________________
८७२
આસવ-અધિકાર.
[ પ્રતીય
ઉચિત છે તેમ દુઃખી થતા જેને તેમનાં દુઃખથી મુકત કરવા માટે તેમની હત્યા કરવી તે સ્થાને છે. સ્પષ્ટ શબ્દોમાં કહીએ તે કૃમિ, કીટ, પતંગ, મચ્છર, ચકલી, કઢીઆ, અત્યંત દરિદ્ર, આંધળા, પાંગળા ઇત્યાદિ પ્રકારનાં દુઃખી પ્રાણીઓ પાપકર્મના ઉદયથી સંસારસાગરમાં ડૂબેલાં રહે છે, વાતે તેમનાં પાપને નાશ કરવા માટે અને તેમ કરીને તેમને ઉદ્ધાર કરવા માટે પપકાર કરવામાં અદ્વિતીય એવા જનાએ તેમને જરૂર જ મારી નાંખવાં, કેમકે તેમને સંહાર કરતી વેળા તેમને ઘણું જ દુઃખ થાય છે અને એ તીવ્ર વેદનાના અભિભાવને લઈને તેઓ પૂર્વે બાંધેલા પાપકર્મની વારંવાર ઉદીરણા કરી કરીને તેને હઠાવી કાઢે છે. અત્ર કોઈ પૂછે કે શા આધારે એમ કહેવાય કે તેમને સંહાર થતી વેળા તીવ્ર વેદનાના અનુભવ દ્વારા તેઓ પાપકમની ઉદીરણ કરી તેને પ્રતિક્ષેપ કરે છે? ઉલટું એમ ન કહેવાય કે એવા સમયે તેઓ આત, રૌદ્ર ધ્યાન ધ્યાઈને પહેલાં કરતાં પણ વિશેષતઃ પાપકમને બંધ કરે છે ? આને ઉત્તર સંસારચકપંથી એમ આપે છે કે જૈન દર્શન જે નરકનું સ્વરૂપ આલેખે છે તે વિચારી જુઓ. કહેવાનો મતલબ એ છે નારકો નિરંતર પરમધામિક દેવેને હાથે તાડન, ભેદન, ઉત્કતન, શળીને વિષે આરોપણ ઈત્યાદિ અનેક પ્રકારના આઘાતને સહન કરતી વેળા તેમ જ આ દવેની ગેરહાજરીમાં પરસ્પર ઉત્પન્ન કરેલ તીવ્ર વેદનાને અનુભવતાં અને રૌદ્ર ધ્યાન ધ્યાતાં છતાં પૂર્વે બાંધેલ કમને ક્ષય કરે છે જ અને નહિ કે એથી અધિક પાપકર્મ બાંધે છે, કેમકે નારક માટે નારકના આયુષ્યના બંધને સંભવ નથી, કારણ કે નારક મરીને નારક તરીકે ઉત્પન્ન થઈ શકે જ નહિ. વળી જેમની હત્યા કરાય છે તેઓ તે વેળા રૌદ્ર ધ્યાન ધરે છે, એથી તે તેમનાં પૂર્વકૃત ઘણાં પાપને ક્ષય થઈ જાય છે, કેમકે તે સમયે તેમને પરિણામ તીવ્ર સંકલેશરૂપ હોય છે. વિશેષમાં જ્યારે તેમને વિષે તીવ્ર સંકલેશને અભાવ હોય છે ત્યારે પરમધામિક દેવે પણ તેમનાં કમને ક્ષય કરવા સમર્થ થતા નથી; તેથી રૌદ્રાદિ ધ્યાન ઉત્પન્ન કરાવનારા ઘાતક હણાતાં પ્રાણીઓના ઉપકારી જ છે. આ પ્રમાણેની પરિસ્થિતિમાં જેઓ દુઃખી છને નાશ કરવામાં ઉપેક્ષા સેવે છે કે અન્યને તેમ કરતાં નિષેધે છે તેઓ મહાપાપી છે. જેઓ પૂર્વે ઉપાર્જન કરેલાં પુણ્યકર્મના ઉદયથી સુખ ભોગવી રહ્યા છે તેમને ન મારી નાંખવા જોઈએ, કેમકે તેમ કરવાથી તેમને સુખને વિયેગ થાય અને તે અપકાર છે; કારણ કે અન્યના કલ્યાણને વિષે તત્પર જને પર અપકાર થાય તે સંરંભ સેવે નહિ.
આ પ્રમાણેનું સંસારચક મત છે. આનું નિરસન હવે વિચારીએ. પોપકાર તેનું નામ છે કે જે આત્માને ઉપકારી હોય. અન્યોન્ય હત્યા કરવાથી પિતાના ઉપર શું ઉપકાર થાય છે તે છે સંસારચક ! તું કહીશ? શું એથી પુણ્યકમને બંધ થાય છે કે પાપકમનો ક્ષય થાય છે? પ્રથમ પક્ષ તે સંભવ નથી, કેમકે એથી તે અન્યને અંતરાય થાય છે. જેમકે જે એ જીને મારી નાંખવામાં ન આવે તો તે છ અન્ય દુઃખી ને મારીને તારા મત પ્રમાણે પુણ્યનું ઉપાર્જન કરે. અને તું મારી નાંખે એટલે પરને વધ કરી તેમને જે પુણ્ય મળનાર હોય તેમાં એ હત્યા પુણ્યના ઉપાર્જનને વિષે અંતરાયરૂપ બને છે. વળી પુણ્યના ઉપાર્જનમાં અંતરાય
૧ મહાત્મા ગાંધીને હાથે જે વાછડાની હત્યા થઈ હતી અને એથી નવજીવન વગેરેમાં જે “ વાછડા પ્રકરણ ' જન્મ પામ્યું હતું તેને વિચાર કરતાં મહાત્માજી અબ્રાન્ત હતા એમ માનવા મારી અ૫ મતિ ના પાડે છે. મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે તેઓ અહિંસાનું સંપૂર્ણ સ્વરૂપ સમજ્યા ન હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org