SearchBrowseAboutContactDonate
Page Preview
Page 942
Loading...
Download File
Download File
Page Text
________________ ઉલાસ ] આહંત દર્શન દીપિકા સ્થાન આપ્યું છે; કેમકે અહિંસાનું સર્વશે પાલન એ આત્માની સંપૂર્ણ અને સાચી ઉત્કાતિ છે. આથી તે સર્વ ઋષિ, મુનિ, મહંત, સાધુ, સંત, સંન્યાસીએ અહિંસાનું મહત્વ અને ઉપાદેયત્વ સ્વીકારી તેની તારીફ કરી છે તે પણ એ કહેવું પડશે કે આ મહનીય અને ઉપાદેય તત્વને જેવું સૂમ, ગહન, વિશાળ અને આચરણીય જૈન ધર્મે બતાવ્યું છે તેવું અન્યત્ર બતાવેલ નથી. જેના દશન અનુસાર અહિંસા એ ખાસ મહત્ત્વની ચીજ છે. એ એને ઉત્તમ અને અટલ સિદ્ધાન્ત છે. એ એનું લાક્ષણિક અંગ છે.” એ જૈનોનું જીનસૂત્ર છે. એમાં પુરુષત્વની પરાકાષ્ઠા છે. આવી પરિસ્થિતિમાં જૈન ધર્મના પ્રવતકાએ જે એને ચરમ સીમા સુધી પહોંચાડી દીધેલ હોય તો તેમાં આશ્ચર્ય નથી. આશ્ચર્યની વાત તે એ છે કે આવું ઉચ્ચ કેટિનું સ્વરૂપ કેવળ વાણના વિલાસરૂપ નથી રહ્યું, પરંતુ એ પ્રવર્તકે એ-એ જગપૂજ્ય મહાત્માઓએ તેવું આચરણ કર્યું છે અને તેમ કરીને વિશ્વની સામે એક અદભુત અને અનુકરણીય આદર્શ પૂરા પાડે છે. અહિંસા વિના સત્યની ધ અસંભવિત છે. અહિંસાનું માહામ્ય ઓર જ છે. આથી અત્ર એટલું જ ઉમેરીશું કે આ દયાળુ દેવીની સમ્યગ આરાધનાથી કહેવું પડશે કે જ્યારે આત્મા પરમાત્મા બની શકે તેમ છે તે પછી પરરાજ્યની ગુલામીથી–અન્ય રાષ્ટ્રીય પરતંત્રતાથી છુટવામાં આ રામબાણ ઇલાજ નિવડે જ એમ કહેવામાં અને માનવામાં કેને જરાએ સંકેચ સંભવે ? વળી અહિંસાત્મક વાતાવરણ નૈસર્ગિક વૈરને મહાત કરવામાં પણ પાછું પડે તેમ નથી. ચોગદર્શનમાં કહ્યું પણ છે કે ૧ જે જન્મે છે તે મરે છે અથવા કોઈ અન્ય પ્રાણી એને મારી નાખે છે કે પ્રકૃતિ એની જીવનલીલા સંકેલી લે છે. એક પ્રાણી જંગલી દશામાં બીજા પ્રાણીનું ખૂન કરવાથી પણ ડરતે નથી. આવી સ્થિતિને લીધે “ નવો કાયદઇ વનમ્ ” અર્થાત એક જીવ અન્ય જીવના જીવનનો આધાર છે એ વાક્ય રચાયું હોય એમ જણાય છે. બધાં પ્રાણીઓમાં મનુષ્ય શ્રેષ્ઠ છે, કેમકે એનામાં માનસિક અને શારીરિક એમ ઉભય પ્રકારનું બળ છે. આથી જે ઉપરના વાક્યને દુરુપયોગ કરવા ધારે તે મનુષ્ય સૌથી વધારે કરી શકે. એ પિતાના સ્વાર્થની ખાતર એવી પણ હિંસા આચરે કે જે અનિવાર્ય કે આવશ્યક ન હોય એટલું જ નહિ, પરંતુ પ્રાણિસમાજ અને માનવસમાજની શાંતિને પણ બાધક નીવડે. આવી હિંસા આત્મિક ઉન્નતિમાં વિઘ્નરૂપ બને એમાં તે કહેવું જ શું ? આવા વિચારથી પ્રત્યેક ધર્મમાં વધતા ઓછા અંશમાં હિંસાના ત્યાગને અને અહિંસાની આરાધનાને ઉપદેશ અપાચેલે જોવાય છે. આ પ્રમાણે સર્વધર્મ માન્ય અહિંસાને માટે “ vrખો પર્ય: ” એ મુદ્રાલેખ જાય છે તે સ્વાભાવિક જ છે. ૨ અન્યને ઠગીને મેળવાતું સ્વાતંત્ર્ય કે સ્વરાજ્ય એ સાચી સાત્વિક સત્તા નથી, પણ માયિક આસુરી છે. આવી સમજણથી તે હિંદુસ્થાન એ રાક્ષસી મહત્વાકાંક્ષાનું બલિદાન બન્યું નથી. ૩ અહિંસાનો માર્ગ જેટલો સીધો છે એટલે જ સાંકડે છે. બજાણિયા જે દોરી ઉપર એક નજર રાખી ચાલી શકે છે તેના કરતાં પણ અહિંસાની દોરી પાતળી છે; જ્યાં અસાવધાનતા જરા પણ આવી કે અધઃપતન અવશ્ય થાય ૪ મનિપુરંદર શ્રીહરિભદ્રસૂરિએ કહ્યું પણ છે કે “ થrarો વર્તતે કદિન, પતો ન થસે | नास्त्यन्यपीडनं किश्चिञ्-'जैनधर्मः स उच्यते ॥" અર્થાત જ્યાં સ્વાદાદ ( વિજયી ) વર્તી રહ્યો છે, જ્યાં પક્ષપાતનો અભાવ છે અને જેને વિષે અન્યને જરા પણ દુઃખ દેવા માટે સ્થાન નથી તે “ જૈન ધર્મ ” કહેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004886
Book TitleArhat Darshan Dipika
Original Sutra AuthorN/A
AuthorMangalvijay, Hiralal R Kapadia
PublisherYashovijay Jain Granthmala
Publication Year1932
Total Pages1296
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy