________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૬૭ અન્ય આહાર નથી, જ્યાં હિંસારૂપ સેતાનનું સામ્રાજ્ય છે અને હતું તે શું સ્વતંત્રતા, સત્વશીલતા વગેરેના ઉદાહરણરૂપ છે કે ? રોમન સામ્રાજ્યની પડતીનું કારણ શું? તુક પ્રજાનું અધઃપતન શાથી થયું હતું ? આયર્લેન્ડને કેટલા એ વર્ષે પર્યત પરાધીનતાની બે પહેરી રાખવી પડી હતી તેનું મૂળ શું? મુરાલ સામ્રાજ્યના સંચાલકોએ ક્યારે હિંસારૂપ રાક્ષસીથી છૂટવાને પ્રયત્ન કર્યો હતો કે જેથી તેમને નામશેષ થવાને વારો આવ્યો? આથી શું એમ માનવાને પૂરતું કારણ નથી મળતું કે દેશની રાજનૈતિક ઉનતિ અને અવનતિને આધાર હિંસા અને અહિંસાની ઉપર અવલંબિત નથી, પરંતુ રાજકર્તાઓની કાર્યદક્ષતા અને કર્તવ્યપરાયણતાને અધીન છે? હા, એટલું જરૂર જ ઉમેરવું પડશે કે પ્રજાની નૈતિક ઉન્નતિ અને અવનતિના પાયા અહિંસા અને હિંસા છે. અહિંસાની ભાવનાથી પ્રજામાં સાત્વિક વૃત્તિને વિકાસ થાય છે અને જ્યાં સાત્વિક વૃત્તિ વિકસે છે ત્યાં સત્વ નિવસે છે. વળી સત્વશાળી પ્રજાનું જ જીવન શ્રેષ્ઠ અને આદરણીય ગણાય છે, જ્યારે સવહીન પ્રજાનું જીવન કનિષ્ઠ અને અનાદરણીય મનાય છે. જે સત્વથી વિમુખ છે તે પ્રજામાં વાસ્તવિક સંપત્તિ અને સ્વતંત્રતાની આશા આકાશપુષ્પના સમાન છે. આથી એ ફલિત થાય છે કે પ્રજાની નૈતિક ઉન્નતિમાં અહિંસાનો અગ્રગણ્ય અને અજબ ફાળો છે. નૈતિક ઉન્નતિની સામે ભૌતિક ઉન્નતિ કેઈ હિસાબમાં નથી. આ મુદ્રાલેખને અનુસરીને ભારતવર્ષીય પ્રાચીન શષિ-મુનિઓએ પ્રજાને નીતિમય જીવન ગાળવાને વિશેષતઃ ઉપદેશ આપે છે. યુરોપીય પ્રજાએ નૈતિક ઉન્નતિ કરતાં ભૌતિક પ્રગતિને ઉચ્ચ સ્થાન આપ્યું અને હજી આપે છે અને એથી તેનાં કટુ ફળ પોતે ચાખ્યાં છે અને અન્યને ચખાડ્યાં છે તેમજ હજી ચાખે છે અને ચખાડે છે. સમગ્ર વિશ્વમાં સાચી શાંતિ અને વાસ્તવિક સ્વતંત્રતા સ્થાપન કરવા માટે મનુષ્યનું જીવન નીતિમય હોવું જ જોઈએ અને તેમ થાય તે માટે અહિંસા જેવા મહાતત્ત્વને યથાર્થ રીતે સમજી તેનું આચરણ થવું જ જોઈએ.
અહિંસા એ શક્તિ, શાન્તિ, શૌચ, ક્ષમા, દયા, પ્રેમ, સહિષ્ણુતા, નિર્લોભતા વગેરે અનેક સદ્દગુણોની જનની છે. એના આચરણથી મનુષ્યના હૃદયમાં પવિત્રતાને સંચાર થાય છે, વેર વિરેધની ભાવનાને વિનાશ થાય છે અને વિશ્વબંધુતાને વિકાસ થાય છે. જે પ્રજામાં એ ભાવ વિલસે છે અને વિકસે છે તેના એકથનું સામ્રાજ્ય સ્થપાય છે અને “સંપ ત્યાં જંપ” એ કહેવત અનુસાર તે પ્રજા અભ્યદય અને સ્વાતંત્ર્યની પરાકાષ્ઠાએ પહોંચે છે. આવી પરિસ્થિતિમાં અહિંસ એ દેશની અવનતિનું કારણ છે એમ કહેવા કો બુદ્ધિશાળી હામ ભીડશે? બલકે તે પિતાની બુદ્ધિને સદુપયોગ કરી એમ કહેવા શું નહિ લલચાય કે અહિંસા એ દેશની સાચી ઉન્નતિનું અજોડ અને અમેઘ સાધન છે ? મહાવીર જેવા પરમાત્માઓ ચગ્ય, સુખી, ઉદાર અને પરમ શુદ્ધ જીવનનું યથેષ્ઠ અને સંપૂર્ણ રહસ્ય મેળવી જ શકયા હતા. જે આપણે આ વિપકારક ઉપદેશકને પંથે ચાલતા શીખીશું અને એ ન બને તેપણું અહિંસા, સત્ય, બ્રહ્નચર્ય વગેરે સાત્વિક ગુણના પ્રભાવમાં આપણા પૂર્વજોની જે અચળ શ્રદ્ધા હતી અને જે આપણે અત્યારે ઘણી ખરી ગુમાવી દીધી છે તે પણ કેળવીશું, તે એ આપણે દેશ ફરીથી તેનું નિવાસસ્થાન બનશે જ એમાં જરા પણ સંદેહ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org