SearchBrowseAboutContactDonate
Page Preview
Page 949
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૦ [ સ્વતીય આસવ-અધિકાર. પણ પ્રેમ–ભાવ રાખવાની દીક્ષા આ અહિંસા દેવી આપી રહી છે, અન્યાય કરનારના શરીરને પણ નુકસાન પહોંચાડવાની વાતને સર્વાગીય અહિંસા ના પાડે છે, એ તે હસ્તે મુખે અન્યાય સહન કરી જવાનો જ ઉપદેશ આપે છે. ટૂંકમાં કઈ પણ સજીવ વસ્તુ તરફ વેર–ભાવ ન હવે એ શુદ્ધ અહિંસા છે. સમસ્ત પ્રાણીનું કલ્યાણ વાંછવું એ એનું સક્રિય રૂપ છે. ક્રિયાત્મક અહિંસામાં સત્ય અને નિર્ભયતાને અવશ્ય સમાવેશ થઈ જાય છે તેમજ એમાં સ્વમાનનું કદી પણ લીલામ થતું નથી. મનુષ્ય પ્રેમપાત્ર વ્યક્તિને છેતરી શકતું નથી. વળી તે તેનાથી બીતે નથી કે તે તેને બીવડાવતે નથી; કેમકે અભયદાન એ તે અહિંસા સમ્રાજ્ઞીના રગેરગમાં વહે છે. જે પિતે ભયભીત છે તે અન્યને અભયદાન આપી શકતું નથી, માટે નિર્ભયતા એ અહિંસાની એક બાજુ છે. અર્થાત્ અહિંસાનું પાલન અને ભીરુતા એ બે સાથે રહી શકતાં નથી. અહિંસાના પાલન અર્થે વિશિષ્ટ અને અત્યંત શીર્યની આવશ્યક્તા રહેલી છે. સેનિકનું શૌર્ય પણ આ શૌર્ય આગળ પાણી ભરે છે. ઈગર્લૅન્ડના એક જાણીતા બહાદુર સેનાપતિ અને ધર્મનિષ્ઠ ગેડન (Gordon)ના પૂતળાના હાથમાં માત્ર લાક જ આપવામાં આવી છે, કિન્તુ જે સૈનિકને રક્ષણ માટે એક લાકીની પણ જરૂર જણાય તેટલે અંશે તેની સૈનિકતામાં ન્યૂનતા છે. સાચે સિનિક મૃત્યુને પણ વધાવી લે છે, તેનાથી તે જરાએ ડરતે નથી. મહાત્મા ગાંધી તે ત્યાં સુધી કથે છે કે જે મરણની ભીતિથી ખરો કે ખેટ ભય આવતાં નાસી જાય છે, છતાં જે હરઘડી એમ ઈચ્છે છે કે બીજે કે પુરુષ જ ડરાવનાર પુરુષને નાશ કરી ભયને દૂર કરે તે જૈન ધર્મના પ્રચારક મહાવીરને કે બુદ્ધને કે વેદને અનુયાયી હેઈ ન શકે.” જુઓ ગાંધીશિક્ષણ (ભા. ૨, પૃ ૨૯), - દયા, અક્રોધ, માન, અભયતા, સહનશીલતા એ અહિંસાના નૈસર્ગિક આભૂષણો છે ખુદ સત્યાગ્રહને પાયે અહિંસા ધર્મ છે. આનું પાલન કરનારને એ યાદ રાખવું ઘટે છે કે જેના પ્રતિ અહિંસક વૃત્તિ રખાય તે પણ તેવી જ વૃત્તિ તત્કાલ રાખશે એમ નથી. જેમ જેમ પાલનમાં પૂર્ણતા આવતી જાય તેમ તેમ તેમ બનવા પૂરતો સંભવ છે. આવી પરિસ્થિતિમાં અહિંસા ધર્મની અવગણના કરવાનું કે તેને મર્યાદિત કરવાનું સૂચવનારની બુદ્ધિને કેવું વિશેષણ આપવું તે પાઠક સ્વયં વિચારી લેશે. વળી એ સ્પષ્ટ કરવું અસ્થાને નહિ લેખાય કે અહિંસાદેવીના સ્વરૂપમાં ક્યાંયે વેર વાળવાની વૃત્તિને સ્થાન જ નથી. એ તો અપકારને બદલે ઉપકારથી વાળવાને દિવ્ય મંત્ર ૧ અહિંસાની બે બાજુ છે. પોતે કાઇની હિંસા કરવી નહિ તે એક બાજુ અને નિબળઅસહાયનું રક્ષણ કરવું અને અન્યાય-અધર્મની સામે થવું તે બીજી બાજુ. વિશેષમાં અહિંસાના ખ પાલકમાં અનેકવિધ દુઃખ સહન કરવાનું સામર્થ્ય હોવું જોઈએ. ૨ વેર વાળવું એ તે સ્વછંદ છે. એમાં સંયમને ઘાત થાય છે, અને સંયમ વિના અહિંસા નથી. વળી વેર એ એક જાતને જંગલી ન્યાય છે. વેર લેવામાં માણસ પોતાના દુશ્મન સાથે સરખો થઈ જાય છે, જ્યારે તેને જતો કરવાથી તે તેનાથી ઊંચી કક્ષાને પ્રાપ્ત કરે છે. વિશેષમાં જે માણસ સામા ઉપર મનમાં વેર રાખે છે તે પિતાના ઘા વગર રૂઝાયેલા-લેહી અને પરૂથી ખરડાયેલા રાખે છે, જ્યારે જે ક્ષમા ધારણ કરે છે–અહિંસાનું પાલન કરે છે તેના ઘા રૂઝાઈ જાય છે અને સૌ સારાં વાનાં થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy