SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ * ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા ૮૯૯ તેને અશુભ અ‘ગોપાંગની પ્રાપ્તિ થાય છે અને તેની દુર્ગતિ થાય છે. આથી કરીને અદત્તાદાનથી વિરમવું એ ઉત્તમ છે. અબ્રહ્મચયનાં ફ્ળા— અબ્રહ્મચારીનુ ચિત્ત વિભ્રમથી ઉભ્રાન્ત રહે છે. પ્રકીણ ઇન્દ્રિયવાળા મઠ્ઠોન્મત્ત હાથીની જેમ તે નિરકુશ કરે છે અને મેાહના આવેશમાં કાર્યાં-અકાર્યનું ભાન ભૂલી જાય છે અને તેમ થતાં એવુ એકે અશુભ કાચ` નથી કે જે તે કરતા નથી. પરસ્ત્રીનું સેવન કરવાથી આ લેાકમાં એ સ્ત્રીના સગાં સબંધી સાથે તેને વેર બંધાય છે. વળી લિંગનું છેદન, બંધન, દ્રશ્યનું હરણ ઇત્યાદિ કષ્ટા સા તરીકે તેને ભેગવવાં પડે છે. પરલેાકમાં તેની ઇચ્છા વિરુદ્ધ તે અશુભ અગાપાંગના અને નિન્વ ગતિના ભાગી થાય છે. આથી કરીને બ્રહ્મચર્ય પાળવું' એ શ્રેયસ્કર છે. પરિગ્રહનાં ફળા— જેમ એક પક્ષી હાથમાં માંસની પેશી લઇને જતા હોય અને તે માંસાહારી અન્ય પક્ષીની નજરે પડે તે તે અન્ય પક્ષી પેલાની પાસેથી માંસની પેશી ખૂંચવી લે તેમ પરિગ્રહધારી પુરુષના દ્રવ્યને ચાર વગેરે હરી લે છે. વળી પરિગ્રહમાં આસક્ત વ્યક્તિને ધન કમાવવામાં, તેનું રક્ષણ કરવામાં તેમજ તે ખરચવામાં અતિશય ત્રાસ વેઠવા પડે છે. વિશેષમાં જેમ અગ્નિ બળતણથી કદી તૃપ્ત થતા નથી તેમ પરિગ્રહની ઉત્તરાત્તર વૃદ્ધિથી પણ તેને સાષ મળતા નથી; તેના લાભના થાભ રહેતા નથી. આ પ્રમાણે તે અસતુષ્ટ રહેતા હેાવાથી તેને કા - અકાય ના વિવેક રહેતા નથી. વળી ઢાકે એને લેાભીએ કહી નિન્દે છે પરલેાકમાં તે અશુભ મગાપાંગવાળા જન્મે છે તેમજ એને અશુભ ગતિ મળે છે. માવા કારણને લીધે હાક્લેશકારી પરિગ્રહના ત્યાગ કરવા તે કલ્યાણકારી માગ છે. આ પ્રમાણેની મહાત્રા પરત્વેની ભાવના ઉપરાંત હિ'સાદિ દુઃખરૂપ જ છે, એમાં સુખના છાંટા પણ નથી એવી પ્રતિપક્ષીય ભાવના પણ ભાવવી જોઇએ; કેમકે હુંય પ્રવૃત્તિઓમાં દુઃખનાં દનરૂપ ભાવના કેળવાઇ હાય તા જ એના ત્યાગ વિશેષ ટકે; વાસ્તે હિંસાદિ દોષાને દુઃખરૂપ જ માનવાની વૃત્તિ કેળવવાના શાસ્ત્રકાર ઉપદેશ આપે છે. તેમાં દુઃખથી એ સમજવાનું છે કે અનિષ્ટ સંચાગ એ એનું નિમિત્ત છે, શારીરિક અને માનસિક પીડા એ એનુ સ્વરૂપ છે અને આપત્તિ એ જ એના અંત છે. આવુ' દુઃખ કોઇ પણ જીવને પ્રિય નથી, કેમકે તે વધ, બંધન, છેદન ઇત્યાńિના હેતુરૂપ છે. આથી એ ફિલત થાય છે કે હિંસાદિ દુઃખરૂપ જ છે. કહેવાની મતલબ એ છે કે જેમ અન્ન પ્રાણુનુ કારણ હાઇ તેને ‘ પ્રાણ ’ કહેવામાં આવે છે તેમ દુઃખના કારણુરૂપ હિ ંસાદિને વિષે તે દુઃખ જ છે એવા ઉપચાર કરાય છે અથવા પ્રાણુનુ કારણુ અન્નપાન છે અને એ જેમ અન્નપાનનું કારણ ધન છે, વાસ્તે ધનને ‘ પ્રાણ ’કહેવામાં આવે છે તેમ હિંસાદિ સાતવેદનીય કનુ કારણ છે, અને અસાત વેદનીય કર્માં દુઃખનું કારણુ છે, એથી કરીને દુઃખના કારણના કારણરૂપ હિ‘સાદિને ઉપચારથી ‘ દુઃખ ’ કહી શકાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy