________________
ઉલ્લાસ ]
કયાં તે શૂન્યવાદને સ્વીકાર થાય છે.
વળી જો ‘અકસ્માત્’ શબ્દથી ઉત્પત્તિના અભાવ માનતા હા, તે પછી જેમ પ્રથમ ક્ષણમાં તેની ઉત્પત્તિ ન થઇ શકી તેમ અન્ય ક્ષણામાં પણ થઇ શકશે નહિ અર્થાત્ તે શૂન્ય ઠરે છે. ' અકસ્માત્ ’ને ત્રીજો અથ કરવાથી પણ તમારૂ કઇ વળે તેમ નથી, કેમકે જે પદાથ સ્વયં અવિદ્યમાન હોય તે પેાતાની ઉત્પત્તિમાં પ્રવૃત્તિ કેવી રીતે કરી શકે ? વળી તે અણુમાં તે ઉત્પન્ન થયા તે પહેલાં પણ કારણરૂપ સત્તા રહેલી હોવાથી તેમાં સદા સત્ત્વ રહેવાના પ્રસંગ ઉત્પન્ન થાય છે અર્થાત્ નિત્ય-વાદના સ્વીકાર કરવા પડે છે.
આર્દ્રત દર્શન દીપિકા,
આ ઉપરાંત ચાથા અથ કરવાથી પણ તમે તમારી વાત સિદ્ધ કરી શકે તેમ નથી (જુઓ પૃ૦ ૨૩ ). આથી અનિત્યના અ ક્ષણિક માનીને પરમાણુ અનિત્ય સિદ્ધ ઠરતા નથી, એ જોઇ
શકાય છે.
૧૭
હવે પરમાણુ ક્ષણિક છે એમ હોવામાં કઇ કારણ રહેલું છે એમ કહેતા હૈ।, તે આ કારણ કેઇ સ્થૂલ વસ્તુરૂપ છે કે પરમાણુરૂપ છે ? પ્રથમ પક્ષ તે તમારાથી સ્વીકારાય તેમ નથી, કેમકે તમે તેા અને અણુરૂપ માનેા છે. પરમાણુ ક્ષણિક છે એમ હોવામાં જે કારણ રહેલુ છે તેને તમે જો ‘પરમાણુ’ તરીકે ઓળખાવતા હા, તે જ્યારે આ પરમાણુ પાતાનું કાર્યાં કરે છે, તે સમયે તે સરૂપ, અસરૂપ, ઉભયરૂપ કે અનુભયરૂપ છે એમ સવાલ ઉપસ્થિત થાય છે.
કે
આમાંથી જો પ્રથમ પક્ષ સ્વીકારતા હા, તે એ જાણવુ બાકી રહે છે કે જ્યારે પરમાણુ પોતાનું કાય કરે છે ત્યારે જ તે સરૂપ છે કે ત્યાર પછી પણ છે અર્થાત્ તે કાલાન્તરસ્થાયી છે ? આમાંથી છેલ્લા માર્ગ સ્વીકારતાં ક્ષણિકવાદ નષ્ટ થઇ જાય છે અને પ્રથમ માર્ગ સ્વીકારતાં એ દૂષણ ઉદ્ભવે છે કે ઉત્પત્તિ-ક્ષણમાં તે ઉત્પત્તિ-માત્રમાં વ્યગ્ર હોવાથી તે પોતાનું કાય કરી શકે નહિ. આના બચાવ જે એમ કરતા હૈા કે અણુની સત્ત્વરૂપ ક્રિયા તે જ કારણ છે તેા પછી રૂપઅણુ રસ–અણુનું કારણ અને રસ-અણુ રૂપ–અણુનું કારણ ઇત્યાદિ અતિપ્રસંગ પ્રાપ્ત થાય છે, કેમકે અણુની સત્ત્વરૂપ ક્રિયા તા આવા અણુઓમાં પણ રહેલી છે.
હવે જો બીજો પક્ષ સ્વીકારો તે અર્થાત્ જે પરમાણુ કારણુ છે તે અસપ છે એમ કહેતા હા તાઃ ઉત્પત્તિ-ક્ષણ સિવાય સદા જ્યારે પરમાણુ અસરૂપ છે તે પછી તે પેાતાનુ કા હંમેશાં જ કર્યા કરશે, કેમકે તેનુ અસત્વપણું તે સદા મેનુદ છે અર્થાત્ ક્ષણિકવાદ ઊડી જાય છે. ત્રીજો પક્ષ પણ દોષયુક્ત છે, કેમકે જે કારણને તમે પરમાણુરૂપે ઓળખાવે છે તે પરમાણ ઉભયરૂપ કેમ સભવી શકે ? કારણ કે જો તે સરૂપ હાય તે તે અસરૂપ કેમ કહી શકાય અને જો અસરૂપ હોય તેા સદૃરૂપ કેમ કહી શકાય? અર્થાત્ આમ માનવાથી દુર વિધ આવે છે. ચેાથેા પક્ષ પણ યુક્તિવિકલ છે, કેમકે વિધિ અને પ્રતિષધરૂપ એ વિકલ્પામાંથી એકને નિષેધ કરવાથી અન્યની અવશ્ય સિદ્ધિ થાય છે, એ વાત તે આબાલગોપાલ પ્રસિદ્ધ છે. આથી અણુ ક્ષણિક સિદ્ધ થયા નહિ એમ તમારે માનવું પડશે.
Jain Education International
હવે જો અણુ કાલાન્તરસ્થાયી છે. એમ પ્રતિજ્ઞા કરતા હૈ। તે તેને પણ નિર્વાહ તમારાથી થઇ શકે તેમ નથી. કેમકે ઉપયુક્ત યુક્તિઓમાંની કેટલીક યુક્તિઓ અહિં આ પણ કામ લાગે તેમ છે. જો અણુને કાલાન્તરસ્થાયી કહેતા હે, તે તે અપ્રક્રિયા કરી શકે તેમ છે કે નહિ ?
3
For Private & Personal Use Only
www.jainelibrary.org