________________
૮૮૬
આસ્રવ-અધિકાર.
[ તૃતીય
(૮) ક્રીત–વેચાતું લઈ આપવું તે. આના ચાર પ્રકારે છે–(૧) આત્મદ્રવ્યકીત, (૨) આત્મભાવક્રત, (૩) પદ્રવ્યકત અને (૪) પરભાવકોત. પિતાના પૈસાથી ખરીદેલ, પિતાને માટે વેચાતું લીધેલ, પારકાના પૈસાથી વેચાતું લીધેલ અને બીજાને માટે ખરીદેલ એ એના અનુક્રમે અર્થો છે.
(૯) પ્રામિત્ય–તને પાછું આપીશું એમ કહી કોઈની પાસેથી ઉધાર લઈને આપવું તે.
(૧૦) પરાવર્તન–સાધુઓને વહેરાવવાના ઇરાદાથી ખરાબ વસ્તુ બીજાને આપી તેને બદલે સુગંધી ઘી વગેરે સારી વસ્તુ લેવી તે.
(૧૧) અભ્યાહત-સાધુઓને આપવાના ઇરાદાથી તેમની સામે લાવેલ આહારદિ. એના પણ પ્રચ્છન્ન, પ્રકટ, સ્વગ્રામવિષય, પરગ્રામવિષય એમ અનેક ભેદે થાય છે. સાધુ ન જાણે તે રીતે લાવવું તે “પ્રચ્છન્ન”, દેખીતી રીતે લાવવું તે “પ્રકટ', જે ગામમાં સાધુ હોય તે જ ગામમાંથી લાવવું તે “સ્વગ્રામવિષય ” અને બીજા ગામથી લાવવું તે પરગ્રામવિષય”. આ સિવાય ક્ષેત્રવિષય, ગૃહવિષય, આશીર્ણ, અનાચીણું તેમજ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ પણ ભેદો પડે છે.
(૧૨) ઉભિન્ન–મણ, છાણુ યા લાખ વગેરેથી બરાબર બંધ કરેલ-મુદ્રિત કરેલ વાસણની મુદ્રાને ઉખેવને તેમજ બારણું વગેરે ઉઘાડને સાધુના નિમિત્તે આહાર વગેરે વસ્તુ લાવવી તે.
(૧૩) માલાપહત–જે શીકા વગેરે ઉપરથી ચીજો ઉતારતાં પગ લપસવાને ભય રહેતો હોય ત્યાંથી ઉતારી આપવું તે. અત્ર “માલા” શબ્દથી ‘ ઉચ્ચ પ્રદેશ” સમજવો. એના પણ ચાર ભેદ થાય છે. જેમકે (૧) ઊર્વેમાલાપહત, (૨) અધેમાલાપહત, (૩) ઉભયમાલાપહત અને (૪) તિર્યક્રમાલાપત. અત્રે એ ધ્યાનમાં રાખવું કે દાદર કે નિસરણી કે પગથીઆ વગેરે ચઢવાને જે હોય તે સ્થાનથી લાવેલ વસ્તુ માલાપહત ગણાય નહી. વિશેષમાં આ ભેદના જઘન્યાદિ ઉપભેદો સંભવે છે.
(૧૪) આછિદ્ય—પુત્ર યા કર વગેરે પાસેથી તેમની ઈચ્છા વિરુદ્ધ ઝુંટવી લઈને સાધુને આપવું તે.
(૧૫) અનિષ્ટ–વસ્તુના માલીકે રજા નહી આપી હોય તે. આના પણ (૧) સાધારણ-નિષ્ટ, (૨) ચેલ્લકા-નિસૃષ્ટ અને (૩) જદુકા-નિગ્રુષ્ટ એમ ત્રણ ભેટ છે. તેમાં બહુ જનની સામાન્ય વસ્તુ આજ્ઞા વગર આપવી તે “સાધારણ-નિષ્ટ', માલીકે નરેને કે ખેતર વગેરેમાં કામ કરતા માણસોને આપી દીધેલ-મેકલાવેલ ભક્તાદિ તેમની અનુજ્ઞા સિવાય આપવાં તે ચેલકા-નિષ્ટ'; અને હાથીની આજ્ઞા સિવાય મહાવત જે આપે તે “જકા-નિષ્ટ છે.
(૧૬) અધ્યવપૂરક–પ્રથમ પિતાના અંગે અને પછી કાર્પટિકાદિને ઉદ્દેશીને ઉમેરેલા ભક્તાદિમાં ફરીથી સાધુઓને આવેલા જાણી તેમના માટે તંદુલાદિ ઉમેરવાં તે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org