SearchBrowseAboutContactDonate
Page Preview
Page 958
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા. ૮૧૯ લાસની ખાતર શરીરના રાજારૂપ વીયને ગુમાવવું અને તેમ કરી શરીરને તેના રસસથી વિમુક્ત કરવું? આને બદલે એ જ વીયને ઉપગ ઈશ્વરની ઉપાસના કે આત્મરમણતા માટે કરાય તે આ ભવફેરે પણ સફળ થઈ જાય. વિશેષમાં જે પૂર્ણ બ્રહ્મચારી છે તેને માટે આ દુનિયામાં કશું જ અસાધ્ય નથી તે પછી બ્રહ્મચર્ય પાળનારને શારીરિક અને માનસિક શક્તિ મળે એ કહેવાની જરૂર ખરી ? આત્માની ઉન્નતિ કરનાર પ્રવૃત્તિને છેવને જે તેની અવનતિ કરનાર પ્રવત્તિને સેવે છે તે વ્યભિચારી છે, કેમકે આત્મરમણતા સિવાયની અન્ય સૌ કઈ પ્રવૃત્તિ પ્રાય: વ્યભિચાર જ છે. આરોગ્યની અનન્ય ચાવીરૂપ બ્રહ્મચર્યની આવશ્યકતા વર્ણવતાં મહાત્મા ગાંધી કરી બ્રહ્મચર્ય અવસ્થા તે છેલી સંન્યસ્ત અવસ્થા જેવી જ છે. આ તદન વાસ્તવિક છે, સત્યનું પાલન, બ્રહ્મચર્યનું પાલન એ સામાન્ય ધર્મો છે. ગૃહસ્થાને માટે પણ બ્રહ્મચર્યનું પાલન એ ધર્મ છે. આ ધમ કેવળ સંન્યાસીને માટે નથી, સગૃહસ્થને માટે છે. આ સાદા નિયમ ન પાળતે હાચ તે સહસ્થ જ નથી. આ સંસારમાં, હિંદુ સંસારમાં તેમજ મુસલમાન સંસારમાં, જે આપણે એગ્ય રીતે રહેવું હોય, સ્વતંત્રપણે રહેવું હેય, કેઇના ગુલામ ન થવું હોય તે આ આપણું સૌથી પહેલું કર્તવ્ય છે. બ્રહ્મચર્યનું પાલન નહિ કરનાર વ્યક્તિ મનુષ્ય મટે છે. પશુ તે સ્વભાવે બ્રહ્મચર્યનું પાલન કરે છે. તેને સ્વાદ નથી, તેને ઈન્દ્રિયને વિલાસ નથી, પશુ મર્યાદિત રહે છે; એટલે બ્રહ્મચર્યનું પાલન નહિ કરનારને ઘણી વેળા પશુની ઉપમા આપવામાં આવે છે એમાં પશુનું અપમાન રહેલું છે.” ૧ ડે. મેલવીલ કીથ ( Keith ) M. D. લખે છે કે “ The seed is marrow to the bones, food for your brain, oil for your joints and sweetness to your breath." ૨ જેમ શેરડીને કેલમાં પીલવાથી તેને રસ બહાર નીકળી જતાં માત્ર તેના કુચા જ બાકી રહી જાય છે તેમ શરીરરૂપ શેરડીમાંથી વીર્યરૂપ રસ નીકળી જતાં શરીર શેરડીના કૂચાની જેમ નીરસ બની જાય છે. અથવા તે દહીંમાંથી ઘી નીકળી જતાં પાછળ છાશરૂપ પાણી જ રહે છે તેમ શરીરરૂપ દહીંમાંથી ઘી રૂપ વીર્ય નીકળી જતાં પાછળ છાશરૂપે પાણી જ રહે છે. જુઓ અધ્યાત્મતવાલાક ( પૃ. ૩૯૦ ). વિશેષમાં એક રતિભાર રતિને માટે એક મણથી વિશેષ બળ પળમાં ગુમાવાય એના જેવી બીજી કોઈ મૂર્ખતા હશે કે ? ૩ “ શીલને મહિમા ' એ શીર્ષક હેઠળ વૈરાગ્યરસમંજરી (ગુ. ૪, . ૧૦૬ )ના સ્પષ્ટીકરણ (પૃ. ૧૭૩-૧૭૪ )માં બ્રહ્મચર્યનો પ્રભાવ મેં વર્ણવ્યો છે તે ત્યાંથી જોઈ લેવો. ૪ ગસૂત્રના દિતીય પાદના ૩૮ મા સૂત્રમાં કહ્યું છે કે “ જાતિg વીર્ચઢામ ” ૫ જુઓ ગાંધીશિક્ષણ (ભા. ૨, પૃ. ૪૭-૪૮ ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy