ઉતરતું હોય તે તેના તરફ તિરસ્કારની નજરે જેવું એમાં આપણી શેભા નથી. જેઓ દુર્વ્યસની છે અને જેઓ દુરાચારી છે તેઓ નીતિની દષ્ટિએ લંગડા છે; વાતે જેમ લંગડા કૂતરા વગેરે જનાવરેને જોઈને આપણે તેને તિરસ્કાર કે તેની નિંદા ન કરતાં તેના તરફ દયાની નજરે જોઈએ છીએ તેમ દુવ્યસની વગેરે જેને તરફ પણ આપણે દયાની દ્રષ્ટિએ દેખવું જોઈએ. અને તે તેને સુધારવા પ્રયાસ કરે જોઈએ; કેમકે સર્વજ્ઞ સિવાય કેણ દેણથી સર્વથા મુક્ત છે? આપણામાં પણ ક્યાં દેષ નથી? વાસ્તુ દૂષિત જન તરફ તિરસ્કાર કરવો ઘટતે હોય તો તે આપણી જાત ઉપર જ કયાં નહિ ? વિશેષમાં જ્યાં અન્યનું દુઃખ કે અજ્ઞાન દૂર કરવાનું અશકય હોય ત્યાં મધુર અને શાંત વચન તે જવાં જ માધ્યશ્ચ-ભાવનાનું લક્ષણ क्रूरकर्मलक्षणाविनीतेषूदासीनतालक्षणात्मपरिणामरूपत्वं माध्यધ્યા કાળા (૨) અર્થાત ઘાતકી કાર્યો કરનારા તેમજ વિનય રહિત એવા છ પ્રત્યે ઉદાસીન ભાવ રાખવો તે “માધ્ય–ભાવના છે. દરેક સ્થળે અને દરેક વખતે કેવળ પ્રવૃત્યાત્મક ભાવનાઓ જ સાર્થક થતી નથી; કેટલીક વાર તે તટસ્થતા ધારણ કરવાથી જ અહિંસાદિ વ્રતે નભી શકે તેમ હોય છે, એટલે કે તટસ્થતા કહે કે ઉપેક્ષા કહે કે માધ્ય કહે એ જ અહિંસાદિ તેના રક્ષણ માટે કેટલીક વાર આવશ્યક અને ઉપયેગી થઈ પડે છે. જ્યારે તદ્દન જડ સરકારના અને કઈ પણ વસ્તુ ગ્રહણ કરવા માટે સર્વથા નાલાયક પાત્ર મળે તે તેને સુધારવા ભલે મિત્રભાવે પ્રયત્ન કરે, સુધરે તે ઠીક; પ્રયત્ન કર્યા છતાં નિર્ગુણ, દુર્ગણી કે ગુણહીન પાત્ર ન જ સુધરે તે તેનું નસીબ એમ વિચારી તેના તરફ ઉદાસીન વૃત્તિ રાખવી, પરંતુ કોઇ ન કર ૧ આ ઉપરથી એ ફલિત થાય છે કે પ્રમોદ તેમજ કારુણ્ય એ પણ મૈત્રીની પેઠે એક પ્રકારનો પ્રેમ છે, અર્થાત મોક્ષ મેળવવામાં સાધનભૂત પ્રેમના વિષય આશ્રીને ત્રણ વિભાગો પાડી શકાયઃ ( ૧ ) ઉચ્ચ જીવ તરફ પ્રેમ, ( ૨ ) સમાન જીવ પ્રતિ પ્રેમ અને ( ૩ ) ઉતરતી પંક્તિના જીવ પ્રતિ પ્રેમ. તેમાં પ્રથમ પ્રકારનો પ્રેમ તે “ પ્રમાદ’ કહી શકાય. એવી રીતે તૃતીય પ્રકારનો પ્રેમ તે કારણ્ય' ગણી શકાય. દ્વિતીય પ્રકારના પ્રેમને શું નામ આપવું તે વિચારણીય છે, કેમકે તેને વિષય મૈત્રીના જેટલું વ્યાપક નથી કે માધ્યથ્યના જેટલો સંકુચિત નથી. ૨ દુનિયા જેટલી ગરીબાઈથી દુઃખી છે તેના કરતાં પ્રેમભર્યા વચનના અભાવથી તે વિશેષ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy