________________
૮૮૮ આસ્રવ-અધિકાર.
[ તૃતીય (૬) દાયક–વૃદ્ધ, અશક્ત, નપુંસક, કંપારીવાળા, તાવવાળા, આંધળા, બાલક, દારૂઠયા, ઉન્મત્ત, હાથ કપાયેલા, પગ કપાયેલા, બંધનમાં પડેલા, પાદુકા પહેરેલા એવા દાતા પાસેથી કે ખાંડતી, દળતી, ભરડતી, કાંતતી, રૂને લોહતી, પીંજતી, પિલતી, દહીં મથતી, ખાતી, ગર્ભવતી, નાના બચ્ચાવાળી, છકાયની વિરાધના કરતી અને કઇ યુક્ત એવી દાત્રી પાસેથી જે આહાર લેવાય તે “દાયક-દુષ્ટ” કહેવાય.
(૭) ઉન્મશ્ર–સચિત્ત વસ્તુમાં મેળવેલી વસ્તુ હોય તે. (૮) અપરિણત–માસુક-નિજીવ નહી થયેલી વસ્તુ હોય તે.
(૯) લિપ્ત–હાથ, પાત્ર યાને ભાજનને જેને લેપ થાય એવી વધ, દહીં વગેરે વસ્તુ નહી લેવી, પરંતુ વાલ, ચણ વગેરે જેને લેપ નહી થાય તેવી વસ્તુ ગ્રહણ કરવી. આ ઉત્સર્ગમાર્ગ છે.
શક્તિના અભાવે અથવા નિરંતર સ્વાધ્યાયાદિમાં જોડાયેલ હોવાને લીધે લેપકારી વસ્તુ પણ ગ્રહણ કરવી કલ્પે છે. એવે વખતે દાતાને હાથ લેપ રહિત હોય અને પાત્ર લેપથી યુક્ત હોય, દાતાને હાથ લેપથી યુક્ત હોય અને પાત્ર શુષ્ક હોય ઈત્યાદિ જે અષ્ટભંગી થાય છે તેને વિચાર કરી ગ્ય હેય તે ગ્રહણ કરે.
(૧૦) છદ્રિત–સચિત્ત, અચિત્ત તેમજ મિશ્રમાં નાંખેલ વસ્તુ પણ સાધુને ગ્રહણ કરવા ચોગ્ય નથી.
દેશ, કાળ, પુરુષ અવસ્થા, ઉપગશુદ્ધિ અને પરિણામને સારી રીતે જોઈને કઈ વસ્તુ કપે છે, અન્યથા કેઈ વસ્તુ એકાંતથી કલ્પતી નથી.
ટૂંકમાં જે જ્ઞાન, શીલ અને તપને નકકી સહાય કરે તેમજ અજ્ઞાનાદિ દોષને દૂર કરે તે “કચ્છ” અને તેથી વિપરીત બીજું બધું “અક૯પ્ય” સમજવું. વળી જે સમ્યકત્વ, જ્ઞાન અને શીલ વગેરે ચારિત્રની પ્રવૃત્તિને ઉપઘાત કરે તે તથા શાસનની લઘુતા કરે તે કચ્છ છતાં પણ અકથ્ય છે.
આહાર, શમ્યા, વસ્ત્ર, પાત્ર અને ઔષધાદિ કઈ વસ્તુ શુદ્ધ અને કમ્ય હેય તે પણ અકસ્થ થાય અને અકથ્ય હેય તે કચ્ચ પણ થાય; માટે શય્યા, વસ, પાત્ર, આહાર વગેરે જે કંઈ કણ્યાકય કહ્યું છે તે કાળ, ક્ષેત્ર, પ્રમાણુ, પથ્ય, દ્રવ્ય, આત્મબળ વગેરેને બરાબર વિચાર કરી તે સર્વે ચારિત્રહની રક્ષાનિમિત્તે મુનિ વાપરે છે; તેથી કચ્યાકય વિધિને જાણનાર, ગીતાર્થનિશ્રિત અને વિનયશીલ મુનિ દેષથી મલિન લેકમાં પણ લેપ રહિત વર્તે છે, જેમ કાદવમાં રહેલું કમળ કાદવથી લેવાતું નથી તેમ ધર્મોપકરણ વડે શરીરને ધારણ કરનાર સાધુ પણ અધર્મથી લેવાતો નથી. આદાનનિક્ષેપણુ–સમિતિનું લક્ષણ –
औधिकौपग्राहिकोपधेरादान निक्षेपयोरागमानुसारेण प्रत्यवेक्षणप्रमार्जनलक्षणसम्यक्प्रवृत्तिरूपत्वमादान निक्षेपणसमितेर्लक्षणम्। (४२२)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org