________________
ઉલ્લાસ ] આહત દર્શન દીપિકા.
૮૯૩ स्थित्वा सुप्रत्यवेक्षणपूर्वकं पानान्नलक्षणप्रवृत्तिरूपत्वमालोकितपानમનરશ્ય ક્ષHI (૨૨) અર્થાત નેત્ર વગેરે દ્વારા બરાબર જોઈને પાત્રમાં શુદ્ધ પિંડનું ગ્રહણ કર્યા બાદ ઉપાશ્રયે આવીને પ્રકાશવાળા સ્થળમાં પાત્રને મૂકીને સાંપાતિક છના રક્ષણાર્થે સારી રીતે તેને ફરીથી અવલોકન કરવા પૂર્વક દિવસ છતાં લાવેલી વસ્તુ પીવી કે ખાવી તે “આલેકિતપનભોજન” છે. એટલે કે એક તે ખાવા પીવાની વસ્તુ બરાબર જોઈ વિચારીને લેવી અને વળી લીધા પછી પણ બરાબર જઈ તપાસીને જ તે દિવસે ખાવી કે પીવી તે ‘આલેકિત પાનભેજન” કહેવાય છે, સત્યનું ગૌરવ ' મહાભારત વગેરેમાં સત્યનું ગૌરવ વર્ણવાયું છે. જેમકે સે કુવા ખોદાવવા કરતાં એક વાવ ખોદાવવી વધારે સારી છે. તે વાવ ખોદાવવા કરતાં એક યજ્ઞ ચઢે છે. સે યજ્ઞ કરતાં એક પુત્ર શ્રેષ્ઠ છે અને સે પુત્ર કરતાં પણ સત્ય શ્રેષ્ઠ છે, કેમકે સત્ય એ બ્રહ્મ (વેદ) છે અને તપ છે. જે સત્ય છે તે ધર્મ છે, જે ધર્મ છે તે પ્રકાશ છે, જે પ્રકાશ છે તે સુખ છે; જે જૂઠ છે તે અધર્મ છે, જે અધર્મ છે તે અંધકાર છે, જે અંધકાર છે તે દુઃખ છે. વિશેષમાં સત્ય એ જ્ઞાન અને ચારિત્રને પાયો છે. વારતે જેઓ સત્ય બોલે છે તેમને ચરણના ૨જથી આ પૃવીતલ પાવન થાય છે. સત્ય
સુખનો ઝરો છે. જ્યારે અસત્ય એ અજ્ઞાન અને દુઃખનો ખાડો છે. સત્ય એ સીધો અને તેજસ્વી માગ છે, ત્યારે અસત્ય એ અંધારી ગલી છે. પ્રમત્ત રોગને ત્યાગ, મન, વચન અને કાયાની એકરૂપતા અને દુષ્ટ ભાવનાને અવકાશ એ સત્યનાં આભૂષણે છે.
વળી શુદ્ધ સત્ય અખંડ છે, સર્વવ્યાપક છે અને અવર્ણનીય આનંદનું ધામ છે. મન, વચન અને શરીરથી જે સત્ય જ સેવે છે તે સર્વજ્ઞ બને છે અને મુક્તિ મહિલા તેના કંઠમાં વરમાળ આરોપ છે. જેનાં જીવન સત્યમય છે તે શુદ્ધ સ્ફટિક રત્ન સમાન છે; તેની આગળ એક ધભર પણ અસત્ય ટકી શકતું નથી. સત્યવાના વચનમાં એટલું બધું બળ હોય છે કે તેની અસર સાંભળનારના ઉપર પ્રાયઃ થયા વિના રહેતી નથી. સત્યને જય જ છે. સત્ય સ્વયંપ્રકાશ છે અને સ્વયંસિદ્ધ છે. સત્ય એ અહિંસાદિ દેવીઓનું ક્રિીડાસ્થાન છે. સત્ય કે જે પાંચ યમો પૈકી એક છે એના ગૌરવની રેખા મારા જેવા પામર વિશેષ શું આલેખે એટલે સત્યવક્તાઓને સાદર પ્રણામ કરી આટલેથી વિરમવામાં આવે છે.
૧ “ વગેરે "થી સ્પર્શનેન્દ્રિય સમજવી એમ ગ્રંથકાર સૂચવે છે. ૨ આથી ફલિત થતા રાત્રિભેજનવિરમણ વિષે આગળ ઉપર વિચાર કરાશે. ૩ જુઓ ર્ડો. સુફથન્કરે સંપાદન કરેલ આવૃત્તિ (આદિ પર્વ, અ. ૬૯, બ્લે. ૨૧ ). ૪ શ્રીપતંજલિકૃત ગસૂત્રના દિતીય પાદના ૩૦ મા સૂત્રમાં કહ્યું છે કે –
“ નારાશકાર થઇ ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org