________________
૮૮૦
આસ્રવ-અધિકાર.
[ તૃતી
મહાવતે સ્થિર રહે તે માટે એ પ્રત્યેકની પાંચ પાંચ ભાવનાઓ ભાવવાની છે. તેમાં અહિંસારૂપ પ્રથમ મહાવ્રતની પાંચ ભાવનાઓ નીચે મુજબ છે –
(૧) ઈસમિતિ, (૨) મને ગુપ્તિ, (૩) એષણ સમિતિ, (૪) આદાનનિક્ષેપણ સમિતિ અને (૫) આતિપાનભેજન.
ભાવનાનું તાત્પર્ય–
આ પ્રત્યેકનું લક્ષણ વિચારીએ તે પૂર્વે ભાવનાનું સામાન્ય સ્વરૂપ સમજી લઈએ. કોઈ પણ વ્રત લીધું એટલે બેડો પાર થઈ ગયું કે તેનું યથેષ્ટ ફળ મળી જ ગયું એમ નથી, પરંતુ ખરી હકીકત તે એ છે કે એના પરિપાલન માટે ખાસ કાળજી રાખવી જોઈએ. એ વ્રતથી ભ્રષ્ટ ન થવાય તે માટે વ્રતને અનુકૂળ પ્રવૃત્તિઓ સેવાવી જોઈએ, તેમ થાય તે જ ગ્રહણ કરેલું વ્રત જીવનમાં ઊંડું ઉતરે અને તેનું યથેષ્ટ અને પરિપૂર્ણ ફળ મળે. આ પ્રમાણેની પ્રવૃત્તિ કે જે વતને ટકાવી રાખવામાં ઉપયોગી નીવડે તેમ છે તેને અત્ર “ભાવના ” કહેવામાં આવી છે. આની સ્થળ દ્રષ્ટિએ ગણત્રી કરી પ્રત્યેક મહાવ્રતની પાંચ પાંચ ભાવનાઓ છે એમ અત્ર નિશાયું છે. આ ભાવનાઓ અનુસાર બરાબર વર્તન કરવામાં આવે તે ઉત્તમ ઔષધ જેમ ગુણકારી નીવડે છે તેમ જરૂર અહિંસાદિ મહાવતેનું ગ્રહણ તેની આ ભાવનાઓ પૂર્વક પાલન કરનારને તે સુંદર, સર્વાગીય અને સુમને ફળ આપ્યા વિના રહે તેમ નથી જ. ઈ-સમિતિનું લક્ષણ–
लोकातिवाहिते सूर्यांशुचुम्बिते मार्गे जन्तुरक्षणार्थमालोक्य सम्यग्गमनलक्षणप्रवृत्तिरूपत्वमीर्यासमितेर्लक्षणम् । ( ४१९)
અર્થાત જે માગે થઈને લોકેની આવ જા થતી હોય અને જેના ઉપર સૂર્યનાં કિરણો પડતાં હોય તેવા માર્ગમાં જંતુના રક્ષણથે જોઈ જોઈને રૂદ્ધ રીતે ગમન કરવા રૂપ પ્રવૃત્તિ સેવવી તે ઈસમિતિ” છે. કહેવાની મતલબ એ છે કે સ્વપરને પીડા ન થાય તેવી રીતે યતના પૂર્વક ગતિ કરવી તે “ઈસમિતિ” છે. સમ્યક પ્રવૃત્તિરૂપ સમિતિના (૧) ઈસમિતિ, (૨) ભાષાસમિતિ, (૩) એષણસમિતિ, (૪) આદાનનિક્ષેપણસમિતિ અને (૫) ઉત્સર્ગ સમિતિ
૧ પાતંજલ યોગસૂત્રના દ્વિતીય પાદમાં આને નિર્દેશ છે. દાખલા તરીકે જુઓ પૃ. ૮૭૯. અત્રે એ વાત શ્રીયશોવિજયણિના શબ્દોમાં રજુ કરવામાં આવે છે:
“ રહ્યાત્તિ સહ્ય, વાત ! रत्नोपस्थानसद्वीर्य-लाभो जनरनुस्मृतिः ॥"
–૨૧ મી તાત્રિશિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org