SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા અર્થાત્ ધિક અને ગ્રાહિક ઉપકરણોને લેતા મૂકતી વેળા આગમમાં બતાવેલી વિધિ અનુસાર અવલોકન અને પ્રયોજન રૂપ શુદ્ધ પ્રવૃત્તિ કરવી–અવલોકન અને પ્રમાજન દ્વારા યતના રાખવી તે “આદાન-નિક્ષેપણુ-સમિતિ” છે. ઘિક અને ઔપગ્રાહિક ઉપકરણનું સ્વરૂપ સાધુ તથા સાધ્વીઓ સંયમના નિર્વાહાથે જે શુદ્ધ વસ્ત્ર, પાત્ર વગેરે ઉપકરણનું ગ્રહણ કરે તે “ઉપધિ' કહેવાય છે. એ ઉપધિનાં (૧) ઉપધિ, (૨) ઉપગ્રહ, (૩) સંગ્રહ, (૪) પ્રગ્રહ, (૫) અવગ્રહ, (૬) ભંડક, (૭) ઉપકરણ અને (૮) કરણ એવા આઠ પર્યાય ઓઘનિર્યુક્તિ( ગા. ૬૬૬)માં જણાવવામાં આવેલા છે. ઓધિક ઉપધિ અને ઔપગ્રાહિક ઉપાધિ એમ ઉપધિના બે ભેદ પડે છે. જે સર્વદા ધારણ કરવામાં આવે તે “ઓધિક” કહેવાય છે, જ્યારે જે કારણુપ્રસંગે સંયમના નિર્વાહ માટે ગ્રહણ કરાય તે “પગ્રાહિક કહેવાય છે. આ દરેકના પણ ગણના અને પ્રમાણથી બે બે ભેદ પડે છે. તેમાં એક, બે વગેરે એવી જેની ગણત્રી થઈ શકે તે “ગણના-ઉપધિ” કહેવાય છે, જ્યારે એક હાથ લાંબુ, બે હાથ લાંબું એમ જે માપી શકાય તે “પ્રમાણ-ઉપધિ' કહેવાય છે. ઔધિક ઉપધિ સ્થવિરકલ્પી સાધુ, સાધ્વી અને જિનકલ્પી સાધુના આચારને અંગે ઓછા " વત્તા પ્રમાણમાં હોય છે. તેને કેટલી હોય તે ઘનિયુક્તિની નીચેની ગાથા કહી રહી છે?— "વારસદવારું, કવિ . अजाणं पन्नवीसं तु, अओ उडं उवग्गहो ॥६७१॥" અર્થાત જિનકલ્પીને ૧૨, વિકલ્પીને ૧૪ અને આર્યાને ૨૫ ઉપણિ હોય છે. આ ઉપરાંત સંયમના નિર્વાહ માટે જે કંઈ ઉપકરણે હોય તે પઝાહિક જાણવાં. દંડક, યષ્ટિકા અને ઢિયટિકા આ સર્વને માટે ગ્રાહિક છે, જ્યારે ચમકૃતિછબડકા, ચમકેષ, ચમત, ચર્મચ્છેદક, અને, ચિલિમિલી (મચ્છરદાની) વગેરે સર્વ વસ્તુઓ ગુરુને માટે જ પગ્રાહિક છે. સસ્તારક (સંથારે), ઉત્ત૫ટ્ટક વગેરે પણ પઝાહિક છે. ઉપલક્ષણથી બીજી પણ જે વસ્તુઓ કારણુપ્રસંગે લેવી પડે તે સર્વ પણ ઓપગ્રાહિક સમજી લેવી. હવે પ્રથમ જિનકલ્પિકને ઉદ્દેશીને ઓધિક ઉપાધિનાં નામ વિચારીશું. તેમાં પ્રથમ ગણનાથી તે નીચે પ્રમાણે છેઃ-(૧) પાત્રક, (૨) પાત્રબંધન (ઝેળી), (૩) પાત્રકેશરિકા (નાની પૂંજણી), (૪) પટલક (પડલા), (૫) રજસ્ત્રાણ, (૬) ગુચ્છક, (૭) *પાત્રકસ્થાપન, (૮-૧૦ ) ક૫ (ત્રણ પ્રચ્છાદક ), ( ૧૧ ) રજોહરણ અને (૧૨) મુખવસ્ત્રિકા. ૧ છાયા fજના ગાયા જurfજ (પાનિત) થવિધતુરંશfજનઃ | आर्याणां पञ्चविंशतिस्तु अत ऊर्ध्वमुपग्रहः ॥ ૨ સંથારાના ઉપર આ પાથરવામાં આવે છે. એથી પક્ષદિકાનું રક્ષણ થાય છે; કેમકે એ ન હોય તો કંબલમય સંસ્મારક અને શરીરના સંધર્ષણથી પદિકાની વિરાધના થાય. છે આનું બીજું નામ “ પતંગ્રહ ' છે, કેમકે ગૃહસ્થના હાથમાંથી પડતી અશનાદિ વસ્તુ, એ દ્વારા ગ્રહણ કરાય છે. ; ભજન કરતી વેળા જે કપડા ઉપર પાત્રો રાખવામાં આવે છે તે.. 112. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy