________________
ઉલ્લાસ ] આહંત દર્શન દીપિકા.
૮૬૫ થોડા વખત ઉપર પૌત્ય સાહિત્યના પ્રખર અભ્યાસી અને જૈન દર્શન તથા જૈન મુનિએથી પણ કેટલેક અંશે તે પરિચિત એવા જી. કે. નરીમાન પણ આનું સ્વરૂપ સમજી શકયા નહિ એમ એમણે ગાંધીજી ઉપર લખેલ લેખ કહી રહ્યો છે. આવી પરિસ્થિતિમાં સામાન્ય મનુષ્ય એનું સ્વરૂપ સમજવામાં થાપ ખાય તે તેને દેષ ક્ષેતવ્ય જ લેખાય; છતાં આ પ્રમાણે બ્રાન્ત વિચારોનું વાતાવરણ જામતું જાય તેવે સમયે એ સંબંધમાં થોડાક ઊહાપોહ કર્યા વિના કેમ ચાલે ?
એ વાત સાચી છે કે જેને અહિંસાની કે મર્યાદા નથી અને એનું પાલન અતિદુષ્કર છે, છતાં એથી એમ માનવાનું કારણ નથી કે જે કે અહિંસા પાળવા માગે છે તેને જીવનક્રિયા સમેટી લેવી પડે અને નિષ્ઠ બનવું પડે અર્થાત્ જીવનવ્યવહાર અને અહિંસાનું પાલન એ કંઈ પરસ્પર વિરુદ્ધ હકીકત નથી કે જેથી અહિંસાનું પાલન એટલે આત્મઘાત કરવાની નાબત સમજવી ઉચિત ગણાય.
આ સંબંધમાં સ્પષ્ટીકરણરૂપે એટલું ઉમેરીશું કે એ વાત તે સૌ કોઈ સ્વીકારશે કે અહિંસાના પ્રવર્તકેએ એનું આચરણ સર્વોગે પોતાના જીવનમાં ઉતાર્યું હતું. વળી પૂર્ણરૂપે અહિંસા પાળવા છતાં તેઓ ઘણા વર્ષો જીવતા રહ્યા હતા તેમજ આ દિવ્ય આદર્શથી તેમણે વિશ્વને વિભૂષિત કર્યું હતું. વિશેષમાં આ આદર્શને અત્યાર સુધીમાં અનેક મહાનુભાવેએ ઝીલ્યો છે અને તેમ છતાં તેમને માટે આત્મઘાત કરવાને પ્રસંગ જ ઉપસ્થિત થયો નથી. આથી એ વાત નિર્વિવાદ જણાય છે કે જેની અહિંસા અવ્યવહાય પણ નથી તેમ આત્મઘાતક પણ નથી કે એના પાલન અર્થે આત્મઘાત અનિવાર્ય છે. એમ છતાં પિતાને કક્કે નહિ છોડનારી વ્યક્તિને ઉદ્દેશીને અત્ર એટલું જ કહીશું કે મહાત્મા ગાંધીએ પ્રરૂપેલ અસહકારને રાષ્ટ્રનાશક અને નિષ્ફળ દર્શાવનાર ફૂટેલ ઢલ જેટલી પણ તેના કદાગ્રહની કિંમત નથી, કેમકે અનુભવ અને આચરણથી એ વાત નિ સંદિગ્ધપણે સિદ્ધ થઈ ગઈ છે કે અહિંસાત્મક અસહકારની યોજના, નથી આવ્યવહાર્ય કે નથી રાષ્ટ્રનાશક, અલબત્ત, એ ખરું છે કે જે સ્વાર્થને જતું કરવા ન ઈચ્છતે હોય તેને માટે તે અસહકાર તેમજ અહિંસાનું પાલન એ બંને વાતે અવ્યવહાર્યા છે. પરંતુ એ ભલવું ન જોઈએ કે સ્વાર્થને ત્યાગ કર્યા વિના અને દેખીતા સુખને જલાંજલિ આપ્યા વિના રાષ્ટ્રને કે આત્માનો ઉદ્ધાર અશકય જ છે. જેમાં રાષ્ટ્રને સ્વતંત્ર અને સુખી બનાવવા માટે સર્વસ્વનું અર્પણ આવશ્યક છે, પૂરેપૂરા ભેગની જરૂર છે તેમ આધિ, વ્યાધિ અને ઉપાધિથી આત્માને મુક્ત કરી તેને સંપૂર્ણ સુખી બનાવવા માટે પણ સર્વ પીગલિક સુખને જતાં કરવાં જ જોઇએ. આથા એ ફલિત થાય છે કે જેના અહિંસા કેઈ પણ રીતે અવ્યવહાય કે આત્મઘાતક નથી જ, બાકી સ્વાર્થપરાયણ અને માજશેખમાં મસ્ત બનેલા છો એથી વિપરીત માન્યતા ધરાવે તે જુદી વાત છે. એવી તેમની માન્યતા તેમને જ મુબારક છે.
હવે જેની અહિંસા ઉપરનો બીજો આ૫ તપાસીએ ચાને જેન અહિંસાથી ભારત પરાધીન બન્યું છે અને એની પ્રજા નિર્વીર્ય બની છે એ આપની તથ્યાતગ્યતા વિચારીએ. આ આરોપ મૂકનારા એમ કહે છે કે અહિંસાના પ્રચારથી લોકોમાં શૌર્ય જતું રહ્યું, કેમકે હિંસા 109
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org